વરિષ્ઠ મોબેદો અને વરિષ્ઠ મોબેદોની વિધવાઓના વૈશ્ર્વિક કાર્યકારી જૂથ નવીકરણની સહાય અને કલ્યાણ યોજના

સમુદાયના સભ્યો જાગૃત છે કે ગ્લોબલ વર્કિંગ ગ્રુપ (જીડબ્લ્યુજી) – જેમાં ચૂંટાયેલા પારસી ઈરાની ઝોરાસ્ટ્રિયન ફેડરેશન્સનો સમાવેશ છે, એવા દેશોમાં સંગઠનો કે જેમની પાસે ફેડરેશન્સ નથી અને કેટલાક અગ્રણી ઝોરાસ્ટ્રિયનો છે – 60 વર્ષથી ઉપરના મોબેદો (ધર્મગુરૂઓ) અને મોબેદોની વિધવા મહિલાઓના આર્થિક પડકારોને ધ્યાનમાં રાખીને, જીડબ્લ્યુજી પ્રમુખ, નેવિલે શ્રોફની પહેલ અને પ્રયત્નોને લીધે, વર્ષ 2019 દરમિયાન વિતરણ માટે અગ્રણી આંતરરાષ્ટ્રીય બેંકના પરોપકારી સેવાઓ વિભાગ દ્વારા સંચાલિત વિદેશમાં નોંધાયેલા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી નાણાં પ્રાપ્ત થયા છે.

પ્રાપ્ત ભંડોળમાંથી, 109 મોબેદો અને મોબેદોની 30 વિધવાઓ, 60 વર્ષ કે તેથી વધુની, જેમની વાર્ષિક આવક રૂ .6,00,000 / – (મોબેદોના કિસ્સામાં) કરતાં ઓછી છે અને રૂ. 3,00,000 / – મોબેદોની વિધવાઓના કિસ્સામાં, 19,500 / – પ્રતિ ક્વાર્ટર (મોબેદો માટે) અને

રૂ.13,500 / – પ્રતિ ક્વાર્ટર (વૃદ્ધ મોબેદોની વિધવાઓ માટે) સહાય કરવામાં આવી છે.

આ ભંડોળ ભારતના લાભાર્થીઓને ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યું છે અને વિતરિત કરવામાં આવ્યું છે. ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ્સ તમામ લાભાર્થીઓને જાણ કરવામાં ખુશ છે કે ફરી એક વાર જીડબ્લ્યુજી પ્રમુખ, નેવિલ શ્રોફના પ્રયત્નોને લીધે, વિદેશમાં નોંધાયેલા એ જ ચેરિટેબલ ટ્રસ્ટ અને અગ્રણી આંતરરાષ્ટ્રીય બેંકના પરોપકારી સેવાઓ વિભાગ દ્વારા સંચાલિત, તે જ વિસ્તરણ 2020 સુધી ચાલુ રાખવા માટે સંમત થયા છે.

ઘણા વૃદ્ધ મોબેદો અને તેમની વિધવાઓ, જેમણે તેમના કાર્યકાળ દરમિયાન લાભદાયક રોજગારનો ભોગ આપ્યો છે, અને સમુદાયની આધ્યાત્મિક જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું છે, અને તેઓ ખૂબ જ નજીવી આવક પર જીવી રહ્યા છે, અને આ ઉમંરે નજીવી આવક પર જીવવું આર્થિક રૂપે મુશ્કેલી ભર્યુ છે. આ બાબદ ખૂબ જ પ્રશંસનીય છે કે, અગ્રણી આંતરરાષ્ટ્રીય બેંકના પરોપકારી સેવાઓ વિભાગ દ્વારા સંચાલિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદેશમાં નોંધાયેલા, આ વૃદ્ધ મોબેદો અને વૃધ્ધ મોબેદોની વિધવાઓના જીવનને થોડુક આરામદાયક બનાવાયું છે. જેમણે તેમનું જીવન આપણી આસ્થાના રક્ષકો બનીને વિતાવ્યું છે.

ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ્સ, જીડબ્લ્યુજી પ્રમુખ, નેવિલે શ્રોફના અથાગ પ્રયત્નોને લીધે વર્ષ 2020 માટે પ્રોજેક્ટનું નવીકરણ શક્ય બનાવ્યું છે.

Leave a Reply

*