દીની દોરવણી: માયા મહેેરબાની માટેનો જગપ્રસિદ્ધ નિયમ

જાણીતા ચીનાઈ ફીલસુફ કોનફ્યુશિઅસના આ શબ્દો છે કે –

“તમો જે કાંઈ બીજાઓ તમારી તરફ કરે તે, પસંદ નહિ કરો, તે તમો પોતે પણ બીજાઓ તરફ ના કરો.”

કોનફ્યુશિઅસ વધુ કહે છે – “એક માણસ જે ચીજ પોતાાના વડાઓમાં નાપસંદ કરતો હોત, તે ચીજ પોતાથી ઉતરતાઓ તરફ તેને કરવા દેવી નહિ.”

મહાભારતમાં નીચલી શિખામણો કહે છે – (ક) “જે રીતે તમો ઈચ્છતા હોવ કે બીજાઓ તમારા તરફ વર્તે તે રીતે તમો બીજાઓ તરફ વર્તો.”

(ખ) “તમો જે ચીજ બાબે ઈચ્છો કે તમારો પડોશી તમારા તરફ નહિ કરે તે ચીજ તમો પણ તમારા પડોશી તરફ ના કરો.”

(ગ) એક માણસ પોતાના પાડોશીઓ તરફ પોતાની માફક જ નજર કરવાથી પોતાની વર્તણુક માટે એક વેહવારૂ કાનુન મેલવે છે.

ફ્રીમેસનોમાં પણ એવી શિખામણ પોતાના પંથમાં નવા દાખલા થનારને દેવામાં આવે છે.

બીજાઓ તરફ માયા મહેરબાનીથી વર્તવાના એ નિયમની ખૂબીનો સાર આ કે, એ નિયમથી તમો જાણે દુનિયા ખરીદી શકો છો. એક લખનાર કહે છે તેમ –

“તમો તમારા હાથો, આંખો, જીગર અને આત્મા તરફ વર્તો તેમ તમો બીજાઓ તરફ અત્યંત સંભાળ અને માયાથી વર્તો. તેઓ એક મોટા હસ્તીતત્વના તમારા જેવા દુ:ખસુખ ભોગવનારા ભાગ હોય તેમ વર્તો.”

દુનિયામાં ઘણા ધર્મો છે. તેઓનાં ધર્મપુસ્તકો તરેહવાર શિખામણ દે છે, પણ એક લખનાર કહે છે તેમ દુનિયાને જે જોઈએ છે તે આ ઉપલા જ કિંમતી વિચારો છે. તે લખનારના શબ્દો નીચે પ્રમાણે છે :-

“ઘણાક દેવતાઓ છે અને ઘણાક ધર્મો છે. ઘણાક માર્ગો છે કે જે ફરતા અને ફરતા ફરે છે. પણ આ ફાની દુનિયાને જે જોઈએ છે તે તો માયા મેહરબાની ભર્યા થવાનું કામ છે.”

હવે આ શિખામણ કે તમારી આજુબાજુનાઓ તરફ એવી રીતે વર્તો કે જેમ તમો ઈચ્છો કે તેઓ તમારા તરફ વર્તે, તે આજુબાજુનાઓ કોણ? નહિ કે ફક્ત તમારા માણસ જાત જ, પણ પ્રાણી માત્ર, તમારા ગોસફંદો અને તમારી કુલે જાનદાર પેદાયશ – નાની કીડીથી તે મોટા હાથી સુધીની સર્વ જાનદાર પેદાયશ. એ સર્વ જાનદાર પેદાયશ તરફ માયા મેહરબાની દેખાડવી, તે જાણે ખુદાતાલાની નકલ કરવા બરાબર છે.

About ડો. સર જીવનજી જમશેદજી મોદીની દીની દોરવણીમાંથી

Leave a Reply

*