Your Moonsign Janam Rashi This Year 2019-2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries મેષ: આ વરસની શરૂઆતમાં મનને આનંદ મળશે. પ્રેમ સંબંધી, ભણતરની માટે વરસ સારૂં જશે. નાની નાની મુસાફરીમાં થોડીક અડચણ આવશે. લગ્ન થઈ જશે. સરકારી કામની અંદર વધુ સફળતા મેળવશો. ટેક્નીકલમાં કામ કરનારની માટે વરસ સારૂં જશે. વડીલ વર્ગની ચિંતા રહેશે. પ્રમોશન મળવાના ચાન્સ છે. પ્રેમમાં હશો તો તેમાં ક્યારેક ખુશી તો ક્યારેક ગમ મલતો રહેશે. સ્ટુડન્ટ્સ માટે વરસ સારૂં જશે. સ્ત્રીઓને પ્રેમી તરફથી સારૂં માન મલશે. પોતાની મરજીના લગ્ન કરવામાં મુશ્કેલી નહી આવે. આ વરસમાં મોટી માંદગી નહી આવે. હાર્ટપ્રેશરની માંદગીથી સંભાળવું. નવેમ્બર બાદ ધનલાભ મેળવી લેશો. સાથે સાથે થોડી ઘણી બચત કરી શકશો.

 

Aries: Beginning of the year will be happy time for you. The year will be good for love related relations and education. You will face some hardships during small journey. Marriage is on the cards. You will get good success in government related work. Year will be good for people who are in technical fields. You might have to worry about elderly members of the family. Chances of getting promotions can’t be ruled out. Love life will not be consistent and you might experience several ups and downs. The year is really good for students. You will get plenty of love from opposite sex and your loved ones. You will not face any problems in marrying person of your choice. This is year will be healthy one for you as there will be no major illness. People with heart and pressure related ailments have to be careful. Money wise time is good after November and with good earning you will be able to save money as well.


 

TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

વૃષભ: આ વરની શરૂઆતમાં તમારા ગ્રહો તમારા સાથ નહી આપે. ઓક્ટોબર સુધી ફેમીલી મેમ્બરની ચિંતા વધુ રહેશે. બીજા ઉપર ખર્ચ વધુ થવાથી પરેશાન થશો. 24-1-20 પછી નાણાંકીય સ્થિતી સુધરશે. જમીન-જાયદાદમાં ફસાયેલા નાણાં છુટા થશે. જાન્યુઆરી બાદ ફોરેન જવાના ચાન્સ છે. નાની નાની માંદગી આવતી રહેશે. વરસના છેલ્લા સાત મહિના સારા જશે. સ્ટુડન્ટ્સને વરસ સારૂં જશે. સ્ત્રીઓ પોતાની પસંદગીના લગ્ન કરી શકશે. કમરનો દુ:ખાવો પરેશાન કરશે. મોટી માંદગી નહી આવે. આ રાશીવાળાઓને નોકરીમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. કામકાજ વધારવા માટે ગામ-પરગામ જવું પડશે. ભાગીદારીના કામકાજ મધ્યમ રહેશે. તેમ છતાં તમે ભાગીદારી છોડવા માનશો નહી.

Taurus: In the beginning of the year planets will not be favourable. You will be worried about some family member till October. Unnecessary expenses will haunt you. Financial situation will improve after 24-1-20. Issue related to land or property will be solved and you will recover your money. Chances of foreign trip are great after January.  Small ailments will trouble you. Last 7 months of the year will be really good. Year is good for students too. Females will be in a position to marry the person of their choice.  Back problem will make you uncomfortable. No major illness is on the cards. Chances of promotion in job are very high. For expansion of work national and international travel is on the cards. Work related to partnership will not be great, still you might not think about breaking partnership.

 


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

મિથુન: આ વરસમાં તા. 24-1-20થી શનીની અઢી વરસની પનોતીમાં આવી જશો. તમે તન-મન-ધન ત્રણેથી પરેશાન થઈ જશો. છેલ્લી ઘડીના સમય નાણાંકીય મદદ મલવાથી ઈજ્જતને બચાવી લેશો. કામની ઉપર વધુ ધ્યાન આપશેા તો તમારા કરેલ કામનો સારો બદલો મલી રહેશે. તબીયત અચાનક બગડી જશે. જાન્યુઆરી બાદ ચેરેટીજના કામો વધારી દેજો. ધનનો ખર્ચ પાણીની જેમ થશે. સ્ટુડન્ટસ્ને વધુ મહેનત કર્યા બાદ ભી ધારેલ રીઝલ્ટ નહી આવે. સ્ત્રીઓને પ્રેમમાં ધોકો મલવાના ચાન્સ છે. લગ્ન કરવા માટે આ વરસ સારૂ નથી. નાણાંકીય સ્થિતી મધ્યમ રહેશે. જીવનનું ગાડું ચલાવવા માટે ઉધાર નાણાં લેવા પડશે.

Gemini: This year you will come under two and half year long Shani’s Panoti from 24-1-20. It will ruin your peace of mind, loss of money and health problems can’t be ruled out. But you will get last moment financial help and it will save your prestige. If you will concentrate more on work, the returns will be fabulous. Health might suddenly deteriorate. After January increase charity works. Money will be spent like water. After putting hard work, students might not get desired result. Female might have to face betrayal in love matters. The year is not good for getting married. Financial status will be not good. You might have to borrow the money to meet your day to day expenses.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

કર્ક: આ વરસ ખુબચ સારૂં જશે. મોજશોખની પાછળ ખર્ચ કરશો. જાન્યુઆરી બાદ નાણાંકીય સ્થિતી સારી રહેશે. ફોરેન મુસાફરીના ચાન્સ મળશે. સ્ટુડન્ટસ્ને આ વરસ સારૂ જશે. કરેલી મહેનતનું ફળ સારૂં મળશે. સ્ત્રીઓ માટે આ વરસ સારૂ જશે. લાઈફ-પાર્ટનર મલશે. નયા મેહમાન આવવાના ચાન્સ છે. પ્રેમી તરફથી સારા સમાચાર મલશે. તબીયતમાં માથાના દુ:ખાવા, જોઈન્ટ પેનથી પરેશાન થશો. નેગેટીવ વિચાર કરવાથી બિમારી વધી જશે. નાણાંકીય સ્થિતીમાં સુધારો આવશે. પ્રમોશન મલવાના ચાન્સ છે. જુના રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. રોકાણ કરવાનું ભુલશો નહી. કોઈને મદદ કરવા માગતા હો તો તેની તપાસ કરીને મદદ કરજો.

Cancer: This year will be very good for you. You will spend more on entertainment and leisure activities. Financial status will improve after January. You will get good results from your work. Chances of foreign tour are very bright. The year seems to be excellent for the students. The year will be good for females too, you might get life partner. Addition to family is also on the cards. You will receive good news from your love interest. Health problems like headache and joint pains will trouble you. Financial situation will improve. Chances of promotion are good. You will be able to recover money stuck long back. Don’t forget to invest money this year. If you want to help someone, please check person’s background before doing so.


LEO | સિંહ: મ.ટ.

05Leo

સિંહ: આ વરસની શરૂઆતમાં 5મી નવેમ્બર સુધી તમારા ગુસ્સા ઉપર કાબુ રાખજો. નહી તો તમારા અંગત કે દુશ્મન તમારા ગુસ્સાને હાથીયાર બનાવીને પરેશાન કરી શકશે. નાણાંકીય વરસ ખુબજ સારૂં જશે. વિદેશમાં જવાના ચાન્સ છે. તેથી વધુ ધન કમાઈ શકશો. માર્ચ અને એપ્રિલની વચ્ચે વડીલ વર્ગની તબીયતની ચિંતા સતાવશે. તબીયતમાં સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. સ્ટુડન્ટસ્ માટે આ વરસ સારૂં નથી. સ્ત્રીઓને 5મી નવેમ્બર પછી જીવનસાથી મલશે. નોકરીમાં પ્રમોશન, નવા પ્રેમી મલશે. ઘરની વ્યક્તિ પાછળ ખર્ચ વધુ કરવો પડશે. આવકમાંથી થોડીઘણી બચત કરી શકશો. નોકરીમાં પ્રમોશન મળવાના ચાન્સ છે.

Leo: During the initial period of the year till 5th November keep your anger under control. Otherwise, you’re near ones or your enemies might use it against you as a weapon. The year looks good money wise. Chances of going abroad are very bright, and by doing so you will earn more money. Between March and April health of elderly members of the home will be a cause of concern. Pain related to joints might trouble you. The year doesn’t look good from 24-1-20 for students. Females will get life partner after 5th November. Getting promotion in job and new lover is on the cards. You might have to spend money on a family member. You will be able to save some money from your income. Chances of getting promotion in the job are very high.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

ક્ધયા: આ વરસ તમારે માટે સારૂં હોવાથી સરકારી કામોથી સફળતા મળશે. કોર્ટ કેસમાં જીત થશે. તમે પોતે સારા સલાહકાર સાબીત થશો. 24-1-20 થી તમે શનીની પતોનીમાંથી છુટકારો મેળવશો. જમીન-ઘરથી વધુ સુખ મેળવશો. માજશોખ વધી જશે. ભાઈ-બહેનની સાથે મતભેદ પડવાના ચાન્સ છે. સ્ટુડન્ટસ્ મનગમતી લાઈનમાં આગળ વધશે. સ્ત્રીઓ મનગમતી વ્યક્તિ સાથે લગ્ન કરી શકશે. પ્રેમમાં સફળ થશો. નોકરીમાં પ્રમોશન મેળવશો. આંખના બળતરાથી પરેશાન થશો. ધનની મુશ્કેલી નહી આવે. તેમ છતાં ખર્ચ ઉપર કાબુ રાખજો. હરવા ફરવા પાછળ ખર્ચ વધી જશે. ધનનું રોકાણ કરવામાં આળસ કરવી નહી.

Virgo: This year is good for you, so you will get success in government related work. Court case will turn in your favour. You will immerge as a good consultant. You will be out of Shani’s Panoti. You will be happy by purchasing land or house. Entertainment and leisurely activities will be on the rising trend. You will get promotion in job. Chances of difference of opinion with siblings can’t be ruled out. Students will be able to choose stream of their choice. Females will be able to marry person of their choice. Love affairs will be successful. Promotion in the job is very much on the cards. Problems related to eyes may trouble you. Money matters look smooth, but keep an eye on the expenses too. You might make extra expenses on travelling. Don’t be lazy in money and investment related matters.


LIBRA | તુલા: ર.ત.

07Libra

તુલા: આ વરસ તમારા માટે સારૂં જશે. 24-1-20 પછી શનીની પનોતી તમોને જમીન-જાયદાદના કામોમાં સફળતા નહી અપાવે. તમો સરકારી કામ કરતા હશો તો ત્યાં વધુ ફાયદામાં રહેશો. ફેમીલી મેમ્બરની પાછળ વધુ ખર્ચ કરવો પડશે. 5મી નવેમ્બર પછી ગામ-પરાગામ જવાના ચાન્સ મલશે. ગુરૂના કારણે અચાનક ધનલામ મલતો રહેશે. નાણાંકીય બાબતની અંદર સારાસારી રહેશે. ફસાયેલા નાણાં પાછા મેળવી શકશો. નવું ઘર લેવાના ચાન્સ છે. દરેક લાઈનના સ્ટુડન્ટસ્ને ગામ-પરગામ ભણવાના ચાન્સ મલે તો મુકતા નહી. ઘરથી દુર જઈને ભણી શકશો. ધનની રોકાણ કરી શકશો. આ વરસની અંદર મોટી માંદગી નહી આવે. વધુ પડતું કામ કરવાથી થોડા ઘણા થાકી જશો. બીજાને બનતી મદદ કરશો.

Libra: This year will be good one for you. Shani’s Panoti after 24-1-20 will not let you succeed in land and property related issues. If you are engaged in some government work, you will be successful. You have to spend money on family member. You will get a chance to travel abroad after 5th November. You will receive unexpected gains due to favourable Jupiter. Money matters seem to be good this year. You will recover money long lost. Chances of buying new house are very high. Students of any stream should not let go chances of studying abroad. You will be able to concentrate on study away from home. You will be able to save money. You will not see any serious illness this year. You might get stressed due to over work. Always try extending helping hand to others.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

વૃશ્ર્ચિક: આ વરસમાં તમો તમારા આપેલા પ્રોમીસને પુરા કરી શકશો. 5-11-19મી પછી વરસના અંત સુધીમાં ધનની કમી નહી આવે. પણ ભાઈ-બહેનો અલગ થાય કે તમારાથી દુર થવાના ચાન્સ છે. 24-1-20થી શનીની સાડાસાતીમાંથી બહાર આવી જશો. વધુ ધન મેળવવા માટે નવા રસ્તા શોધી શકશો. તમારા ગુસ્સા ઉપર કાબુ રાખજો. નવેમ્બર ને ડીસેમ્બરની વચ્ચે વડીલ વર્ગની ચિંતા વધુ સતાવશે. કોઈનેબી ઉધાર પૈસા આપતા નહી. પૈસા આપીને તમે દુશ્મન બની જશો. પિતાની સાથે મતભેદ પડશે. નવા કામની અંદર સફળ થશો. આ વરસ ભણતરની માટે સારૂ જશે. મેહનત પ્રમાણે રીઝલ્ટ મળશે. જાન્યુઆરી બાદ સ્ત્રીઓને મનની મુરાદ પુરા થઈને રહેશે. લગ્ન કરવા માગતા હો તો જાન્યુઆરી બાદ મનગમતી વ્યક્તિ મળશે. વારસાગત માંદગીથી સંભાળવું પડશે. વધુ કામ કરવાથી બેકપેન આવશે. ચેરેટીઝના કામોમાં વધુ આનંદ મેળવશો. ઉધાર પૈસા આપવાથી તમે દુશ્મન બની જશો.

Scorpio: You will be in a position to fulfil the promises you might have made. After 5th November you will not face any financial difficulties till the year end. But separation from siblings can’t be ruled out. From 24-1-20 you will be out of Shani’s Panoti. After that you will get more money and will be able to find the new ways. Try to control your anger. November-December is the time when you might have some tension due to elderly member of the house. Don’t lend money to anyone, because it will create animosity. You will have difference of opinion with your father. You will be successful in new work. The year is good for studies. Your hard work will pay. Females will have their wish fulfilled. If you are planning to get married, chances of getting person of your choice are good after January. Be aware about hereditary illness. Working too much will give you back pain. You will enjoy charitable work. Remember don’t lend money to anyone; it will spoil your relations.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

ધન: આ વરસમાં તમે ભાગદોડ કરીને ધન કમાઈ લેશો તોબી મનની શાંતી નહી રહે. કુટુંબમાં ધન વધારો આવશે સાથે સાથે શારીરિક બાબતમાં તમોને નબળા કરતો રહેશે. ગામ-પરગામ જશો ત્યાંબી તમારૂ ગણીત નાણાંકીય ખર્ચ માટે ઉલટું થઈ જશે. ડિસેમ્બર- જાન્યુઆરી વચ્ચે વડીલ વર્ગની તબીયતની ચિંતા સતાવશે. ટેકનીકલના સ્ટુડન્ટસને ખુબજ સારૂ રીઝલ્ટ મળશે. કલા ક્ષેત્રમાં સારી સફળતા મેળવશો. સ્ત્રીઓના માથા ઉપરનો બોજ વધી જશે. પ્રેમી તમારી વાતને સમજી નહી શકશે. અંગત રીલેશનમાં દગો ફટકો થવાના ચાન્સ છે. વાયરલ માંદગીની ઝપટમાં આવી જશો. નીમોનીયા તાવથી સંભાળજો. જુના લેણાના પૈસા પાછા મેળવવામાં મુશ્કેલીમાં આવી જશો. પ્રોમીસ આપીને ફસી જશો.

Sagittarius: This year you will make good money by working hard. But you will miss peace of mind. Family will earn well but with this physical problems too will rise. While travelling health will lend you in trouble and your expenses will rise beyond your imagination and it will disrupt your budget. December-January is the time when you will be worried about the elderly of the family. Students who are in technical field will get god results. If you are associated with arts field, you will be very successful. Females will feel unnecessary burden and pressure. Your loved ones will not understand you. Someone very close to you might cheat you. Viral illness will trouble you. Don’t take fever or pneumonia lightly. You might have problems while recovering old dues. Don’t promise anyone, because chances are that you might not be able to fulfil it.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

મકર: આ વરસમાં તમે ધર્મ-ચેરેટીજનું કામ ખુબજ સારી રીતે કરી શકશો. તમારાથી બનતી મદદ કરવામાં ક્યારેબી કોઈને ના નહી પાડો. આ વરસમાં તમારા માથા ઉપરનો કરજદારીનો બોજો ઓછો કરી શકશો. તમારા શત્રુઓ તમને હૈરાન કરવામાં સફળ નહી થાય. 24-1-20થી શની તમારી રાશીમાં આવવાથી શનીની સાડાસાતીના પાંચ વરસ બાકી છે. જાન્યુઆરી બાદ તમારો સેલ્ફ કોન્ફીડન્સ વધી જશે. મિત્રોનો સાથ સહકાર મેળવી શકશો. સ્ટુડન્ટસ માટે આ વરસ સારૂં નહી જાય. લગ્ન કરેલા સ્ત્રિઓના ધણી સાથે મતભેદ પડતા રહેશે. પ્રેમમાં પડેલી સ્ત્રીઓને લીમીટની બહાર જવું નહી. તબીયતની અંદર મોટી માંદગી નહી આવે. જ્યા કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે. લોકો તમારા કામને વખાણશે. થોડીઘણી બચત કરવામાં સફળ થશો.

Capricorn: This is year you will handle religious and charitable activities very well. You will help people whole-heartedly. This year you will be able to reduce the burden of debt. Your enemies will not succeed in destabilizing you. On 24-1-20 Shani is entering your sign and you still have 5 more years of Sade Saati. Your self-confidence will be on the rise after January. You will get support from friends. The year doesn’t seem too good for students. Married women might have difference of opinion with their husband. If you are in love, don’t cross the limits. No major illness this year. Chances of promotion at work are very high. People will appreciate your work. You will be able to save money.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

કુંભ: આ વરસ તમારા માટે મધ્યમ જશે. 20મી જાન્યુઆરી સુધીમાં મિત્રોથી મલતા લાભ લઈ લેજો. નવા મિત્રો મળી રહેશે. તા. 24-1-20થી શનીની સાડાસાતીમાં આવી જશો. તેથી વરસની અંત સુધીમાં તમારા ખર્ચ વધી જશે. ગામ-પરગામ જવાથી નાણાંકીય નુકસાન આવી જશે. તમારા અંગત કામોથી ફાયદામાં રહેશો. તબીયત અચાનક બગડી જશે. નવા કામ શોધવામાં સફળ થશો. આળસ આ વરસમાં ખરાબ ફળ આપશે. સ્ટુડન્ટસ્ને ગામ પરગામ જઈને ભણવાના યોગ સારો આવશે. સ્ત્રીઓ માટે આ વરસ ખુબજ સારૂ છે. લગ્ન કરવા માગતા હો તો પોતાની પસંદગીના ધણી મળી જશે. તમારા મનની વાત બીજાને જણાવશો નહી. મોટી માંદગી નહી આવે. રોકાણ કરવામાં આગળ રહેશો. નોકરીમાં પ્રમોશન મલવાથી આવકમાં વધારો થશે. નવા કામ કરવાથી સફળતા મળશે.

Aquarius: This year will be medium for you. Take any advantage or benefit ypu can get from friends before 20th January. You will make new friends. After 24th January you will come under Shani’s Panoti, so the expenses will be on the rising side. You will lose money during travelling. Your personal work will be gainful. Health might be disturbed suddenly. You will be successful in finding new work. Don’t be lazy as it will hurt you badly this year. Students have good chances of going for study out of station or even abroad. The year is excellent for females. They will get husband of their choice. Don’t share your thoughts with anybody. No major illness will trouble you. You will be ahead in investing the money. Promotion in job will add to your income. New work will bring success.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

મીન: આ વરસમાં તમારે ખુબજ ભાગદોડ કરવી પડશે. રાતની ઉંઘ ઓછી રહેશે. ઓપોઝીટ સેક્સનો સાથ સહકાર મલવાથી માથા પરનો બોજો ઓછો થઈ જશે અને તમો તમારા કામો સારી રીતે કરી શકશો. નવેમ્બર બાદ મિત્રો તરફથી સહાયતા મલતા રહેશે. ઘરમાં રીનોવેશન કરવાની જરૂર પડશે. મધરની તબીયતની ચિંતા ખુબજ સતાવશે. કોર્ટ-કેસના કામોમાંથી છુટકારો મલવાના ચાન્સ છે. કોમ્પ્રોમાઈજ કરી લેજો. મનગમતી વ્યક્તિ સાથે મનમેેળ વધી જશે. સ્ટુડન્ટસ માટે વરસ સારૂં જશે. સ્ત્રીઓ પોતાના મન પ્રમાણે ચાલશે. લગ્ન કરવા માટે આખું વરસ સારૂં છે. પ્રેમમાં હશો તો તેમાં થોડી ઘણી નીરાશા મલવાના ચાન્સ છે. બચ્ચાઓં પર વધુ ધ્યાન આપજો. ઘરમાં કોઈ સારા પ્રસંગ ઉપર ધન ખર્ચ કરવું પડશે.

Pisces: This year you will have to struggle a lot. You might not get good sleep. You will get good support from opposite sex, and that will relive you from the tension and stress. This will help you in your work life. After November help from friends id expected. You might need to renovate your house. Health of the mother will be a cause of concern. You might get relief in court case. Be ready for making any compromise. Your relation with your loved one will improve. The year is good for students. Females will take decisions independently. The year is good for getting married. If you are in love chances of getting disappointed are on the cards. Keep an eye on kids. You might have to spend money on some good occasions at home.

Leave a Reply

*