વડવા ગામની સીમમાં ભરૂચ જિલ્લામાં કયાંય જોવા ન મળે તેવું હોર્સફાર્મ ગામની મુલાકાતે આવનાર લોકોની નજરે ચડે છે. મૂળ રહિયાદ ખાતે રહેતા પારસી પરીવારના નોશીર મીનોચેર હોમાવાલા આજે 80 વર્ષની ઉંમરે પણ ઘોડાઓનો શોખ ધરાવે છે. વડવા ગામ તરફ જવાના માર્ગમાં એક તરફ અઢી એકર જમીનમાં ઉભું કરેલું વિશાળ હોર્સફાર્મ અને બીજી તરફ આંખે ઉડી વળગે તેવું ફાર્મ હાઉસ તેમણે તૈયાર કર્યુ છે. અપરિણીત એવા નોશીર હોમાવાલાને તેમના બાપદાદા તરફથી વિરાસતમાં ઘોડા પાળવાનો શોખ મળ્યો છે. તેમના કહેવા મુજબ તેમના પરીવારમાં 137 વર્ષ પૂર્વેથી ઘોડાઓ રાખવામાં આવે છે. આજે એમના પરીવારની પરંપરાને તેમણે વિશાળ હોર્સફાર્મ બનાવીને વહેતી રાખી છે. પોતાનું સંપુર્ણ જીવન તેમણે ઘોડાઓની માવજત પાછળ ખર્ચી નાખ્યું છે. તેમની પાસે હાલ તેમના હોર્સફાર્મમાં 43 જેટલા સારી નસલના ઘોડાઓ છે. એક ઘોડાની પાછળ રોજના અંદાજે 200થી 250 રૂપિયાની આજુબાજુનો ખર્ચ થાય છે. 43 ઘોડાનો રોજનો ખર્ચ આઠથી દસ હજાર થાય છે. એ જોતા મહિને બે થી અઢી લાખ અને વાર્ષિક જોવા જઈએ તો 30 લાખની આસપાસનો ખર્ચ તેઓ ઘોડાઓની માવજત પાછળ કરે છે. 80 વર્ષની ઉંમરે હજીપણ નોશીર હોમાવાલા 10 કિલોમીટર સુધી ઘોડેસવારી કરે છે.
80 વર્ષની વયે 10 કિલોમીટર ઘોડસવારી કરતા નોશીર હોમાવાલા

Latest posts by PT Reporter (see all)