દીની દોરવણી: ધાર્મિક જીંદગી એટલે સંપુર્ણ જીંદગી

આપણે ઘણીક વાર “ધાર્મિક જીંદગી’ માટે બોલાતું સાંભળીએ છીએ કે આપણે ધાર્મિક જીંદગી ગુજારવી જોઈએ. ત્યારે ધાર્મિક જીંદગી એટલે શું? એ બાબે તરેહવાર વિચારો છે. કોઈ કહેશે કે ઈશ્વરને હંમેશા યાદ કર્યા કરવું, એ ધાર્મિક જીંદગી. એ મુજબ સાધુ, વેેરાગી, ફકીર, જોગીની જીંદગી કોઈ ધાર્મિક જીંદગી ગણે છે. કોઈ કહેશે કે પ્રામાણિકપણે આપણે આપણું કામ કર્યે, આપણો ધંધોરોજગાર કર્યેે, કોઈને દુ:ખ નહિ દિએ, એ ધાર્મિક જીંદગી. વળી કોઈ કહેશે કે ધર્મપુસ્તકોએ અને રેવાજો ફર્માવેલાં ક્રિયાકામ કરવાં યા રેવાજ પાળવા, એ ધાર્મિક જીંદગી. એવા તરેહવાર જવાબો મલશે. એવા સર્વ જવાબો કાંઈ ખોટા જવાબ નથી, પણ તેમ તેઓ સંપુર્ણ સહી જવાબો પણ નથી. ખરેખર ધાર્મિક જીંદગી, તે સંપુર્ણ જીંદગી  (રીહહ હશરય)  હોવી જોઈએ. સંપુર્ણ જીંદગી એ ધાર્મિક જીંદગીનું બીજું નામ હોવું જોઈએ.

પહેલાં આપણે સંપૂર્ણ જીંદગી તે શું તે સમજીએ. સંપૂર્ણ જીંદગી એટલે આપણી જીંદગીમાં આપણે જે જે ફરજોથી બંધાયા હોઈએ તે તે ફરજો બજા લાવવા સાથની જીંદગી. તે ફરજો  કોણના તરફ? તે ફરજો “સર્વ” તરફ. “સર્વ” તરફ એટલે શું? તમારી આંખો ઉઘાડો, વધુ ઉઘાડો અને વધુ ઉઘાડો. તમારી આંખો બંદ કરો, વધુ બંદ કરો અને વધુ બંદ કરો. એમ કરતા તમોને જેબી કાંઈ દેખાય તે “સર્વ”

એક હાથ ઉપર દુર્બિન લેઓ. દૂરમાં દૂર જોનારી, મરબૂતમાં મજબૂત દુર્બીન લેઓ અને દૂર નજર કરો. બીજા હાથ ઉપર સૂક્ષ્મદર્શક યંત્ર લેઓ. સુક્ષ્મીકમાં સુક્ષ્મીક પદાર્થો જોનારૂ યંત્ર લેઓ અને નજદીકમાં નજદીક, બારીકમાં બારીક ચીજો  જુઓ. એ બેઉ યંત્રોથી જે દેખાય તે “સર્વ” વળી તમારી આંખો જાણે બંદ કરી તમારાં મનની અનદીથ આંખે તમારા ભીતરમાં, તમારા જીગરમાં, તમારા હૈડાંમાં જુઓ. ગોર કરો, વિચાર કરો. ત્યાંથી તમોને જે પ્રેરણા મળે, જે ભાન મલે કે તમારે ફલાળું કરવું જોઈએ, ફલાણી રીતે કામ કરવું જોઈએ, તે રીતે કામ કરો. એવું ભાન તે પણ “સર્વ” ખ્યાલ આપે છે. ત્યારે “સર્વ” તરફની એ ભાન સાથની તમારી ફરજ તમો બરાબર બજા લાવો તે “સંપૂર્ણ જીંદગી” અને તે “સંપૂર્ણ જીંદગી” તે “ધાર્મિક જીંદગી”

About ડો. સર જીવનજી જમશેદજી મોદીની દીની દોરવણીમાંથી

Leave a Reply

*