Your Moonsign Janam Rashi This Week –
3rd August, 2019 – 9th August, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હાલમાં બુધની દિનદશા ચાલુ હોવાથી તમે જ્યાબી જશો ત્યાં બીજાઓ તમને ખુબજ સારૂ રીસ્પેક્ટ આપશે. નાણાંકીય બાબતની અંદર તમે થોડી કરકસર કરીને ધન બચાવવાની કોશીશમાં સફળ થશો. બચાવેલ ધનને સારી જગ્યાએ ઈન્વેસ્ટ કરી લેજો. લેતી-દેતીમાં ખુબજ ધ્યાન આપશો. બુધની કૃપાથી મિત્રોને સાચી સલાહ આપીને તેઓનું દિલ જીતી લેશો. નવા કામ કરવાની જગ્યાએ ચાલુ કામ ઉપર રહેવાનું પસંદ કરશો. હાલમાં દરરોજ મહેર નિઆએશ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 7 ને 8 છે.

 

Mercury’s ongoing rule brings you great respect anywhere you go. With a little effort you will be able to save money. Ensure to invest the savings. Be extra cautious when it comes to borrowing or lending. You will win over friends by giving them honest advice. You will prefer working on current ventures as compared to new initiatives. Pray the ‘Meher Nyaish’ daily.

Lucky Dates:3, 4, 7, 8.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મગજ ઉપરનો કંટ્રોલ જલદીથી ગુમાવી દેશો. નાની વાતમાં ખુબજ ગરમ થઈ જશો. તમો ખોટુ નહી કરતા હો તો બી તમારા દુશ્મન તમોને ખોટા સાબીત કરવાની કોશીશ જરૂર કરશે. હાલમાં ઘરમાં કોઈબી જાતનું નવું વાહન લેવાની ભૂલ કરતા નહી. વાહન સંભાળીને ચલાવજો. ખોટા વિચારોથી પરેશાન થઈ જશો. સમજ્યા વગરના કામ કરતા નહિ. મંગળને શાંત કરવા માટે રોજ તીર યશ્ત ભળવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 5, 6, 8 ને 9 છે.

 

Under Mars’ rule, you will not be in good control over your temper. You could get very angry over small matters. Despite not having done anything wrong, your detractors will go all out to prove that you are wrong. Avoid purchasing any new vehicles. And be careful while riding/driving your vehicles. Negative thoughts could take a toll. Do not undertake any work without a thorough understanding of the same. To pacify Mars, pray the ‘Tir Yasht’ daily.

Lucky Dates: 5, 6, 8, 9.

 


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી નાની મુસાફરી કરવામાં જરાબી પ્રોબ્લેમ નહી આવે. મુસાફરીમાં જશો ત્યાંબી તમોને મનનો આનંદ તો મળશે સાથે સાથે કંઈક નવું જાણવાનું મળી રહેશે. કોઈબી જાતની ચિંતામાં હશો તો ચિંતાને દૂર કરવા માટે સીધો ઉપાય મેળવી લેશો. મનની વાત જેને કહેવા માગતા હો તો તેને 26મી પહેલા કહી દેજો. નાણાંકીય મુશ્કેલી નહી આવે. 101 નામ ભણી લીધા પછી 34નું નામ યા બેસ્તરના 101 વાર ભણજો.

શુકનવંતી તા. 3, 4, 7 ને 8 છે.

 

The Moon’s ongoing rule will facilitate travel. Travel will bring you peace of mind as well as new acquaintances. You will find easy solutions to do away with any worries. Ensure to speak what’s on your mind latest by the 26th to the desired person. Financial stability is indicated. After praying 101 Names, pray the 34th Name, ‘Ya Beshtarn’a, 101 times

Lucky Dates: 3, 4, 7, 8.

 


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

પહેલા ત્રણ દિવસજ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે.  તેથી જેબી કામ કરતા હો તે મનને શાંત રાખીને કરજો. ઉતરતી સૂર્યની દિનદશા વડીલ વર્ગને તકલીફમાં નાખી દેશે. 6ઠ્ઠી પછી ધીરે ધીરે બધાજ કામો તમે જેમ ધારશો તેમ થવા લાગશે. માથાના દુ:ખાવો, આંખમાં બળતરાથી થોડાક પરેશાન થશો. સરકારી કામો 6 પછી શરૂ કરજો. આજથી યારયોમંદની સાથે યાબેસ્તરના 101 વાર ભણવાનું ચાલુ કરજો.

શુકનવંતી તા. 6 થી 9 છે.

 

With three days remaining under the Sun’s rule, try to stay cool in your ongoing work. The descending rule of the Sun could pose problems for your elders. Post the 6th, your work will stabilize as per your preference. Headaches and eye-burn could trouble you a little. Start any Government related work post the 6th. Today onwards, along with ‘Ya Rayomand’ also recite ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 6 to 9.

 


LEO | સિંહ: મ.ટ.

05Leo

16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે. તેથી હાલમાં તમારા મોજશોખ વધી જશે. બીજાની ભલાઈનું કામ કરવામાં તમો આગળ પડતો ભાગ લેશો. અચાનક કોઈની મુલાકાત ભવિષ્યમાં ફાયદો આપનાર સાબીત થશે. અગત્યના ડીસીજન જલદીથી લઈ લેજો. તમારા મનની વાત માનીને કામ કરવામાં જરાબી નુકસાનીમાં નહી આવો. ઘરનું વાતાવરણ સારૂં રહેવાથી મનને આનંદ મળશે. હાલમાં દરરોજ બહેરામ યઝદની આરાધના કરજો.

શુકનવંતી તા. 3, 4, 7 ને 8 છે.

 

Venus’ rule till 16th August will get you inclined towards fun and entertainment. You would take the lead in help others. An unexpected encounter will prove beneficial in the future. Take any important decisions soon. You will not undergo any loss if you listen to your mind. You will feel mentally peaceful with the happy atmosphere at home. Pray to Behram Yazad daily.

Lucky Dates: 3, 4, 7, 8.

 

 


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

16મી સપ્ટેમ્બર સુધી મિત્રગ્રહ શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા કામમાં તમને સફળતા મલતી રહેશે.  ઓપોઝીટ સેક્સનો ભરપુર સાથ સહકાર મેળવશો. શુક્રની કૃપાથી અચાનક ધનલાભ મલવાના ચાન્સ છે. ઘરમાં કોઈક નવી ચીજવસ્તુ વસાવી શકશો. જીવનમાં કોઈક નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. ધનની કમી નહી આવે. હાલમાં તમોેબહેરામ યઝદની આરાધના કરજો.

શુકનવંતી તા. 4, 5, 6 ને 9 છે.

 

With Venus ruling you till 16th September, you will find success at work. The opposite gender will be very supportive. You could get an unexpected windfall with Venus’ blessings. You will be able to make new purchases for the home. You could meet a new person. Financially you will be stable. Pray to Behram Yazad daily.

Lucky Dates: 4, 5, 6, 9.

 

 


LIBRA | તુલા: ર.ત.

07Libra

પહેલાં ત્રણ દિવસજ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી 6ઠ્ઠી સુધી ખોટા પરાક્રમ કરવાની ભૂલ કરતા નહી.  ખાવા-પીવા ઉપર ખુબજ ધ્યાન આપજો. અંગત વ્યક્તિ નારાજ થઈ જશે. 6ઠ્ઠીથી શુક્રની દિનદશા 70 દિવસમાં તમોને ભરપુર સુખ આપીને રહેશે. ધીરે ધીરે નીરાશામાંથી બાહર આવી સફળ કેમ થાવ તેવા વિચારો મગજમાં બેસાડી દેશો. ત્રણ દિવસમાં કોઈની સાથે ખોટી બોલાચાલીમાં પડી જતા નહી. 6 સુધી મહાબોખ્તાર નીઆએશ અને 7મીથી બહેરાબ યઝદની આરાધના કરજો.

શુકનવંતી તા. 3, 7, 8 ને 9 છે.

 

With Rahu ruling you for another three days, so avoid indulging in any negative vices till the 6th. Be extra cautious about your diet. A close person could get annoyed with you. From the 6th onwards, Venus rules for the next 70 days, bringing you great joy. You will eventually house thoughts that will help you emerge out of the depressing phase and be successful. During these three days, avoid unnecessary arguments. Pray the ‘Mahabokhtar Nyaish’ upto the 6th, followed by praying to Behram Yazad daily, 7th onwards.

Lucky Dates: 3, 7, 8, 9.

 

 


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

રાહુની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમારા સીધા કામોબી તમે સીધા રીતે પુરા નહી કરો. જશ મળવાની જગ્યાએ અપજશ મળશે. ઘરવાળાના સાથ ઓછો મળવાથી વધુ પરેશાન થશો. હાલમાં તમારે સુખી થવું હોય તો આંખ અને મોનાને બંધ રાખીને બેસી જજો. ઓછું બોલવામાં ફાયદામાં રહેશો. મિત્ર કે સગાઓને સાચી સલાહ આપવા જશો તો તે લોકો તમારી વાતને મજાકમાં ઉડાવી તમને નીચા પાડી દેશે. ખર્ચનો ખાડો ઉંડો થઈ જશે. મહાબોખ્તાર નિઆએશ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 6 ને 8 છે.

 

Rahu’s rule poses impediments in your easy chores. Instead of fame, you could get unpopular. Lack of support from your family could trouble you. To stay safe, try to turn a blind eye to things and speak less. This will keep you on top. Even though you will give honest advice to friends/family, they will disrespect you and pull you down. Your expenses will increase. Pray the ‘Mahabokhtar Nyaish’ daily.

Lucky Dates: 4, 5, 6, 8.

 

 


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

24મી ઓગસ્ટ સુધી ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધન મેળવવામાં મુશ્કેલી નહી આવે. ધન તો આવી જશે તેમજ ખર્ચ પણ વધી જશે. ખર્ચ કરીને મનની શાંતી મેળવશો. તમારાથી બનશે એટલી તમે બીજાની તન-મન-ધનની સેવા કરવામાં સફળ થશો. ખોટા ખર્ચ કરવામાં દસ વાર વિચારીને આગળ વધજો. હાલમાં દરરોજ સરોશ યશ્ત ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 3, 4, 7 ને 9 છે.

 

Jupiter’s rule till 24th August eases the inflow of income. However, there will also be an increase in expenditure, but spending this will bring you peace of mind. You will go all out to help others. Think multiple times before making unnecessary expenses. Pray the ‘Sarosh Yasht’ daily.

Lucky Dates: 3, 4, 7, 9.

 


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

હાલમાં ગુરૂ જેવા ગ્રહની દિનદશા 24મી સપ્ટેમ્બર સુધી ચાલશે તેથી તમારા સ્વભાવમાં ખુબજ ચેન્જીસ આવી જશે. ગુરૂની કૃપાથી સામેવાળા માણસ સાચા કે ખોટા તે જાણી લેશો. નાણાંકીય સ્થિતી ધીરે ધીરે સારી થતી થશે. બગડેલા કામોને બુધીનો પ્રયોગ કરીને બહુ જ થોડા સમયમાં સુધારી શકશો. મનગમતી વ્યક્તિ મળી જશે. ધનની ચિંતા ઓછી કરવા માટે સરોશ યશ્ત ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 3, 5, 6 ને 8 છે.

 

Jupiter’s rule till 24th September causes changes in your behavior. With Jupiter’s grace, you will be able to rightly judge people. You financial situation will gradually improve. You will be able to rework on spoilt projects, with your intelligence. You could meet a favourite person. To reduce financial anxiety, pray the ‘Sarosh Yasht’ daily.

Lucky Dates: 3, 5, 6, 8.

 


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

26મી ઓગસ્ટ સુધી શનીની દિનદશા ચાલશે. તેથી હાલમાં તમે શારીરિક બાબતથી વધુ પરેશાન થશો. તબીયત બગાડતા વાર નહી લાગે. કમાશો એના કરતા વધુ ખર્ચ ડોક્ટર પાછળ કરવો પડશે. તમે થોડાઘણા આળસુ બનશો. ઘરમાં બચ્ચાંઓની સાથે સારાસારી નહી રહે. તેથી તમારી ચિંતા વધી જશે.  પાક પરવરદેગાર પર વિશ્વાસ રાખીને આજથી રોજ મોટી હપ્તન યશ્ત ભણજો.

શુકનવંતી તા. 4, 5, 7 ને 9 છે.

 

Saturn’s rule till 26th August could cause health concerns. You could end up spending your earning behind medical needs. You could feel lethargic. Relations with children in the house could suffer, causing an increase in your worries. Keep your faith in God and pray the ‘Moti Haptan Yasht’ daily.

Lucky Dates: 4, 5, 7, 9.

 


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

20મી ઓગસ્ટ સુધી બુધની દિનદશા ચાલશે તેથી હાલમાં વાણીયા બનીને ફાયદાની ઉપર પહેલું ધ્યાન આપજો. અધરા કામબી વિજળીવેગે પુરા કરી શકશો. કામકાજને વધારી શકશો. તમારા મનની વાત મનમાં રાખી નહી શકો. બચ્ચાંઓના ભણતરની નારાજગી નહી આવે. હાલમાં 34મું નામ યાબેસ્તરના 101 વાર ભણજો.

શુકનવંતી તા. 6, 7, 8 ને 10 છે.

 

Mercury’s rule till 20th August will make you money minded and focus on profits. You will complete unfinished work with lightning speed. You will expand your work/business. You will not be able to contain your thoughts. Children might not wish to study. Pray the 34th Name, ‘Ya Beshtarna’ 101 times, daily.

Lucky Dates: 6, 7, 8, 10.

 

Leave a Reply

*