નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે

એક 62 વર્ષ ના વડીલને અચાનક ડાબી આંખથી ઓછુ દેખાવાનુ શરૂં થયું. ખાસ કરીને રાત્રે નજર નહિવત થવા લાગી. તપાસ કરતા એવુ નિષ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પરંતુ ડાબી આંખની રક્તવાહિની સુકાતી હોય તેવા રીપોર્ટ આવ્યા. હવે તેઓ તે આંખથી જીવનભર જોઈ નહિ શકે આવું કહેવામાં આવ્યું.
તો મિત્રો આપણુ શરીર એ પરમાત્માની એક અદભુત દેન છે. ગર્ભની ઉત્પત્તિ નાભિના પાછળ થાય છે અને એને માતાની સાથે જોડેલ નાડથી પોષણ મળે છે અને એટલે જ મૃત્યુ પછી 3 કલાક સુધી નાભિ ગરમ હોય છે.
ગર્ભના નિર્માણ પછી 270 દિવસ એટલે કે નવ મહિના પછી એક સંપૂર્ણ બાળ સ્વરૂપ થાય છે. ગર્ભ સાથે સર્વે નસોનું જોડાણ નાભિ દ્વારા હોવાથી નાભિએ અદભુત ભાગ છે. નાભિની પાછળના ભાગમાં ‘પેચોટી’ હોય છે જેમાં 72000 થી વધુ રક્તવાહિની આવેલી હોય છે.
1. આંખોનું સુકાવુ, નજર કમજોર થવી, ચમકદાર ત્વચા અને વાળ માટેના ઉપાયો: સુતા પહેલા ત્રણ થી સાત ટીપા શુદ્ધ ઘી અને ખોપરેલ તેલ નાભિમા નાખવુ અને નાભિની આજુબાજુ દોઢ ઇંચ ના વર્તુળ મા પસરાવી નાખવુ .
2. ઘૂંટણના દર્દમાં: સુતા પહેલા ત્રણથી સાત ટીપા એરંડિયાનું તેલ નાભિમા નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચમાં પસરાવી નાખવુ.
3. શરીર મા ધ્રુજારી તથા સાંધાનું દુ:ખવું તથા સુકી ત્વચા ના ઉપાય માટે: રાત્રે સુતા પહેલા ત્રણ થી સાત ટીપા રાઈનું તેલ નાભિમાં નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચના વર્તુળમાં પસરાવી નાખવુ.
4. મોઢા ઉપર તથા વાંસામાં થતા ખીલ માટે: લીંબડાનું તેલ ત્રણથી સાત ટીપા નાભિમાં ઉપર મુજબ નાખવું.
નાભિમાં તેલ નાખવાનુ કારણ: નાભિને ખબર હોય છે કે કઈ રક્તવાહિની સુકાઈ રહી છે, એટલે એમાં એ તેલ ને પસાર કરે છે.
જયારે બાળક નાનું હોય છે અને એના પેટમાં દુ:ખતું હોય ત્યારે આપણે હિંગ તથા પાણી અથવા તેલનું મિશ્રણ એના પેટ અને નાભિની આજુબાજુ લગાવતા. અને તરત જ બાળકનું પેટ દુ:ખવુ મટી જતુ, બસ તેલનું પણ એવુ જ કામ છે.
ઘી અને તેલ ને નાભીમાં નાખવા માટે ડ્રોપરનો ઉપયોગ કરવો જેથી ઘી અને તેલ નાખવુ સરળ રહે.

Leave a Reply

*