નવસારીના પાક આતશબહેરામના આતશ પાદશાહની 254મી સાલગ્રેહ નિમિત્તે સવારે 9.30 કલાકે વડા દસ્તુરજી મહેરજી રાણા સાથે એરવદ હોમી આંટયા, એરવદ ફ્રેડી પાલ્યા, ટ્રસ્ટી અને સેક્રેટરી એરવદ ખુરશેદ હોમી દેસાઈ અને બીજા વીસ દસ્તુરો મળી જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી. માચીની ક્રિયા સવારે 7.00 કલાકે કરવામાં આવી હતી. લગભગ 200થી વધુ લોકોએ સાલગ્રેહમાં હાજરી આપી હતી.
ખુશરૂ કાસદ દ્વારા તૈયાર કરાયેલ ‘શેહરી આયોજન’ અથવા વર્ષગાંઠની ઉજવણી આતશબહેરામ અને વડી દરેમહેર ટ્રસ્ટ દ્વારા આયોજીત, દોશીબાઈ કોટવાલ પારસી અનાથાશ્રમ ખાતે સિરવઈ પાર્ટી પ્લોટમાં સાંજે 7.00 કલાકે યોજવામાં આવી હતી. આ અનાથઆશ્રમના મેદાનમાં લગભગ 1200 લોકો પાંચ પંગતમાં બેસ્યા હતા. આ જરથોસ્તી પેઢીઓનું એક હુંફાળું નયનરમ્ય દ્રશ્ય હતું જેમાં વરિષ્ઠ મહિલાઓ, સજ્જનો અને યુવાનો સાંજ સુધી એકબીજા સાથે સંપર્કમાં હતા તથા સંવાદ સાધતા હતા.
- ક્રિકેટ અને મીડિયા પર્સનાલિટી દારા પોચખાનાવાલાનું નિધન - 7 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ ભવ્યરીતે 150મી સાલગ્રેહની ઉજવણી કરી - 7 September2024
- સિંગાપોરના પારસીઓએ ધામધૂમથીનવા વર્ષની ઉજવણી કરી! - 7 September2024