ડો સાયરસ પુનાવાલા સમુદાયના યુવાનો માટે ‘મઝદા – યાસના’ ફરીથી પ્રકાશિત કરે છે

પ્રખ્યાત અને ખૂબ જ જરૂરી પ્રાર્થના પુસ્તક, ‘મઝદા – યાસના’, રોમન લિપિમાં અંગ્રેજી ભાષાંતર સાથે કેટલીક મૂળભૂત, દૈનિક પ્રાર્થનાઓનો સમાવેશ કરે છે, તે પ્રાર્થના પુસ્તક, ડો. સાયરસ પુનાવાલા પોતાની વહાલી સ્વર્ગીય પત્ની મરહુમ વિલુ સાયરસ પુનાવાલાની યાદમાં ફરીથી પ્રકાશિત કરી જરથોસ્તી સમુદાયમાં મફતમાં વિતરણ કરી રહ્યા છે.
આપણા સમુદાયના લોકો માટે આ અતિશય મહત્વનું હશે, જે ગુજરાતી સ્ક્રિપ્ટ – ખાસ કરીને નાના બાળકો અને યુવાનો – વાંચવા માટે અસમર્થ છે, કારણ કે તે તેમને સાચી સમજણ અને સાચી શ્રદ્ધા સાથે જરથોસ્તી પ્રાર્થનાને પાઠ કરવાના પ્રયાસ કરવા માટે પ્રોત્સાહિત કરશે.
ડો. સાયરસ પુનાવાલાના મત મુજબ, જ્યારે નાના બાળકો, અને કેટલાક વડીલો, યશ્ત અને નીઆએશ, જાડી ખોરદેહ અવસ્તામાંથી, અંગ્રેજીમાં હોવા છતાં, શબ્દનો ઉચ્ચાર કરવામાં મુશ્કેલી પડે અથવા વાંચવામાં અસમર્થ હોય ત્યારે મુશ્કેલીમાં મુકાય છે. આ -‘મારૂં નાનું પ્રાર્થના પુસ્તક’ – તે વ્યક્તિગત રીતે તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો. તે વાપરનારાઓને માર્ગદર્શન આપવા માટે થોડી વધુ માહિતી ધરાવે છે. અમે ભારતની તમામ અંજુમન અને મુંબઈની મોટાભાગની પારસી શાળાઓ, ગ્રુપો, એકસવાયઝી વગેરેનાં જૂથોને આવરી લઈએ છીએ. પારસી બાગ તેમની વિગતો અમને ફરી મોકલી શકે છે. અમે આશા રાખીએ કે યુવાન અને હવે મારા જેવા વડીલોને આ નાનકડી પ્રાર્થના પુસ્તકનો વધુ વખત ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે! થોડું ભણો પણ સાચુ ભણો!
કોન્ટેકટ સરોશ બોકડાવાલા ફોન: (020) 26100315/9822289894
સરનામું: સરોશ ભવન, 16 / બી -1 ડો.આંબેડકર રોડ, પુણે 411 001, ભારત.

Leave a Reply

*