ચીકુની બરફી

 

સામગ્રી: ચીકુ પાકા કડક એક કિલો, માવો 300 ગ્રામ, દૂધ અડધો લીટર, ખાંડ 200 ગ્રામ, ઘી બે ટેબલ સ્પૂન, જરૂર મુજબ ચાંદીનો વરખ, કાજુ, બદામ, ચેરી.

રીત: સૌ પ્રથમ ચીકુને છોલી બારીક સમારી લેવા. એક પેણીમાં ઘી મૂકી ચીકુને સાંતળી લેવા, ત્યાર બાદ તેમાં દૂધ અને ખાંડ નાખી થવા દેવું. લચકા પડતું તૈયાર થાય એટલે માવો હાથથી છૂટો કરી મિક્સ કરવો. આ મિશ્રણ પેણીની સપાટીથી છૂટું પડે ત્યાં સુધી થવા દેવું. ત્યારબાદ તેને થાળીમાં પાથરી દેવું ઉપર વરખ લગાડવી અને બરફી શેઈપમાં કાપી લેવું.

 

About મરહુમ આબાન પરવેઝ તુરેલ

Leave a Reply

*