જીયો પારસી, 200 પારસી બાળકો માટે ઉજવણી કરે છે!

ડિસેમ્બર 2013માં શરૂ કરાયેલી જીયો પારસી યોજના, ઓગસ્ટ, 2019ના અંતમાં પારસી સમુદાયમાં 200 બાળકોને સફળતાપૂર્વક તાજેતરની ગણતરીમાં ઉમેરવામાં આવે છે. ટીમ જીયો પારસીના સતત પ્રયત્નોથી પ્રજનનની સારવાર માટે નાણાકીય વળતર, બાળકોની સંભાળ અને વૃદ્ધોની સહાય માટે આર્થિક સહાય, વર્કશોપ, કાર્યક્રમો અને જાહેરાત ઝુંબેશ દ્વારા હિમાયત, તમામ સમુદાયમાં જાગૃતિ અને સફળતા પ્રાપ્ત થઈ છે.
બોમ્બે પારસી પંચાયત અને ભરૂચા બાગ નિવાસી કલ્યાણ સંઘ દ્વારા સમર્પિત, જીયો પારસી (જેપી) પ્રોગ્રામ દ્વારા 200 પારસી બાળકોના જન્મની ઉજવણીનો કાર્યક્રમ ભરૂચા બાગ ક્લબ હાઉસ ખાતે 31 ઓગસ્ટ, 2019 ના રોજ યોજવામાં આવ્યો હતો. સાંજે હાઉઝી, ક્વિઝ અને ચા અને નાસ્તાને માણી રહેલા સહભાગીઓ ચર્ચાઓ અને યોજનાની વિગતો વિશે વધુ સ્પષ્ટત રીતે જાણી ઘરે પાછા ફર્યા હતા. મોટાભાગના સહભાગીઓ ગ્રાન્ડ પેરેન્ટસ અને વરિષ્ઠ હોવાના કારણે, જો જરૂરી હોય તો જીયો પારસીની સહાય લેવા માટે તેમના બાળકો અથવા સંબંધીઓને હકારાત્મક સંમતી આપી હતી.
જીયો પારસી મુંબઇની પારસી વસાહતોમાં વધુ કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના ધરાવે છે. આ કાર્યક્રમની સફળતા માટે યુવાનોનો સમાવેશ થવો મહત્વનો છે કારણ કે યુવા યુગલોની ભાગીદારી આકર્ષિત કરવાની યોજનાઓ ચાલી રહી છે. જીયો પારસીએ ઘણા યુગલોને મદદ કરી છે, જેઓએ પોતાનું બાળક થવાની આશા છોડી દીધી હતી જેઓ માતાપિતા બની આજે ગર્વ અનુભવે છે. હકીકતમાં, આજે કેટલાક જીયો પારસી બાળકોએ તો પ્લેસ્કુલમાં જવાનું પણ શરૂ કરી દીધું છે.
પારસી સમુદાયમાં જ્યાં મૃત્યુ દર લગભગ 800 જેટલો છે પરંતુ જીયો પારસીની મદદથી પાંચ વર્ષથી પણ ઓછા સમયમાં 200 જેટલાબાળકોનો જન્મ શકય બન્યો છે. સંખ્યાબંધ ઇમેઇલ્સ અને પત્રો જીયો પારસી દ્વારા વિસ્તૃત ટેકો માટે નિયમિત આભાર વ્યક્ત કરતા હોય છે. એકનું કહેવું છે કે ‘જીયો પારસી જેવા ટ્રસ્ટ તરફથી અમને જે પ્રકારનો ટેકો મળે છે તે પ્રશંસનીય છે. આપણા જેવા નાના અને મધ્યમ વર્ગના લોકો કેટલો પણ આભાર માને પણ તે ઓછો જ છે! અમારા જીવનનો આ અદભૂત ભાગ બનવા બદલ અને અમારા પારસી સમુદાય પર અમને ગર્વ અનુભવવા બદલ આભાર.’ લુપ્ત થઈ રહેલો પારસી સમુદાયને જીયો પારસી ટીમે પ્રોત્સાહન તથા નવી આશા અને વિશ્ર્વાસ સાથે ભવિષ્યમાં આગળ જોઈ શકે તેવા તેમના પ્રયાસ ચાલુ જ રહેશે.

About પર્લ મિસ્ત્રી

Leave a Reply

*