ખ્યાતિ મેળવનાર જીયો પારસી સ્કીમ

ભારત સરકારની યોજના સપ્ટેમ્બર 2013માં સ્થપાઇ હતી, જે પારસી યુગલોને બાળકો પેદા કરવાના પ્રોત્સાહન માટે રોકડ સહાય આપે છે. જેનું પરિણામ એસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નિક્સ (એઆરટી) દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 214બાળકો જન્મ્યા છે. આ યોજનાની સફળતાને ધ્યાનમાં રાખીને, આગામી વર્ષ માટે વધુ નાણાકીય ભંડોળ ફાળવવાનું વિચારી રહ્યું છે. કેન્દ્ર પ્રાયોજિત યોજનામાં વર્ષ 2019-2020 માટે 12 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. યોજના સમીક્ષાના આધારે, સરકાર જો રકમ વધારવાની જરૂર છે કે નહીં તે ધ્યાનમાં લેશે.
પરઝોર ફાઉન્ડેશનના અધ્યક્ષ ડો. શેરનાઝ કામાએ વ્યક્ત કર્યું કે તેઓ યોજનાના વાસ્તવિક પ્રભાવ અને તેઓ જે પ્રોત્સાહન આપનાર કાર્યક્રમો કરે છે તેના અંદાજ માટે 2021માં નવી ગણતરીના ડેટાની રાહ જોઈ રહ્યા હતા. તેમણે કુટુંબ દીઠ બે કરતા વધારે બાળકો હોવા અને વસ્તી ઘટાડાને રોકવા માટે ભંડોળ સિવાય જરૂરી સંખ્યાબંધ હસ્તક્ષેપોની વાત કરી હતી. પારસીઓએ વહેલા લગ્ન કરવા અને એક કરતા વધારે સંતાન મેળવવા માટે પ્રોત્સાહિત કરવા પરઝોર ફાઉન્ડેશન એક હિમાયત કાર્યક્રમ ચલાવે છે. ડો. કામાએ એમ પણ કહ્યું હતું કે સમુદાયમાં કામ કરતા વ્યક્તિ દીઠ આશ્રિતોની સંખ્યા, જે પારસીઓમાં વધારે છે કારણ કે મોટાભાગના યુગલોમાં એક જ બાળક હોય છે, તેથી વરિષ્ઠ લોકો માટે ભથ્થું વધારવાની જરૂર છે.

Leave a Reply

*