દેવલાલી અગિયારીની 103જી શુભ સાલગ્રેહની ઉજવણી

દેવલાલીની બાઈ રતનબાઈ જમશેદજી એદલજી ચીનોઈ અગિયારીની 103જી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. જશનની પવિત્ર ક્રિયા સાંજે 5.00 કલાકે કરવામાં આવી હતી. 16 વર્ષના એરવદ રૂઈન્ટન મહેન્તી સાથે તેમના પિતા એરવદ નોઝર (અગિયારીના પંથકી), એરવદ ફ્રેડી દસ્તુર અને એરવદ નવરોઝ મીનોચહેરહોમજી આ ચાર લોકો દ્વારા જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી હતી. એરવદ દારાયસ કાત્રક (ગેસ્ટ ઓફ ઓનર) દ્વારા રૂઈન્ટને કરેલી જશનની ક્રિયાની પ્રસંશા કરવામાં આવી હતી. ત્યારબાદ નેતરવાલા હોલમાં એરવદ દારાયસ દ્વારા અહુરામઝદાના આશિર્વાદ લઈ કાર્યક્રમની શરૂઆત થઈ.
દારાયસ મીસ્ત્રી જેમણે 66 વર્ષના એરવદ દારાયસ કાત્રકની ઓળખાણ કરાવી તેમની સિદ્ધિઓ ગણાવી. ભારતમાં દાદીશેઠ આતશબહેરામ કોમ્પલેકસમાં તેમના દ્વારા બહેરામ યઝદ શ્રાઈનની સ્થાપના થઈ તે સિધ્ધિ નોંધપાત્ર છે. એરવદ કાત્રકે પારસીપણુને આપણા દૈનિક જીવનમાં પાછા લાવવા માટે પ્રોત્સાહન આપ્યું. ઈરાનની તેમની અસંખ્ય મુલાકાતોના આધારે, તેમણે આશા વ્યક્ત કરી કે કોઈક દિવસ ઝોરાસ્ટ્રિયનો તેના ઝોરાસ્ટ્રિયનિઝમના પુનરૂત્થાનને ધ્યાનમાં રાખીને, આપણા પૂર્વજોના રાજ્ય પર ફરીથી શાસન કરશે. તેમણે ત્યાંના રાજવંશના 12,500 વર્ષોનો સંક્ષિપ્ત હિસાબ શેર કર્યો, જેમાં પીશદાદીયનથી લઈને સસાનીયન રાજવંશોનો સમાવેશ છે. તેમણે અહુરા મઝદાના ગુણોને સમજાવ્યા અને વિનોદી વાર્તાઓ શેર કરી, આપણો રોજિંદો શબ્દ, ‘સાહેબજી’ નો ખરેખર કેવી રીતે અર્થ થાય છે કે ‘તમે અહુરા મઝદાના આદેશ પર લાંબુ જીવન જીવી શકો’.
દેવલાલી-નાશિક પારસી- ઝોરાસ્ટ્રિયન અંજુમનના પ્રમુખ, શેરઝાદ પટેલે એરવદ કાત્રક અને એરવદ નોઝર મહેન્તી અને બીજા સ્વયંસેવકોનું સન્માન કર્યું હતું જેમણે ખંતથી અંજુમનની સેવા કરી. સાંજે બિલીમોરાના જિમી દાંડીવાલાએ તૈયાર કરેલા ભોજન સૌએ માણીે કાર્યક્રમને સમાપ્ત કર્યો હતો.

About  હોશંગ કે. કાત્રક

Leave a Reply

*