બીપીપી ગુમાવેલા ધાર્મિક મરહુમ સમર્થકોને શ્રદ્ધાંજલિ આપે છે

18મી જૂન, 2019ને દિને બોમ્બે પારસી પંચાયતના ચેરમેન અને ટ્રસ્ટીઓ દ્વારા અંજુમન આતશ બહેરામના વડા દસ્તુરજી માનનીય વડા દસ્તુરજી ડો. કૈખુશરૂ મીનોચેરજી જામાસ્પઆસા તથા નવસારીના ભાગરસાથ અંજુમન આતશ બહેરામના વડા દસ્તુરજી, માનનીય વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોઝ દસ્તુર મહેરજીરાણાની યાદમાં શ્રધ્ધાંજલિ આપવા એક બેઠક બોલાવી હતી.
બીપીપી ચેરમેન યઝદી દેસાઈ, તેમના ધર્મપત્ની અનાહિતા દેસાઈ, બીપીપીના બધાજ ટ્રસ્ટીઓ આરમઈતી તીરંદાઝ, કેરસી રાંદેરિયા, નોશીર દાદરાવાલા, ઝરીર ભાઠેના, ઝર્કસીસ દસ્તુર અને વિરાફ મહેતા સાથે અસંખ્ય દસ્તુરજીઓ, મોબેદો, બોયવાલા અને લગભગ સાઈઠ જેટલા સમુદાયના સભ્યો બનાજી આતશ બહેરામમાં હમા અંજુમનના જશન માટે સાંજે સ્ટે.ટા. 4.30 કલાકે જમા થયા હતા.
એરવદ અસ્પંદીયાર દાદાચાનજીના નેતૃત્વ હેઠળ અગિયાર ધર્મગુરૂઓએ જશનની પવિત્ર ક્રિયા કરી હતી. બીપીપીના ટ્રસ્ટીઓ દ્વારા જામાસ્પઆસા કુટુંબના શિરીન (મરહુમ વડા દસ્તુરજી, વડા દસ્તુરજી કૈખુશરૂ જામાસ્પઆસાના ધર્મપત્ની) વડા દસ્તુરજી કૈખુશરૂ જામાસ્પઆસા (દીકરો)અને બખ્તાવર (દીકરી) તથા એરવદ કૈખુશરૂ કાવસજી રાવજીના કુટુંબના સભ્યોને દિલાસો આપ્યો હતો. જશન કર્યા પછી, હાજરી આપનારાઓએ પ્રાર્થના કરી અને ત્યારબાદ સાંજે સ્ટે.ટા. 6.00 કલાકે શ્રધ્ધાંજલિ આપવા શરૂ થયેલી બેઠક માટે બનાજી આતશ બહેરામના એનેક્સે હોલમાં ગયા.
મંચ પરના વકતા હતા બીપીપી ચેરમેન યઝદી દેસાઈ, વડા દસ્તુરજી કૈખુશરૂ જામાસ્પઆસા, વડા દસ્તુરજી એરવદ કૈખુશરૂ રાવજી, વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર, એરવદ રામિયાર કરંજીયા, સોલીસીટર બરજોર આંટીયા, એરવદ અસ્પંદીયાર દાદાચાનજી, ફિરોઝ અધ્યારૂજીના, એરવદ પરવેઝ બજાં અને એરવદ બહાદુર સંજાણા.
– ખુશનુમા નેતરવાલા

Leave a Reply

*