વાપીઝે મરહુમ દસ્તુરજી જાસ્પઆસાના સન્માનમાં શોક સભાનું આયોજન કર્યુ હતું

30મી મે, 2019ના દિને મરહુમ દસ્તુર ડો. કૈખુશરૂ દસ્તુર મીનોચહેર જામાસ્પઆસાના સન્માનમાં વાપીઝે સમુદાય માટે સ્ટે.ટા. 6.30 કલાકે બનાજી આતશ બહેરામના એનેકસ હોલમાં શોકસભાનું આયોજન કર્યુ હતું. શોકસભામાં મરહુમ દસ્તુરજી ડો. કૈખુશરૂ એમ. જામાસ્પઆસાને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. જેઓ 87વર્ષનું લાંબુ તથા પરિપૂર્ણ જીવન જીવ્યા બાદ 19મી મે, 2019ને દિને લંડનમાં પોતાના કુટુંબ અને સમુદાયને પાછળ મૂકી અચાનક મૃત્યુ પામ્યા હતા.
આ સભામાં મરહુમ દસ્તુરજીના પત્ની બખ્તાવર તથા દીકરી શિરીન અને કુટુંબના બીજા લોકોએ હાજરી આપી હતી.
દસ્તુરજી ડો. ફિરોઝ એમ. કોટવાલ, દસ્તુરજી સાયરસ એન. દસ્તુર, નાયબ દસ્તુર એરવદ જામાસ્પ-દસ્તુરજી જામસ્પઆસાના પુત્ર, એરવદ અસ્પંદીયાર દાદાચાનજી, એરવદ ડો. પરવેઝ એમ. બજા, એરવદ કેકી રાવજી, એરવદ ડો. રામિયાર કરંજિયા, એરવદ બરજોર એચ. આંટીયા અને ફરાહ દુબાશ ખંબાતા (મરહુમ દસ્તુરજીની ગ્રેન્ડ નીસ)પ્રેક્ષકોને સંબોધ્યા હતા અને દરેકે તેમની ધાર્મિક શિષ્યવૃત્તિ અને શૈક્ષણિક તેજસ્વીતા, તેમના ધર્મ પ્રત્યેનો પ્રેમ વિશે જણાવ્યું હતું.
કર્ટસી હનોઝ એમ. મીસ્ત્રી

Leave a Reply

*