Your Moonsign Janam Rashi This Week –
07th September, 2019 – 13th September, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

બુધની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધી વાપરીને કરેલા કામમાં આનંદ મળશે. તમારા કામ જલદીથી પુરા કરી શકશો.  દલાલીના કામથી ધન કમાશો. સહી સિક્કાના કામો હમણા કરવાથી ભવિષ્યમાં ફાયદામાં રહેશો. લેતી-દેતીના કામ જલદીથી પુરા કરી લેજો. દરરોજ નમહેર નીઆએશથ ભણજો.

શુકનવંતી તા. 7, 8, 12 ને 13 છે.

Under Mercury’s rule, you will gain great satisfaction in projects where you have applied your intelligence. You will be able to complete your work quickly. You will earn well in trading. Good work done in the current phase will benefit your future. Complete all transactions related to borrowing-lending. Daily pray the Meher Nyaish.

Lucky Dates: 7, 8, 12, 13.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

21મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમન મિત્રોેનું સુખ ભરપુર મલતું રહેશે. મિત્રોની સલાહથી તમારા કામ વીજળી વેગે પુરા કરી શકશો. તમે કરકસર કરી ધનને બચાવવામાં સફળ થશો. કોઈના મતભેદ દૂર કરી શકશો.  ધન મેળવવા માટે થોડીઘણી ભાગદોડ કરવી પડશે. દરરોજ નમહેર નીઆએશથ ભણજો.

શુકનવંતી તા. 9 થી 12 છે.

Mercury’s rule till 21st September suggests that you will find great joy in your friendships. You will be able to complete your work with lightening speed, if you heed the advice of your friends. You will be able to save money, with some effort. You will be able to sort the issues of another. You will need to put in effort to earn money. Daily pray the Meher Nyaish.

Lucky Dates: 9, 10, 11, 12.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા ગુસ્સા ઉપર કાબુ રાખી નહી શકો.  કોઈકનો ગુસ્સો ઘરવાળા ઉપર ઉતારી દેશો. ભાઈ-બહેનમાં મતભેદ થશે. બહારગામ જવાના પ્લાન બનાવતા નહી. તબીયતમાં ખાસ કરીને માથાના દુ:ખાવા તથા પેટના દુ:ખાવાથી કે એસીડીટીથી પરેશાન થશો. મગજને શાંત રાખવા નતીર યશ્તથ ભણજો.

શુકનવંતી તા. 7, 8, 12 ને 13 છે.

Mar’s rule will make it difficult for you to get a hold on your temper. You might inadvertently misplace your anger on a family member. Siblings could end up squabbling. Avoid making abroad travel plans. Headache, stomach-ache and acidity could bring your health down. To keep your mind calm, pray the Tir Yasht.

Lucky Dates: 7, 8, 12, 13.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

26મી સપ્ટેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી મુશ્કેલી ભર્યા કામને સહેલા બનાવી કરી શકશો. કામ પુરા નહી કરો ત્યાં સુધી શાંતિથી બેસી નહી શકો. ઘરવાળાંની ડિમાન્ડ પૂરી કરી તેમને આનંદમાં રાખશો. પ્રેમી પ્રેમીકામાં પ્રેમ  વધી જશે મનની વાત કહી શકશો. 101 નામ ભણી લીધા પછી 34મું નામ નયા બેસ્તરનાથ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10 ને 11 છે.

The Moon’s rule till the 26th of September will ease off any challenges in your way. You will not be able to rest in peace until you have completed pending tasks. You will keep your family members happy by catering to their wants. There will be increased affection between lovers. You will be able to speak your mind. Pray 34th Name 101 times after praying the 101 Names.

Lucky Dates: 8, 9, 10, 11 .


LEO | સિંહ: મ.ટ.

05Leo

આજથી ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે તેથી 26મી ઓક્ટોબર સુધીમાં તમને ગામ-પરગામ જવાના ચાન્સ મળી રહેશે. તમારા ગરમ મગજને શાંત રાખીને કામ કરી શકશો. જેબી કામ કરશો તેમાં કોન્ફીડન્સ આવી જશે. સગાઓ સંબંધીઓ સાથે મેળાપ વધી જશે. જે લોકો તમારાથી દુર ભાગતા હશે તે લોકો તમારી બાજુમાં રહેવાની કોશીશ કરશે. આજથી 34મું નામ નયા બેસ્તરનાથ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 7, 8, 10 ને 12 છે.

With the Moon’s rule starting today, you could get the opportunity to travel nationally or internationally till the 26th of October. You will be able to work with a calm mind. You will be confident in all you do. Relationships will prosper. Those avoiding you will wish to be close to you. From today, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.

Lucky Dates: 7, 8, 10, 12.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

16મી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. નાણાંકીય લેતી-દેતી આ અઠવાડિયામાં પૂરી કરી લેજો. અગત્યના અધુરા કામો પહેલા પુરા કરી લેજો. કોઈકના મદદગાર થવાથી તે વ્યક્તિ તમને ખરાબ સમયમાં તમને મદદ કરશે. શેરમાર્કેટમાં રોકાણ કરતા નહીં. દરરોજ નબહેરામ યઝદથની આરાધના કરજો.

શુકનવંતી તા. 7, 9, 11 ને 13 છે.

Venus’ rule upto the 16th of September will bring an increase in affection between couples. Try to complete all financial transactions in this week. Also, ensure to complete all your important tasks first. A beneficiary of your helpfulness will prove helpful to you in your bad times. Avoid trading in the share markets. Daily pray to Behram Yazad.

Lucky Dates: 7, 9, 11, 13.


LIBRA | તુલા: ર.ત.

07Libra

શુક્રની દિનદશા ચાલુ હોવાથી કામ સહેલાઈથી કરી શકશો. મુશ્કેલીભર્યા કામ કરીને બીજાનું દિલ જીતી લેશો. લેતી-દેતીના કામમાં સફળતા મળશે. જુના સંબંધોમાંથી ફાયદો મળી રહેશે. ધન મેળવવામાં કોઈ મુશ્કેલી નહી આવે.  જેટલો ખર્ચ કરશો તેટલું કમાઈ લેશો. તંદુરસ્તીબી સારી રહેશે. ધણી-ધણીયાણીમાં સારાસારી રહેશે. દરરોજ નબહેરામ યઝદથની આરાધના કરજો.

શુકનવંતી તા. 7, 8, 10 ને 12 છે.

Venus’ rule will help you complete your work with ease. You will win over others by succeeding over challenging tasks. You will be successful in transactions related to lending or borrowing money. You will benefit from old contacts. You will be able to raise funds easily. You will earn back all that you spend. Your health will be good. Spousal relationships will prosper. Daily pray to Behram Yazad.

Lucky Dates: 7, 8, 10, 12.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

આજથી શુક્રની દિનદશા શરૂ થયેલી છે તેથી 16મી નવેમ્બર સુધી નાની મોટી મુસાફરી કરી શકશો. ઘરમાં મતભેદ દૂર કરી શકશો. નાણાંકીય બાબતમાં સારા સારી થશે. શુક્રની કૃપાથી પ્રેમમાં સફળતા મળશે. ઘરની વ્યક્તિની ડીમાંડ પુરી કરવા માટે વધુ કામ કરી લેશો. દરરોજ નબહેરામ યઝદથની આરાધના કરજો.

શુકનવંતી તા. 9, 10, 11 ને 12 છે.

With Venus’ rule starting today, you could expect travel plans to crop up till the 16th of November. You will be able to resolve any issues at home. Financial stability and gain indicated. Romance will flourish. You will be able to cater to a family member’s wants. Daily pray to Behram Yazad.

Lucky Dates: 9, 10, 11, 12.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી નેેગેટીવ  વિચાર આવશે. તમારી તબીયત બગડશે તો ડોક્ટર તમારી માંદગીને પારખી નહી શકે તેથી બીજાના ડોક્ટરની સલાહ જરૂર લઈ લેજો. રાહુને કારણે ખર્ચ વધી જશે. આવકના ઠેકાણા નહીં હોય. ગામ-પરગામ જવાના પ્લાન બનાવતા નહી. ઘરવાળાની ચિંતા થશે. રોજના કામોમાં મુશ્કેલીઓ આવશે. દરરોજ મહાબોખ્તાર નીઆએશ ભણજો.

શુકનવંતી તા. 7, 8, 11 ને 13 છે.

Negative thoughts could fester within you due to Rahu’s rule. Health could come in question and should your doctor be unable to diagnose the issue, ensure to go in for another doctor’s opinion. Rahu will cause an increase in expenses. Income will not be steady. Avoid making any travel plans. Family members could be a cause of concern. Daily chores could pose challenges. Daily pray the Mahabokhtar Nyaish.

Lucky Dates: 7, 8, 11, 13.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

24મી સપ્ટેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા કામથી વડીલ વર્ગને શાંતી મળશે. ચેરેટીજના કામો કરશો. નોકરી કરતા હશો ત્યાંથી વધુ નાણા મેળવી લેશો. ફેમીલી મેમ્બર તરફથી ખુશીના સમાચાર જાણવા મળશે. પસંદગીના સાથીને તમારા મનની વાત જલદીથી કહી દેજો. રોજનું કામ રોજ પુરૂં કરીને મનને શાંત રાખજો. દરરોજ સરોશ યશ્ત ભણજો.

શુકનવંતી તા. 7, 9, 10 ને 12 છે.

Jupiter’s rule till 24th September will bring great peace to your elders. You will be inclined towards charitable work. You will be able to retrieve any pending funds from your place of work. You will receive good news from a family member. You must speak out your mind to your favourite special person. Complete your daily works on time to keep your mind at peace. Daily pray the Sarosh Yasht.

Lucky Dates: 7, 9, 10, 12.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

25મી ઓકટોબર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી નાણાંકીય બાબતની અંદર સારાસારી રહેશે. જેબી કામ કરશો તે કોન્ફીડન્સ રાખીને પુરૂ કરશો. બીજાના મદદગાર બનીને તેની ભલી દુવા મેળવી લેશો. પ્રેમી કે પ્રેમીકા એકબીજાની કદર કરી શકશે. નાણાંકીય ઈન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. દરરોજ નસરોશ યશ્તથ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 8, 11, 12 ને 13 છે.

Jupiter’s rule till 25th September brings in financial gains. You will be able to do all your tasks with confidence. You will receive the blessings of those you help. Lovers will appreciate each other. You will be successful in financial investments. Continue praying the Sarosh Yasht daily.

Lucky Dates: 8, 11, 12, 13.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

26મી ઓક્ટોબર સુધી શનીની દિનદશા ચાલશે તેથી હાલમાં તબીયતની સંભાળ રાખવા છતાં સાંધાના દુ:ખાવા, માથાના દુ:ખાવાથી પરેશાન થશો. કોઈક ખોટી વ્યક્તિ તમારા સમયનો બગાડો કરીને ચાલ્યા જશે. તમારા કરેલ કામ તમને નહી ગમે. તમે નાની વાતમાં કંટાળી જશો. વડીલ વર્ગની ચિંતા વધી જશે. દરરોજ નમોટી હપ્તન યશ્તથ ભણજો.

શુકનવંતી તા. 7, 8, 9 ને 10 છે.

Saturn’s rule till 26th September advises you to take care of your health, as you could suffer from headaches and joint pains. A wrong influence will spoil your time. You will not be satisfied with your work. You will get annoyed over petty matters. Concerns for your elderly will stress you. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 7, 8, 9, 10.

Leave a Reply

*