પૈસા કમાવવાની સો સરળ રીત

એક સરોવરમાં નહાવા પડેલી યુવતીને એક પોલીસ ઓફીસરે કહ્યું: અહીં નાહવાની મનાઈ છે.
તો મેં કપડાં ઉતાર્યા એ પહેલા કહેવું હતું ને?
કપડાં ઉતારવાની મનાઈ નથી. પોલીસ ઓફિસરે જવાબ આપ્યો.
***
એક ગ્રાહક: ભાઈ, તારી દુકાનમાં જેટલા સડેલા ટમેટા, ઈંડા છે તે મારે જોઈએ છે.
દુકાનદાર: કેમ તમે પણ આપણા શહેરમાં આવેલા હાસ્ય-અભિનેતાના પ્રોગ્રામમાં જવાના છો?
ગ્રાહક: ના, હું જ એ હાસ્ય અભિનેતા છું.

***
મારૂં પુસ્તક છપાવવામાં હવે બસો રૂપિયા ખૂટે છે. તમે આપો. પુસ્તક ખપી જાય એટલે વ્યાજ સહિત પાછા આપીશ.
તમારા પુસ્તકનું નામ?
પૈસા કમાવવાની સો સરળ રીત
તો તેમાંની એક રીતનો ઉપયોગ કરતા હો તો?
તે જ કરૂં છું.

 

About  રોહીન્ટન ગંજીયા

Leave a Reply

*