Your Moonsign Janam Rashi This Week –
31st August, 2019 – 6th September, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તમારા કામો બુધ્ધીબળ વાપરીને કરી શકશો. નાણાંકીય બાબતની અંદર બચત કરવામાં સફળ થશો. હાલમાં કરેલી બચત તમને ખરાબ સમયમાં કામમાં આવશે. મિત્રોને પોતાના બનાવી લેશો. જ્યાબી કામ કરતા હશો ત્યાં તમારી કદર ખુબજ થશે. કામકાજને વધારવા માટે ગામ-પરગામ જવામાં આનાકાની નહી કરો. પ્રેમમાં પડેલ હશો તો પ્રેમી કે પ્રેમીકા તરફથી સારા સમાચાર મળશે. હાલમાં દરરોજ મહેર નીઆએશ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 31, 1, 3 ને 4 છે.

Mercury’s rule till 20th September will facilitate you to work intelligently. You will be successful in saving money. Your current savings will hold good on a rainy day. You will win over friends. You will gain great appreciation at your workplace. To expand your work, do not hesitate to travel extensively. Those in love will get good news from their loved ones. Continue to pray the Meher Nyaish daily.

 

Lucky Dates: 31, 1, 3, 4.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમારી રાશીના માલિક શુક્રના પરમ મિત્ર બુધની દિનદશા ચાલુ હોવાથી તમોને 21મી ઓક્ટોબર સુધીમાં કામકાજની અંદર ખુબજ સંતોષની સાથે વળતરબી મલતુ રહેશે. બીજાના મદદગાર બનીને તે લોકોનું કામ સીધુ બનાવી દેશો. બુધની કૃપાથી નાનામાં નાનું કામ તમે સમય ઉપર પુરા કરવામાં સફળ થશો. ધનને સારી જગ્યાએ વાપરશો.ખોટા ખર્ચ ઉપર કાપ મુકવામાં સફળ થશો. સમજ્યા વગર કામ નહી કરો. મહેર નીઆએશ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 1, 2, 5 ને 6 છે.

Under Mercury’s rule, you will gain great satisfaction and returns from work by the 21st of October. You will be able to help others sort out their work. You will be able to use your intelligence to complete even the smallest tasks on time. You will put your money to good use and will be able to control unnecessary expenses. Do not undertake any work without proper understanding. Continue to pray the Meher Nyaish daily.

 

Lucky Dates: 1, 2, 5, 6.

 


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

24મી સપ્ટેમ્બર સુધી મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે. હાલમાં તમે સ્વભાવે ચીડીયા બની જશો. નાની નાની બાબતમાં ઈરીટેડ બની જશો. અંગત વ્યક્તિ ખોટી વાત કરીને તમને પરેશાન કરી નાખશે. ઘરવાળા તમને સમજી નહી શકે. તેનું દુ:ખ વધુ લાગશે. હાલમાં વાહન ચલાવતા હો તો ખુબજ સંભાળીને ચલાવજો. ઘરવાળાની તબીયતની ચિંતા વધુ હૈરાન કરશે. તાવ, માથાના દુ:ખાવાથી રોજના કામ કરવામાં વધુ મુશ્કેલીમાં આવશો. તીર યશ્ત ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 31, 3, 5 ને 6 છે.ે.

Mar’s heaty rule till the 24th September will make you feel irritable even in petty matters. Those close to you will cause you stress with their lies. The inability of your family to understand you will hurt you further. Drive or ride your vehicles with great caution. Your health could be a concern. Fever or headaches could pose challenges in executing your daily chores. Continue to pray the Tir Yasht daily.

 

Lucky Dates: 31, 3, 5, 6.

 


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

26મી સપ્ટેમ્બર સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. તમે તમારા ડીસીજન ખુબજ વિચાર કરીને લેશો. નેગેટીવ વિચાર બાજુમાં રાખીને પોઝીટીવ વિચાર કરતા હશો. નાની મુસાફરીના ચાન્સ મલતા રહેશે. રોજના કામની અંદર થોડો ઘણો ચેન્જીસ લાવી શકશો. ઘરવાળાને આનંદમાં રાખવા માટે તેમની ડીમાંડ પુરી કરવામાં પાક પરવરદેગારની મેહેરબાની તમારા ઉપર રહેશે. 101 નામ ભળી લીધા પછી 34મું નામ યાબેસ્તરના 101 વાર ભણજો.

શુકનવંતી તા. 1, 2, 3 ને 4 છે.

The calming Moon’s rule till 26th September will help you take decisions after good thought. You will be able to put the negative thoughts on the side and focus on the positive. Travel is indicated. You will be able to bring in a few changes in your daily work. You will have divine help in keeping your family happy by catering to their wants. After praying 101 Names, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.

 

Lucky Dates: 1, 2, 3, 4.

 


LEO | સિંહ: મ.ટ.

05Leo

છેલ્લું અઠવાડીયું જ સૂર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી ઘરવાળા તમારા માથાનો બોજો વધારી દેશે. સૂર્યને કારણે આંખે અંધારા આવી જશે. એટલે કે સામે પડેલી વસ્તુ તમને દેખાશે નહી. સરકારી કામની અંદર ખુબજ સંભાળીને કામ કરજો નહી તો બીજાઓ ફસાવી દેશે. તમારે કોઈકને પૈસા આપવાના હોય તો તેની માગણી પહેલા મુદત માંગી લેશો તો ફાયદામાં રહેશો. આજથી યારયોમંદ 101 વાર ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 31, 3, 5 ને 6 છે.

With the last week remaining under the Sun’s rule, your family could end up increasing mental stresses for you. The effect of the Sun’s rule could cause blindness (analogically), so much so that you will be unable to see objects right in front of you. Be extra cautious while working on Government related issues, else you could get falsely implicated. Request your creditors for more time to return their money, before they ask for it, as this will benefit you. From today pray ‘Ya Rayomand’ 101 times daily.

 

Lucky Dates: 31, 3, 5, 6.

 


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. તમે જેબી કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. ઓપોજીટ સેક્સના સાથ સહકારની સાથે એટ્રેક્શન વધી જશે. નાણાંકીય બાબતમાં જરાબી મુશ્કેલીમાં નહી આવે. તમે જેટલા ખર્ચ કરવા માંગતા હશો એટલો ખર્ચ કર્યા બાદ ભી નાણાંકીય મુશ્કેલીમાં જરાબી નહી આવો. હાલમાં ભુલ્યા વગર બહેરામ યઝદની આરાધના કરજો.

શુકનવંતી તા. 1, 2, 4 ને 6 છે.

Venus’ rule till 16th September will help make all your positive wishes come true. You will be extremely successful in all you do. There will be added support and attraction with the opposite gender. Financial stability is indicated. Despite spending to your heart’s content, you will not face any financial challenges. Ensure that you pray to Behram Yazad daily.

Lucky Dates: 1, 2, 4, 6.

 


LIBRA | તુલા: ર.ત.

07Libra

17મી ઓક્ટોબર સુધી વૈભવ અને મોજશોખના માલીક શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે જે બી ડીસીજન લેશો તેેને ચેન્જ નહી કરો. તમારો સેલ્ફકોન્ફીડન્સ પાવર વધારીને અધરા કામને સહેલા બનાવી દેશે. નાણાંકીય બાબતની અંદર સારાસારી રહેશે. તેમ છતા ગમે એટલી કોશીશ કરીને ધન બચાવવામાં સફળ નહી થાવ. શુક્રની કૃપાથી ખર્ચની સામે આવક આવવાથી કોઈબી મુસીબતમાં ફસાઈ નહી જાવ. શુક્રની કૃપા વધુ મેળવવા માટે બહેરામ યઝદની આરાધના કરજો.

શુકનવંતી તા. 31, 1, 3 ને 4 છે.

Venus’ rule till 17th September will create an atmosphere of revelry, so ensure you do not change your decisions flippantly. Your increase self-confidence will help you complete all unfinished business. Financially, this is a good phase. Despite your best efforts, you will not be able to save money. With Venus’ blessings, incoming flow of money will combat the expenses, ensuring do not land into any trouble. To please Venus, pray to Behram Yazad.

Lucky Dates: 31, 1, 3, 4.

 


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લું અઠવાડીયું જ રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી તબીયતની ખાસ કાળજી લેજો. ખાવાપીવામાં ધ્યાન નહી રાખો તો માંદગીની જાળમાં ફસાઈ જશો. કામની અંદરબી રૂકાવટ આવતી રહેશે. બને તો આ અઠવાડીયું શાંતીમાં પસાર કરી લેશો તો આવતા અઠવાડીયાથી સારાસારી શરૂ થઈ જશે. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થઈ જશે. વાંક ગુનાવગર તમારે નીચા પડી જશો. પૈસાનો વ્યવહાર કરતા નહી. હાલમાં મહાબોખ્તાર નિઆએશ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 1, 2, 5 ને 6 છે.
With the last week under Rahu’s rule, you are advised to take extra care of your health. Pay attention to your diet else you could fall sick. Work could encounter challenges. Try to spend this week as peacefully as possible. Next week onwards, all good and positive changes will take place. A favorite person could get annoyed with you over a petty issue. You will be shown down despite being faultless. Avoid monetary transactions. Continue to pray the Mahabokhtar Nyaish.

Lucky Dates: 1, 2, 5, 6.

 


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

હાલમાં તમોનેબી રાહુની દિનદશા 6ઠ્ઠી ઓક્ટોબર સુધી ચાલશે તેથી તમને નાની કે મોટી મુશ્કેલી આવવાની છે તે વાત જાણી લેજો. સીધા કામ કરવા જશો ત્યાં તમારા દુશ્મન તમારા મગજને ફેરવી નાખશે. તે કામ ઉલટા થઈ જશે. ધન ખર્ચ વધવાથી વધુ પરેશાન થતા રહેશો. તમારા પોતાના પૈસા ક્યાયક ફસાઈ ગયેલા હશે તો તેેને પાછા મેળવવા માટે તમારી કોશીશમાં સફળ નહી થાવ. હાલમાં તમોબી ભુલ્યા વગર મહાબોખ્તાર નીઆએશ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 31, 1, 3 ને 4 છે.

Rahu’s rule till 6th September, so be prepared for small or big challenges. Your retractors will try to change your mind from walking on the straight path, making it boomerang on you. Increase in expenditure will stress you further. You will not be successful in retrieving your money that is currently stuck. Ensure that you continue to pray the Mahabokhtar Nyaish.

Lucky Dates: 31, 1, 3, 4.

 


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધર્મ-ચેરેટીજ, બીજાને મદદ કરવાના કામો ખુબજ સારી રીતે કરી શકશો. જાણતા અજાણતા તમારા હાથેથી કોઈકનું ભલાઈનું કામ થઈ જશે. ગુરૂની કૃપાથી કોઈક વ્યક્તિને સાચો રસ્તો કે સાચી સલાહ આપીને તેના બગડતા કામને સુધારી આપશો. નાણાંકીય બાબતમાં નાના-નાના ધનલાભ મેળવીને ખુશ થઈ જશો. ઘરનું વાતાવરણ સારૂં રહેશે. દરરોજ સરોશ યશ્ત ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 1, 2, 5 ને 6 છે.

The ongoing Jupiter’s rule nudges you towards indulging in religious and charitable works. Inadvertently or knowingly, you will do good for another. Jupiter’s blessing will help you guide those along the right path, helping them to correct or solve their problems. Financially, small and pleasing profits are indicated. The home environment will be cordial. Continue to pray the Sarosh Yasht daily.

 

Lucky Dates: 1, 2, 5, 6.

 


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

હવે તો તમોને બી ગુરૂની દિનદશા ભરપુર સુખ આપીને રહેશે. તમારા દરેક કામો સીધા કરવામાં સફળ થશો. નાણાંકીય બાબતમાં ફાયદાની વાત જાણવા મળશે. ઘરવાળાને ઉપયોગી વસ્તુ લેવામાંબી તમે મદદગાર બની જશો. ફેમીલી મેમ્બર સાથેના મતભેદને સુધારી શકશો. પ્રેમી તરફથી મુલાકાત વધી જવાથી તમારા મનની વાત કરવામાં જરાબી અચકાશો નહી. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે દરરોજ સરોશ યશ્ત ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 31, 1, 3 ને 4 છે.

Jupiter’s rule brings along with it, immense happiness and satisfaction for you. You will be successful in all good work that you undertake. Financially you will receive beneficial information. You will be helpful in purchasing a utility item for family. You will be able to solve any misunderstandings in the family. With your loved one meeting you more frequently, you will be able to tell them what is on your mind. To further receive Jupiter’s blessings, continue to pray the Sarosh Yasht daily.

Lucky Dates: 31, 1, 3, 4.

 


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શનીની દિનદશા ચાલુ હોવાથી રોજના કામોમાં અડચણ આવતી રહેશે. નાણાંકીય ભીડ વધતી જશે. શની તમોને નેગેટીવ વિચારો ખુબજ આપશે. તમારા કરેલ કામની અંદર તમને વિશ્ર્વાસ નહી આવે. અગત્યના કામોને બાજુમાં મુકીને નકામા કામની અંદર સમય બરબાદ કરશો. ધણી-ધણીયાણી એકબીજાની મનની વાત સમજી નહી શકે. તેથી મતભેદ ખુબજ વધી જશે. શનિનું નિવારણ કરવા માંગતા હો તો મોટી હપ્તન યશ્ત ભણજો.

શુકનવંતી તા. 2, 3, 5 ને 6 છે.

Saturn’s ongoing rule will pose challenges in your daily work. Financially, your situation will worsen. You will end up harbouring lots of negative thoughts. You will not be able to have faith in your own work. You might end up putting important work on the side and wasting your time by prioritizing unnecessary chores. Spouses will not be able to understand each other, leading to an increase in squabbles. To placate Saturn, pray the Moti Haptan Yasht.

Lucky Dates: 2, 3, 5, 6.

 

Leave a Reply

*