દાહોદના પિતા અને બે પુત્રીએ 8 ગોલ્ડ સહિત 15 મેડલ જીત્યાં

વડોદરાના સાવલીમાં હાલમાં યોજાયેલી ત્રીજી વડોદરા શોર્ટગન શુટિંગ અને પ્રથમ સાવલી ઓપન શુટિંગ ચેમ્પિયનશીપમાં દાહોદ શહેરના હાફીઝ યઝદી કોન્ટ્રાકટર અને તેમની બે પુત્રી યશાયા અને જોયશાએ ભાગ લીધો હતો. જુનિયર અને સિનિયર ટ્રેપ, ડબલ સ્ટેપ અને સ્કીટ મળીને આ સ્પર્ધામાં ત્રણ કેટેગરી હતી.
જેમાં ટ્રેપ એટલે કે સીંગલ રાયફલ શુટિંગ અને ડબલ ટ્રેપ એટલે કે ટીમ સાથે મળીને કરાતું રાયફલ શુટિંગ
યશાયાએ ડબલ ટ્રેપ સ્પર્ધામાં વંદનાબેન ચુડાસમાં સાથે રહીને શુટિંગ કર્યુ હતું. જ્યારે ટ્રેપમાં સીંગલ શુટિંગ કર્યુ હતું. આ બન્ને સ્પર્ધામાં યશાયાએ 4 ગોલ્ડ મેડલ, બે સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તેવી જ રીતે શહેરની સેન્ટ મેરી સ્કુલની વિદ્યાર્થીની જોયશાએ ટ્રેપ સ્પર્ધામાં ભાગ લઈને ત્રણ ગોલ્ડ મેડલ, બે સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. આ સાથે સ્પર્ધામાં ભાગ લેનારા હાફીઝભાઈએ પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધામાં આખા રાજ્યમાંથી રાયફલ શુટિંગ કરવાના શોખિનો આવ્યા હતા. હાફીઝભાઈએ જણાવ્યું હતું કે, બન્ને દીકરીઓ પાછળ મારી મહેનત સાથે તેમના કોચ સિધ્ધાર્થ પવારનો મોટો ફાળો છે. આ માટે સાવલી તાલુકા રાયફલ કલબનો પણ જેટલો આભાર વ્યકત કરાય તેટલો ઓછો છે.

Leave a Reply

*