Your Moonsign Janam Rashi This Week –
29 June, 2019 – 5 Julu, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે તમારા ગુસ્સા ઉપર જરાબી કાબુ રાખી નહી શકો. ઘરમાં ભાઈ-બહેના હશે તો તેઓની સાથે નાની-નાની મતભેદ જતા હશે. તમે તેમનું સારૂ કરવા માટે જશો તોબી તે વ્યક્તિ તમને જશ નહી આપે. મંગળ તમોને તમારા કામમાં ગુંચવડ ઉભી કરી નાખશે. નાણાંકીય સહાય કરતા નહી. તીરયશ્ત ભણવાનું ભુલતા નહી.

શુકનવંતી તા. 29, 3, 4, 5 છે.

Mars’ rule till 24 July could make it difficult for you to control your temper. Squabbles with siblings could take place at home. Even those you try to help, will not respond positively. Mars could pose constraints in the smooth flow of your work. Avoid lending money. Pray Tir Yasht daily.

Lucky Dates: 29, 3, 4, 5.

 


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમોને હાલમાં તમારા કામકાજની અંદર શાંતિ સાથે ધનલાભ મલતા રહેશે. તમારા કરેલ કામની અંદર સેલ્ફ કોન્ફીડન્સ ખુબજ આવી જશે. જેબી ધનલાભ મલતા હોય તેને જવા દેતા નહી. ચંદ્રની કૃપાથી હાલમાં તમે જેબી ડીસીજન લેશો તેમાં સમજી વિચારીને આગળ વધશો. નાની મુસાફરીનો ચાન્સ મલતો રહેશે. ધારેલા કામને પુરા કરી શકશો. 34મું નામ યા બેસ્તરના 101 વાર ભળજો.

શુકનવંતી તા. 30, 1, 4, 5 છે.

Under the Moon’s rule, you will prosper at your work and be at peace. You will gain a great deal of self-confidence working on your independent initiatives. Do not miss out on any opportunities of gaining wealth. With the blessings of the moon, ensure to deliver on decisions made, with a lot of thought and insights. Short travel is indicated. You will be able to complete work undertaken by you. Pray the 34th Name -Ya Beshtarna – 101 times

Lucky Dates: 30, 1, 4, 5 .

 


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

છેલ્લુ અઠવાડિયું જ સૂર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી 5મી સુધી કોઈબી જવાબદારી ભરેલું કામ, સરકારી કામથી દુર રહેજો. સૂર્યને કારણે મગજમાં શાંતી નહી રહેવાથી ખોટા ડીસીજન લઈ લેશો. હાઈ પ્રેશરથી પરેશાન થતા રહેશો. વડીલ વર્ગની તબીયત અચાનક બગડી જશે. 96મું નામ યા રયોમંદ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 30, 2, 3, 5 છે.

With the last week remaining under the Sun’s rule, you are advised to avoid taking on any responsibilities or government-related work till 5th of July. Lack of mental peace caused by the Sun’s influence could lead you to making wrong decisions. High BP could trouble you. Health of elders could go down. Pray the 96th Name – Ya Rayomand – 101 times.

Lucky Dates: 30, 2, 3, 5.

 


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

16મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા અગત્યના કામો પહેલા પુરા કરી લેજો. હાલમાં કોઈક કામમાં અટકેલા હો તો ઓપોજીટ સેક્સનો સાથ મલતો હોય તો લઈ લેજો. શુક્રની કૃપાથી ખર્ચ વધી જવા છતાંબી નાણાંકીય મુશ્કેલી નહી આવે. કામકાજની અંદર સારાસારી રહેશે. હાલમાં રોજ બહેરામ યઝદની આરાધના કરજો.

શુકનવંતી તા. 29, 1, 3, 4 છે.

Venus’ rule till 16th July suggests that you complete all important tasks first. If any of your current projects are stalled, be open to assistance from the opposite gender to help you. Venus’ influence could lead to an increase in expenditure, but this would not bring you down financially. All will go well at work. Pray daily to Behram Yazad.

Lucky Dates: 29, 1, 3, 4.

 


LEO | સિંહ: મ.ટ.

05Leo

16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી મોજશોખ ઘટાડવાની કોશીશ કરતા નહી. ખર્ચ કરવા છતાંબી શુક્રની કૃપાથી તમોને નાણાંકીય મુશ્કેલી નહી આવે. બીજાને મદદ કરવા માટે થોડું કામ વધુ કરવું પડશે. રોજના કામ ખુબજ સારી રીતે કરી શકશો. ઓપોઝીટ સેક્સ તરફથી માન સારૂં મેળવશો. હાલમાં રોજ બહેરામ યઝદની આરાધના કરજો.

શુકનવંતી તા. 30 થી 2 છે.

With Venus’ rule till 16th August, there is no point in trying to control your inclination towards fun and entertainment. Despite your expenses, you will not undergo any financial issues, with Venus’ blessings. You might need to walk that extra mile to help another. You will be able to execute your daily chores smoothly. You will receive respect from the opposite gender. Pray to Behram Yazad daily.

Lucky Dates: 30, 1, 2.

 


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

છેલ્લુ અઠવાડયું જ રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી બને એટલી શાંતી રાખીને બધાની સાથે વાત કરજો. બીજાઓ તમને નાની-નાની વાતમાં ઈરીટેડ કરી નાખશે. રાહુ તમોને નેગેટીવ વિચારો આપી દેશે. તેથી તમારી વિચારવાની શક્તિ ઓછી થઈ જશે. નાણાંકીય મુશ્કેલી આવતી રહેશે. રોજ મહાબોખ્તાર નીઆએશ ભણજો.

શુકનવંતી તા. 29, 1, 4, 5.

With the last week remaining under the Rahu’s rule, you are advised to try to be as calm as possible while communicating with people. Others could annoy you over petty matters. Rahu could cause you to nurture negative thoughts – this could pose a hindrance in thinking rationally. Financial constraints could increase. Pray the Mahabokhtar Nyaish daily.

Lucky Dates: 29, 1, 4, 5.

 


LIBRA | તુલા: ર.ત.

07Libra

6 ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા અંગત માણસોબી તમને સમજી નહી શકે. તે લાકોને સારી સલાહ આપશો તો તે તેમનાં મગજમાં ફીટ નહી બેસે.જ્યાં એક જગ્યા નાણાં બચાવી જશો તો બીજી બાજુ ચાર જગ્યાએ ખોટા ખર્ચ વધી જશે. ખોટા વિચારોથી ઘેરાયેલા રહેશો. દરરોજ બહાબોખ્તાર નીઆએશ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.

Rahu’s rule till 6th August could cause even those close to you to not understand you. Even your good advice will not seem to fit in with people. Your efforts to try saving in one area, will end up with you having to spend that much more in four other areas. Negative thoughts could consume you. Pray the Mahabokhtar Nyaish daily.

Lucky Dates: 30, 1, 2, 3.

 


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

23મી જુલાઈ સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા હાથથી જાણતા કે અજાણતા ભલાઈનું કામ થઈ જશે. તમારા માથા ઉપરના કરજદારીનો બોજો ઓછો થઈ જશે. કુટુંબીક વ્યક્તિ તમોને ભરપુર માન-સન્માન આપશે. તમારાથી છુટા પડેલા મિત્રોનો દિલ જીતી લેશો. સરોશ યશ્ત ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 29, 2, 4, 5 છે.

Jupiter’s rule till 23rd July will cause you to, inadvertently or knowingly, do good deeds. Your debts will lessen. Your family will show you great respect. You will win back friends you had a fall out with. Continue to pray the Sarosh Yasht.

Lucky Dates: 29, 2, 4, 5.

 


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે જેબી ડીસીજન લેશો તેમાં તમારો કોન્ફીડન્સ સારો રહેશે. ગુમાવેલ ચીજવસ્તુ પાછી મેળવી શકશો. નેગેટીવ વિચારોને પોજીટીવ બનાવીને આગળ વધી જશો. નાણાંકીય મુસીબતને મહેનત કરીને દુર કરી શકશો. દરરોજ સરોશ યશ્ત ભણજો.

શુકનવંતી તા. 30, 1, 3 ને 4 છે.

The ongoing Jupiter’s rule will infuse a sense of self-confidence in all your decisions. You will retrieve lost items. You will be able to move on if you turn your negative thoughts into positive ones. You will be able to resolve any financial issues with hard work. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 30, 1, 3, 4.

 


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

26મી જુલાઈ સુધી શનીની દિનદશા ચાલશે. ઘરમાં ધણી-ધણીયાણીમાં નાની-નાની વાતમાં મતભેદ પડી જશે. નાણાંકીય સ્થિતી સારી નહી રહે તેથી ઘરવાળા નારાજ થશે.  તમારા કામમાં નાની ભૂલને કારણે તમારે નીચા જોવાનો સમય આવશે. તબીયતની સંભાળ રાખજો. દરરોજ મોટી હપ્તન યશ્ત ભણજો.

શુકનવંતી તા. 29, 30, 2, 5 છે.

Saturn’s rule till 26th July could cause petty squabbles between husband and wife. Your family could get annoyed over unstable finances. You will be made to feel ashamed over a small mistake made at work. pray the Moti Haptan Yasht.

Lucky Dates: 29, 30, 2, 5.

 


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

20મી જુલાઈ સુધી બુધ જેવા બુદ્ધિશાળી ગ્રહની દિનદશા ચાલશે. કામકાજને વધારવા માટે વધુ કામ કરીને થાકશો નહી. મિત્રોની સલાહ લઈને તમારા અધરા કામને સહેલા બનાવી દેશો. મનગમતી વ્યક્તિ તરફથી સારા સમાચાર મલવાનો ચાન્સ છે. કરકસર કરીને થોડીઘણી બચત કરાવી શકશો. દરરોજ મહેર નીઆએશ ભણજો.

શુકનવંતી તા.1, 2, 3, 4 છે.

Ruled by Mercury’s intelligence till 20th July, you will not feel fatigued working towards expanding your business. Advice from friends could help see incomplete projects get complete. You will receive good news from a special person. You will somehow manage to save money. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 1, 2, 3, 4.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

હાલમાં તમોને વાણીયા ગ્રહ બુધની દિનદશા 20મી ઓગસ્ટ સુધી ચાલશે તેથી રોજના જીવનમાં થોડો ઘણો ફેરફાર કરીને બચત કરી લેજો. ધન રોક્યા વગર ધન કમાવાના ચાન્સ છે. બીજાના સાચા સલાહકાર બની શકશો. ગામ પરગામથી સારા સમાચાર મળશે. હાલમાં મહેર નીઆએશ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 29, 30, 2 ને 5 છે.

Mercury’s rule till 20th August, will help you save some money. You will get the opportunity to earn a lot of money. You could become an honest advisor to another. You will receive good news from overseas. Continue to pray the Meher Nyaish daily.

Lucky Dates: 29, 30, 2, 5.

 

 

Leave a Reply

*