Your Moonsign Janam Rashi This Week –
15 June, 2019 – 21 June, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી જૂન સુધી મનને શાંત રાખીને તમારા અગત્યના કામ કરી લેજો. નાના પ્લાન બનાવતા તેમાં સફળતા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. નેગેટીવ વિચાર કરતા નહીં. બીજાને મદદ કરી શકશો. ઘરવાળાની જવાબદારી પૂરી કરી શકશો. ‘તીર યશ્ત’ સાથે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

Try to complete all your important work by 25th June. For success make short-term plans. Financial stability indicated. Avoid giving in to any negative thoughts. You will be helpful to others. You will be able to cater to the needs of family members. Pray 34th Name ‘Ya Beshtarna’ 101 times, along with Tir Yasht daily.

Lucky Dates: 18, 19, 20, 21


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી જુલાઈ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી રોજના પ્લાન બનાવી આગળ વધશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. નાના ફાયદા મળતા રહેશે. મિત્ર નારાજ હશે તેને મનાવી શકશો. નવા કામમાં સફળતા મળશે. સેલ્ફકોન્ફિડન્સ વધી જશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 15, 16, 17, 20 છે.

The Moon’s rule till 26th July, so make daily plans for continued success. Ensure to make investments. You will continue to gain benefits. You will be able to get friends who are upset with you, to come around. Success in new ventures is indicated. Your self confidence will increase. Pray 34th Name ‘Ya Beshtarna’ 101 times, daily.

Lucky Dates: 15, 16, 17, 20


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

આજનો દિવસ સુખમાં પસાર કરવાનો બાકી છે. ઘરવાળાની ઈચ્છા પૂરી કરી આપજો. કાલથી 20 દિવસ સુર્યની દિનદશામાં તમારા મગજને ગરમ કરી નાખશે. માથાના દુ:ખાવાથી પરેશાન રહેશો. વડીલ વર્ગની ચિંતા વધી જશે. 5મી જુલાઈ સુધી અગત્યના તથા સરકારી કામ કરતા નહીં.96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 16, 17, 20, 21 છે.

Today will be spent in peace. For twenty days starting tomorrow, the Sun’s rule could make you hot-headed. You could suffer from headaches. Concerns for the elderly could increase. Avoid doing any important or legal/government related work till 5th July. Pray 96th Name ‘Ya Rayomand’ 101 times daily.

Lucky Dates: 16, 17, 20, 21


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

16મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે. મોજશોખ વધી જશે. ધનનો ખર્ચ કરી શકશો. ખાવાપીવામાં ખર્ચ વધી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. તમારા કામ સારી રીતે પૂરા કરી શકશો. નવી વ્યક્તિના પ્રેમમાં પડશો. તબિયતમાં સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 15, 16, 18, 19 છે.

Venus’ rule till 16th July will increase your proclivity towards entertainment and fun. Expenses will increase. Financially you will do well. You will be able to execute all your work well. You could fall in love with a new person. Health will be good. Pray to Behram Yazad daily.

Lucky Dates: 15, 16, 18, 19


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને 4થી જૂન સુધી શુક્રની દિનદશા ચાલુ થયેલી છે તેથી લાઈફ પાર્ટનર મળવાના ચાન્સ છે. કામમાં પ્રમોશન મલવાના ચાન્સ છે. બીજા કરતા તમારા કામ પહેલા પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ફેમિલી સાથે હોલીડે પર જઈ શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 17, 18, 20, 21 છે.

The beginning of Venus’ rule heralds the opportunity of finding a life partner. A promotion at work is on the cards. Financial stability indicated. You will be able to complete your work with speed. You could take your family for a holiday. Pray to Behram Yazad daily.

Lucky Dates: 17, 18, 20, 21


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

રાહુની દિનદશા ચાલુ હોવાથી કોઈપણ કામમાં તમારૂં મન નહીં લાગે. નાણાકીય બાબતમાં ખુબ મુશ્કેલી આવશે. ખર્ચ પર જેટલો કાપ મુકશો તેટલો વધશે. નેગેટીવ વિચારને કારણે તબિયત ખરાબ થશે. ઘરમાં શાંતિ નહીં રહે. બહાર મન નહીં લાગેે. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 15, 16, 17, 20 છે.

Rahu’s rule makes it difficult for you to focus on any work. Financially you could face strains. Despite trying to control expenses, they will increase. Negative thoughts could end up hurting your health. Peace at home could get disturbed. To pacify Rahu, pray the Mahabokhta Niyaish.

Lucky Dates: 15, 16, 17, 20


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પૂરી કરજો. ધર્મનું કામ કરી શકશો. મિત્રોને મદદ કરી શકશો. ગુરૂની કૃપાથી નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. જ્યાં કામ કરતા હશો ત્યાં માન મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

Jupiter’s rule till 23rd June calls for you to first cater to the wants of your family members. You will be able to indulge in religious work. You will help your friends. You will gain respect at your workplace. Financial stability is indicated. Pray Sarosh Yasht daily.

Lucky Dates: 18, 19, 20, 21


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

23મી જુલાઈ સુધી ગુરૂની દિનદશા ચાલશે. દરેક કામમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. મનગમતી વ્યક્તિ મળશે. તબિયતમાં સુધારો થશે. બાળકોનો સાથ મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 15, 16, 17, 21 છે.

Jupiter’s rule till 23rd July will bring you anonymous help in all your work. Promotion at the workplace is on the horizon. Financial, you will do well. You will meet a favorite person. Health will improve. Your children will be supportive. Pray Sarosh Yasht daily.

Lucky Dates: 15, 16, 17, 21


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

25મી જૂન સુધી શનિની દિનદશા ચાલશે. તબિયતની ખાસ સંભાળ રાખજો. શનિ તમને માથાનો દુ:ખાવો તથા પેટની માંદગી આપશે. ખાવાપીવામાં ધ્યાન આપજો. ડોકટરના બીલ ભરવા પડશે. શનિ તમને આળસુ બનાવી દેશે. રોજના કામમાં મુશ્કેલી આવશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 16, 18, 19, 21 છે.

Saturn’s rule till 25th June could bring you headaches or stomach related problems. Take care of your diet as you could end up needing a doctor. You will feel lethargic in having to perform your daily chores. Pray Moti Haptan Yasht daily.

Lucky Dates: 16, 18, 19, 21


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

પહેલા ત્રણ દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. લેતી-દેતીના કામ પહેલા પૂરા કરી લેજો. 18મીથી શરૂ થતી શનિની દિનદશા નાણાકીય મુશ્કેલી આપશે. જેની પાસે પૈસા ઉધાર લીધા હશે તે ભરપુર તકલીફ આપશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 15, 16, 17, 20 છે.

 

With the last three days under Mercury’s rule, ensure to complete all work related to lending and borrowing. Saturn’s rule from the 18th of June could pose financial difficulties. Your creditors could prove very troublesome. Pray Moti Haptan Yasht daily.

Lucky Dates: 15, 16, 17, 20


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

20મી જુલાઈ સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારૂં મગજ વાપરી આગળ વધી શકશો. મીઠી જબાન વાપરી પારકાને પોતાના બનાવી લેશો. તમારા ચાલુ કામમાં બીજા કામ પણ પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. કામકાજ વધારવા મુસાફરી કરવી પડશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો.  દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

Mercury’s rule till 20th July suggests that you use intelligence in the days ahead. Speaking sweetly will help you convert strangers to friends. You will be able to complete extra work along with your ongoing tasks. Financially you will do well. Ensure to make investments. You will need to travel for business expansion. Pray Meher Niyaish daily.

Lucky Dates: 17, 18, 19, 20


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

23મી જૂન સુધી મંગળની દિનદશા ચાલશે તેથી જે પણ ડીસીઝન લો તે 23મી પછી લેજો. માથાના દુ:ખાવાથી પરેશાન રહેશો. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. નાણાકીય બાબતમાં મુશ્કેલીઓ આવશે. ચિંતાઓ વધી જશે. નવું વાહન લેતા નહીં. વાહન હોય તો સંભાળીને ચલાવજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 15, 16, 18, 21 છે.

Mars’ rule till 23rd June, suggests that you take any decisions after the said date. You could suffer from headaches. The home front could pose issues. Financially you could face constraints. Your worries could increase. Avoid buying new vehicles and ensure to ride or drive your vehicles with caution. Pray Tir Yasht daily.

Lucky Dates: 15, 16, 18, 21

 

Leave a Reply

*