ઝુબિન સંજાણા અને શેરિયાર ઈરાનીએમાઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યુ

મુંબઈના પારસી સાલસેટ કોલોનીના શેરિયાર ઈરાની અને ઝુબિન સંજાણાએ 22મી એપ્રિલ, 2019ને દિને માઉન્ટ એવરેસ્ટની સખત ચઢાણની સફર પૂરી કરી હતી. તેઓએ 15મી એપ્રિલ, 2019ને દિને સુરખેથી પાખડીંગ પહોંચવા તેમના સફરની શરૂઆત કરી હતી. 22મીએ 5,364 મીટરની ઊંચાઇએ અથવા 17,598 ફીટ એએસએલ (સમુદ્ર સ્તરથી ઉપર) પર એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચ્યા હતા.

52 વરસના શેરિયાર અને 45 વરસના ઝુબિને 2400 મીટર (7,874 ફીટ એએસએલ) ની ઊંચાઇએ સુરખેથી પ્રારંભિક ચઢાણ શરૂ કર્યુ હતું, 65 કિ.મી. અને લગભગ 3,000 મીટરની અંતરને તેની ગંતવ્ય સુધી પહોંચવા માટે. દરરોજ તેઓ 7-8 કલાકનું ચઢાણ ચઢતા હતા.

પારસી ટાઇમ્સ સાથે વાત કરતાં, ઝુબિન સંજાણાએ કહ્યું કે ટોચ પરની મુસાફરી ખૂબ જ મુશ્કેલ અને મોટી પડકાર રૂપ હતી. પરંતુ એક વખત તમે ત્યાં આવી ગયા પછી, તમને ખ્યાલ આવે છે કે કુદરતની સુંદરતા કેટલી આહલાદક છે. શેરિયારે જણાવ્યું કે તેઓ તૈયારીઓ માટે મુંબઈમાં જ સહનશીલતા અને શક્તિના નિર્માણ માટે ટ્રેકીંગ કરતા હતા.

શેરિયાર અને ઝુબિનને તેમની અદભુત અને પ્રેરણાદાયક સિધ્ધાંત પર અભિનંદન આપવામાં આવ્યા હતા.

Leave a Reply

*