સમજુને શિખામણ

જીવડા જાગીને જો ઘેરી નીદર માંહેથી.

દુર નીકળી ગયો છે, તું ધર્મના માર્ગથી

પ્રેમ કરો પરવરને ભાઈ અંતહકરણથી.

દાદારને દીલમાં રાખી, અશોઈનો રાહ અપનાવો.

કાયા માયા ક્ષણ ભંગુર છે. તેને દફનાવો.

મહેનતકશ બનો, ખુદનું ખાઓ અને ખવડાવો.

સર્વસ્વ તમારૂ અહુરમઝદને ન્યોછાવર કરો.

રાસ્ત રાહબર બની, પ્રજ્ઞાચક્ષુને માર્ગ બતાવો.

પારસી સામયીક વાંચી, વંચાવો, લખો ને લખાવો.

પારસી સમાજમાં ફેલાતા અનિષ્ઠોને અટકાવો.

Leave a Reply

*