પીર-એ-સબ્ઝ તીર્થયાત્રાનું યઝદમાં અવલોકન

પીર-એ-સબ્ઝ અથવા ચક-ચક, જે ઇરાન અને વિશ્ર્વના બીજા સ્થાનોથી આવેલા જરથોસ્તીઓની વાર્ષિક તીર્થ યાત્રા છે. જ્યાં પર્વતમાં છીછરી ગુફામાં આવેલ ફાયર ટેમ્પલમાં શાશ્ર્વત જ્યોત જીવંત રાખવામાં આવેલ છે જેની ઉજવણી 14મી જૂનથી 18મી જૂન સુધી કરવામાં આવે છે. જ્યાં પીર શબ્દનો અર્થ મંદિર થાય છે, સબ્ઝ શબ્દનો અર્થ લીલો થાય છે અને તેનું વૈકલ્પિક નામ ચક-ચક ગુફા છે જેમાં હમેશા પાણી ટપકતા, પાણીનો અવાજ ઉત્પન્ન થાય છે. અને તેના ઉપરથી આ તીર્થ સ્થળનું નામ આપવામાં આવ્યું છે.
પૌરાણિક કથા અનુસાર, બેરન પર્વતની બાજુએ છીછરી ગુફા સ્થિત, પીર-એ-સબ્ઝ રાજકુમારી નીકબાનુ(અર્થાત દયાળુ સ્ત્રી) ને સમર્પિત છે, સાસાનિયન રાજા – યઝદેગર્દ 3 અને રાણી હસ્તબદન જે છેલ્લા પૂર્વ-ઇસ્લામિક પર્શિયન શાસકની બીજી દીકરી હતી. આક્રમણકારી આરબ સેના દ્વારા નીકબાનુને ઘેરી લેવામાં આવી હતી. ધરપકડથી ગભરાતા તેણે અહુરા મઝદાને પ્રાર્થના કરી અને ચમત્કારિક રીતે પવર્તમાળા ફાટી ગઈ અને તે પર્વતના ગર્ભમાં સમાઈ ગઈ. ગુફાની દિવાલો જે રાજકુમારીના ગાલ સમાન છે અને જે પાણી પડે છે તે દુ:ખના આંસુ છે અને બાજુમા અતિશય નાજુક રોપાઓ જે રાજકુમારીના વાળ તરીકે દ્રશ્યમાન થાય છે. બાજુમાંજ વધતુ ઝાડ જે નીકબાનુની લાકડી છે.
ચક ચકનું મંદિર માનવ બનાવટનું એક વિશાળ આશ્રય સ્થાન છે અને જેને બે કાંસાના વિશાળ દરવાજા છે. જમીનમાં માર્બલ લગાવેલ છે અને ત્યાં પવિત્ર આતશ હમેશા પ્રજવલિત રહે છે. અંદર મીણબત્તી હોલ્ડર સાથે ચઢાવો ચઢાવવા પ્લેટો પણ રાખવામાં આવી છે. શ્રાઈન (મંદિર)ની નીચેની ખડકોમાં યાત્રાળુઓને સમાવવા માટે ઘણા છાપરાવાળા પેવેલિયન બનાવવામાં આવ્યા છે. યાત્રાળુઓ રાજકુમારીના દુ:ખમાં ભાગ લેવા, અને ગુમાવેલા આર્યન સામ્રાજ્યને યાદ કરવા, અને વધુ સારા ભાવિની આશામાં પ્રાર્થના કરવા અને જરથોસ્તીઓના આરોગ્ય અને સુખાકારીની ઇચ્છા માટે પ્રાર્થના કરે છે. યાત્રાળુઓ મંદિર દ્રશ્યમાન થતા 230 પગથિયા ચાલતા જ જાય છે.
કર્ટસી તેહરાન ટાઈમ્સ.કોમ

Leave a Reply

*