Your Moonsign Janam Rashi This Week –
08 June, 2019 – 14 June, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા કામમાં સંતોષ મળશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. મુસાફરીનો ચાન્સ છે. મનને શાંત રાખી કામ પૂરા કરવામાં સફળ થશો. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. નવા મિત્રની મુલાકાતથી ભવિષ્યમાં ફાયદો થશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 9, 10, 12, 14 છે.

The Moon’s rule till 25th brings you job satisfaction. You will meet a favourite or preferred person. Travel is on the cards. Try to keep calm and complete your work. Affection between spouses will increase. You will benefit in the future from friends you have made recently. Pray the 34th name ‘Ya Bestarna’ 101 times every day.

Lucky Dates: 9, 10, 12, 14


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી જુલાઈ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. મુસાફરી કરી શકશો. અધુરા રહેલા કામ વીજળીવેગે પૂરા થશે. નાણાકીય બાબતમાં સારા સારી થશે. ઘરમાં મતભેદ ઓછા થવાથી મગજ શાંત રહેશે. મિત્રોથી ફાયદો થશે. નવા કામ મળશે. તબિયતમાં સારા સારી રહેશે. ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 08, 11, 12, 13 છે.

Travel is indicated, in keeping with the ongoing rule of the Moon till 26th July. You will be able to complete your work at lightning speed. You will procure financial gains. As squabbles within the family reduce, your mind will be at peace. You will be in good health. Friendships will prove beneficial. You will be successful in finding a new job. Pray ‘Ya Bestarna’ 101 times every day.

Lucky Dates: 08, 11, 12, 13


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે. ઓપોઝીટ સેકસની મદદ લઈ અધુરા કામ પૂરા કરી લેજો. મિત્રો તમારી ડિમાન્ડ પૂરી કરશે. ઘરમાં જોઈતી વસ્તુ વસાવી લેજો. 16મી પછી મુશ્કેલીમાં આવશો. આ અઠવાડિયામાં સરકારી કામ પૂરા કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 9, 10, 13, 14 છે. 

Venus’ rule till 14th June, enables you to complete your work, with the help of the opposite gender. Your friends will cater to your demands. You could make household purchases. After 14th June, you could encounter face troubles. Complete any government related work this week. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 9, 10, 13, 14


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ વધી જશે. મન- ગમતી વ્યક્તિને મળી શકશો. પ્રેમી કે પ્રેમિકા તરફથી સારા સમાચાર મળશે. ગામ પરગામ જવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. અટકેલા કામમાં સફળતા મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 8, 10, 13, 14 છે.

Venus’ ongoing rule increases your affinity for entertainment and fun. You will meet a favourite person. A love interest will bring you good news. Travel is on the cards. Financial gains indicated. You will be able to restart any stalled work. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 8, 10, 13, 14


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમે શુક્રની દિનદશા ચાલુ થયેલી હોવાથી તમારા દુ:ખના દિવસો સુખમાં ફેરવાઈ જશે. કામકાજમાં સારા સારી થતી જશે. નાણાકીય બાબતમાં પણ સારા સારી થતી જશે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. બીજાના મદદગાર બની શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 9, 11, 12, 14 છે.

 Venus’s rule brings you happiness. You will do well at work. Financial gains are indicated this week. You could find your love interest. You will be of help to others. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 9, 11, 12, 14


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

5મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી નાના કામમાં પણ પરેશાન થશો. તમારાથી સામેવાળાએ કરેલું ખોટું સહન નહીં થાય. ધણી-ધણીયાણીમાં મતભેદ વધી જશે. સામેવાળા પરેશાન કરવાનો કોઈ મોકો ગુમાવશે નહીં. ખોટો ખર્ચ થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10, 13 છે.

Till 5th July, Rahu’s rule brings in obstacles in the execution of even small matters. Differences between spouses could increase. Those opposing you will jump at the opportunity of adding to your troubles. Avoid making unnecessary expenses. Pray ‘Mahabokhtar Nyaish’ every day.


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલશે. તેથી બીજાને મદદ કરી શકશો. ઘરનું વાતાવરણ આનંદમય હશે. નાણાકીય બાબતમાં સારા સારી હશે. ઈનવીઝીબલ હેલ્પ મળી જશે.  કામમાં મદદ કરનાર મળી જશે. તબિયતમાં સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 8, 9, 13, 14 છે.

Jupiter’s ongoing rule till 23rd June, makes you helpful to others. Financial gains indicated. You will receive anonymous support. You could find a person to assist you in your work. Health will improve. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 8, 9, 13, 14


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

આ અઠવાડિયામાં સારા સમાચાર સાંભળવા મળશે. ઘરમાં નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. જૂના રોકાણમાંથી ફાયદો થશે. સાથે કામ કરનારને મદદ કરી શકશો. ઘરમાં વડીલવર્ગની ડિમાન્ડ પૂરી કરી શકશો. ધનલાભ મળતા રહેશે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.

Jupiter’s ongoing rule could bring you good news in the week. Visitors will frequent your home. Old investments will prove beneficial. You will fulfill the demands of yours elders. Financial gains are indicated. You will meet your favourite person. Pray ‘Sarosh Yazad’ every day.

Lucky Dates: 9, 10, 11, 12


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

25મી જૂન સુધી શનિની દિનદશા ચાલશે તેથી કોઈપણ જાનું રીસ્ક લેશો નહીં. રોજના કામ પણ સારી રીતે નહીં કરી શકો. માથાપર ચિંતાનો બોજો વધી જશે. તબિયતમાં સારા સારી નહીં રહે. અંગત વ્યક્તિ નાની બાબતમાં નારાજ થશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 8, 10, 13, 14 છે.

Saturn’s rule till 25th June poses impediments in the execution of your daily work. You could feel tensions rising. Health could go down. A special person could get upset with you. Pray ‘Moti Haptan Yasht’ daily.

Lucky Dates: 8, 10, 13, 14


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જૂન સુધી બુધની દિનદશા ચાલશે. તેથી તમારા કામ સમય પર પૂરા કરી શકશો. આ અઠવાડીયામાં પૈસા બચાવી ઈનવેસ્ટ અવશ્ય કરજો. તમારી સાથે થયેલ ફેમિલીના મતભેદ દૂર કરી શકશો. મુશ્કેલી ભર્યા કામ પણ સહેલાઈથી પૂરા કરી શકશો.  દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.

 

Mercury’s rule till 18th June helps you complete your work efficiently. Ensure to make investments. Your financial issues will get resolved. You will be able to complete even difficult tasks with ease. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 9, 10, 11, 12


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

20મી જુલાઈ સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. ધારેલા કામ વીજળીવેગે પૂરા કરશો. નાણાકીય ફાયદો મળતો રહેશે. આપેલા પ્રોમીશ પૂરા કરશો. દલાલીના કામમાં કમાઈ લેશો. શેર-માર્કેટમાં ઈનવેસ્ટ કરવાથી ભવિષ્યમાં ફાયદો થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 8, 10, 13, 14 છે.

Mercury’s rule till 20th July brings you success at work. You will complete your work at lightning speed. Financial gains are indicated. You will be able to deliver on promises made. Investing in the share market could bring in future profits. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 8, 10, 13, 14


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

23મી જૂન સુધી મંગળની દિનદશા ચાલશે. તમે સ્વભાવે ચિડિયા થઈ જશો.  સમજ્યા વગર કોઈ પણ ડીસીઝન લેશો નહીં. ઘરમાં ખોટા ખર્ચ વધી જશે. ભાઈ બહેનમાં મતભેદ પડશે. વાહન સંભાળીને ચલાવશો. કોઈપણ કામ સંભાળીને કરશો. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 11, 12 છે.

Mars rule till 23rd June could cause you to get hot headed. Avoid making any decisions without analyzing the situation. Household expenses could rise unnecessarily. You could get into arguments with siblings. Be careful while driving/riding any vehicle. Work responsibly. Pray ‘Tir Nyaish’ every day.

Lucky Dates: 8, 9, 11, 12

 

Leave a Reply

*