આનંદમાં પારસીપણું સમાયેલું છે

ખુશી એવી અદભુત લાગણી છે જે આપણે ત્યારે અનુભવીએ છીએ જ્યારે આપણને લાગે છે કે જીવન બહુ સારું છે અથવા તો સારી રીતે પસાર થઈ રહ્યું છે અને જ્યારે આપણે કોઈ કારણ વિના સ્મિત કરીએ છીએ. એ સુખાકારી, આનંદ, સંતોષ, ગર્વ, કાર્યસિદ્ધિ, સફળતા અથવા સમાધાનની લાગણી છે. ખુશીની આ લાગણી ગમે એટલી ક્ષણભંગુર કેમ ન હોય, તેમને આપણે હંમેશાં આવકાર આપીએ છીએ અને તેની રાહ જોઈએ છીએ. આપણામાંના મોટાભાગના લોકોને ખુશીની ઔપચારિક વ્યાખ્યાની જરૂર નથી હોતી કે ન તો આપણને એની કોઈ પરવા હોય છે; આપણને જ્યારે તેનો અનુભવ થાય છે ત્યારે ખબર પડી જાય છે કે આપણે ખુશ છીએ. વ્યક્તિને જે કરવું ગમતું હોય એમાંથી મોટા ભાગે તેને ખુશી મળતી હોય છે અને અર્થપૂર્ણ સંબંધો બાંધવામાં પણ ખુશી મળે છે, પછી એ સંબંધ પરવરદિગાર સાથે હોય, કુટુંબ સાથે હોય, મિત્રો સાથે હોય કે કોઈની પણ સાથે હોય. શૈક્ષણિક રિસર્ચ ખરેખર તો એ વાતની ટેકો આપે છે કે મજબૂત સામાજિક આધારનો સીધો સંબંધ અનેક પોઝિટિવ પરિણામોમાં આવે છે.

એક જૂની કહેવત છે, ખુશી તરફ જવાનો કોઈ માર્ગ નથી; ખુશી પોતે જ માર્ગ છે – જ્ઞાનના ખજાના સમી આ વાત એકદમ મૂળભૂત બાબત છે. ખુશી પામવા માટે આપણે સૌથી પહેલા તો આપણી સાથે અથવા આપણા જીવન સાથે શું ખોટું છે, તેના પરથી ધ્યાન હટાવવાની જરૂર છે અને આપણા વિશે અને આપણા જીવન વિશે શું સારું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા છે.

પારસીપણું એટલે કૃતજ્ઞતા અને સંતોષ

કૃતજ્ઞતાની લાગણીનું ખેડાણ આપણને સંતોષ અને શાંતિ તરફ લઈ જાય છે. સામાન્યપણે, કોઈ આપણા માટે કશુંક સારું કરે ત્યારે આપણે તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. પણ, જે લોકો ખરેખર આગળ વધ્યા છે, તેઓ દરેકને અને દરેક બાબત માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે, પછી એ સારી બાબત હોય કે ખરાબ. જીવન જે કંઈ આપે છે તેનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરનાર વ્યક્તિ ખરેખર ખુશ હોય છે.

સંબંધોનું મહત્ત્વ જીવનમાં છે એ વાસ્તવિકતાને આપણે ઘણીવાર સદંતર નકારી કાઢતા હોઈએ છીએ, પણ તેનું મહત્ત્વ તો છે જ. કોઈ વ્યક્તિ પાસે સફળ કરિયર, ધન-દોલત અને સારી હેલ્થ હોય પણ આધાર આપનાર અને પ્રેમાળ સંબંધો વિના તેને અધૂરું અધૂરું લાગ્યા કરશે અને આથી તે નાખુશ રહેશે.

ઝોરાષ્ટ્રિયન પરંપરામાં અને ખાસ કરીને ગાથા માં સર્વોચ્ચ દેવત્વને ફ્રિયા (સંસ્કૃત પ્રિય એટલે કે પ્યારું) તરીકે વર્ણવવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે મિત્ર અથવા પ્રિય. બીજા શબ્દોમાં પરવગદિગાર સાથેનો ઝોરાષ્ટ્રિયનનો સંબંધ મિત્રતા અને પ્રેમના પાયા પર ઊભો કરવામાં આવ્યો છે. પરવરદિગારને પ્રેમ કરવાનો છે તેનાથી ભય. રાખવાનું કોઈ કારણ નથી.

ઝોરાષ્ટ્રિયન પરંપરામાં, પરવરદિગારને કોઈ બલિદાન કે ઉપવાસથી પ્રસન્ન નથી કરવાના.. અહુરા મઝદા ઇચ્છે છે કે બધા જ લોકો ઉશ્તા એટલે કે ખુશી-આનંદનો અનુભવ કરે. પણ અહુરા મઝદા સાથે દેસ્તી કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો કયો. પરોઢિયે જે લોકો હોશબામ પઢે છે, તેમને આ શબ્દો યાદ હશે, નસ્ત્રઅશા વહિશ્તા, અશા સ્રેષ્ઠા, દરેસ્મા થ્વા, પૈરી થ્વા જામ્યામા, હમેમ થ્વા હખ્મા -જેનો અર્થ થાય છે, શ્રેષ્ઠ ઈમાનદારી દ્વારા, અદભુત ઈમાનદારી દ્વારા, હે અહુરા મઝદા, અમને તમારી ઝલક મળે અને અમે તમારી નજીક આવીએ અને તમારી શાશ્વત મિત્રતાને પામીએ.

ઉશ્તા અથવા ખુશી ઝોરાષ્ટ્રિયન ધર્મશાસ્ત્રના કેન્દ્રમાં છે અને ખુશીની ચાવી ઝરથ્રુસ્ટએ ઉશ્તાવૈતી ગાથામાં આપી છે, ઉશ્તા અહમૈઈ યહમૈઈ ઉશ્તા કહમૈઈ ચિત – ખુશી એને મળે જેના કારણે બીજાને ખુશી મળે છે!

નવરોઝ મુબારક!

Leave a Reply

*