બિગ બીએ કેબીસી પર વિસ્પી કાસદને શુભેચ્છા પાઠવી હતી

આ અઠવાડિયાની શરૂઆતમાં, સુપરહિટ ટીવી રિયાલિટી ક્વિઝ શો કેબીસી (કૌન બનેગા કરોડપતિ)ના સેટ પર, નવસારી અને આપણા સમુદાયનું ગૌરવ, કરાટે ઉસ્તાદ, વિસ્પી કાસદ તેના છઠ્ઠા ગિનીસ વર્લ્ડ રેકોર્ડના કરેલા પ્રયાસ માટે યજમાન – સુપરસ્ટાર, અમિતાભ બચ્ચને શુભેચ્છા વ્યક્ત કરી હતી.
પાંચ વખત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ ધરાવનાર, ઇન્ડિયા અમેરિકા ગોટ ટેલેન્ટ ફેમ (2017), વિસ્પી કાસદ તેના છઠ્ઠા વર્લ્ડ રેકોર્ડની તૈયારી કરી રહ્યા છે. તેઓ ઈલેકશન કમિશ્નર ઓફ ઈન્ડિયાના ગુજરાતના સ્ટેટ આઈકોન છે અને તાજેતરમાં કેબીસી શોમાં હતા. અમિતાભના જન્મદિવસે (11મી ઓકટોબર) વિસ્પી કાસદની ટીમને અમિતાભ બચ્ચને 3 મીનીટ મુલાકાત માટે ફાળવી હતી અને ‘ઝોરાસ્ટ્રિયન લાઇફ એન્ડ કલ્ચર’ અને ‘વિશ્વ યુદ્ધ દરમિયાન પારસી સમુદાયનું યોગદાન’ એમ બે પુસ્તકો રજૂ કર્યા. આ પુસ્તકોમાંથી એક પ્રશ્ર્ન કેબીસીના એક એપિસોડમાં પૂછવામાં આવ્યો હતો, જેનાથી વિસ્પી ખૂબ રાજી થયા હતા.

– નવસારી ભાસ્કરમાંથી

Leave a Reply

*