Your Moonsign Janam Rashi This Week –
05th October, 2019 – 11th October, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

શનિની દિનદશા ચાલુ હોવાથી નાના કામમાં પણ મુશ્કેલીઓ આવશે. સમય પર કામ પૂરા નહીં થાય. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. ઉપરીવર્ગ વધારે પરેશાન કરશે. ઘરમાં લોખંડ કે ઈલેકટ્રોનિક વસ્તુ લેવાની ભુલ કરતા નહીં. આવક ઓછી અને ખર્ચ વધવાથી મન બેચેન રહેશે. ઘરવાળા સાથે મતભેદ થશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 5, 6, 8, 11 છે

Saturn’s ongoing rule could pose impediments in even smaller tasks. You might not be able to complete your work in time. Financially, things might not be as smooth. Seniors at work could prove challenging. Do not make any steel or iron purchases for the house. You could feel restless as your expenses outweigh your income. You could get into arguments with family members. Pray the ‘Moti Haptan Yasht’ daily.

Lucky Dates: 5, 6, 8, 11.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

21મી ઓકટોબર સુધી મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મિત્રોને મદદ કરી ધન કમાઈ શકશો. કોઈ જરૂરરતમંદને મદદ કરી શકશો. જયાં કામ કરતા હશો ત્યાંથી ફાયદો મળશે. ઘરવાળાની જરૂરરત પૂરી કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.

 Mercury’s rule till 21st October will bring in financial gains. Ensure to invest. You will be able to earn income by helping friends. You will be able to help someone in need. You will benefit at your place of work. You will be able to cater to your family’s wishes. Pray the ‘Meher Nyaish’ daily.

Lucky Dates: 7, 8, 9, 10.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

બુધની દિનદશા લાંબા સમય સુધી ચાલશે. કોઈના સાચા સલાહકાર બની બીજાનું દિલ જીતી લેશો. નાણાકીય બાબતમાં જરૂરતના સમયમાં ખર્ચ કરશો. મનગમતી વ્યક્તિને મળવાના ચાન્સ છે. કામકાજ વધારવા ગામ પરગામ જઈ શકશો. વધુ ધન કેમ કમાવું તેના વિચાર આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 5, 6, 9, 10 છે.

Mercury’s extended rule helps you provide honest advice to others and winning them over. You will need to make expenses during times of need. You could bump into a favourite person. You would need to travel to expand your business horizons. You will focus on means to increase your earnings. Pray the ‘Meher Nyaish’ daily.

Lucky Dates: 5, 6, 9, 10.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

મંગળની દિનદશા ચાલુ હોવાથી નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. સ્વભાવ ચીડીયો થઈ જશે. તમારી સાથે કામ કરનાર તમારી ભૂલ કાઢી વધારે પરેશાન કરશે. વાહન સંભાળીને ચલાવજો. ભાઈ-બહેન સાથે નાની બાતમાં મતભેદ પડતા રહેશે. નાણાકીય ખેંચતાણ વધી જશે. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.

Mars’ ongoing rule could lead you to get angry over petty matters. You will become easily irritable. Your colleagues could fault your mistakes and increase your troubles. Drive or ride your vehicles with caution. Sibling squabbles could take place. Financially, things might not be smooth. To pacify Mars, pray the ‘Tir Yasht’.

Lucky Dates: 5, 6, 7, 8.


LEO | સિંહ: મ.ટ.

05Leo

26મી ઓકટોબર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તમારા કામમાં શાંતિ રહેશે. જે પણ કામ કરશો તે સમજી વિચારીને કરશો. ઘરવાળાને મદદ કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. નાની મુસાફરી કરી શકશો. પ્રેમી-પ્રેમીકાના સંબંધ સારા રહેશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 5, 6, 10, 11 છે.

The Moon’s rule till 26th October brings in calmness in your professional life. Ensure to think things over before implementing them. You will be able to help out your relatives. Financial stability indicated. Ensure to invest. Short travels are indicated. Affection between couples will imporve. Pray the 34th Name – ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 5, 6, 10, 11.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

આજનો દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. આજે કોઈપણ સહી સિકકાના કામ કરતા નહીં. કોઈને કોઈપણ જાતનું પ્રોમીશ આપશો નહીં. કાલથી શરૂ થતી ચંદ્રની દિનદશા 50 દિવસ માટે ભરપુર શાંતિ આપશે. જે કામ કરશો તેમાં સફળતા મળો. સરકારી કામ કરી શકશો. મનની વાત જેને કહેવી હોય તેને કહી શકશો. આજે ‘યા રયોમંદ’ અને કાલથી ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.

With today as the last day under the Sun’s rule, avoid doing any legal/govt related work this day. Do not make any promises to people. The Moon’s rule, starting tomorrow, brings in immense peace over the next 50 days. You will taste success in all you do. You will be able to attend to your legal works. You will be able to share what’s on your mind with others. Today, recite the name in prayer, ‘Ya Rayomand’ and tomorrow onwards, recite ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 6, 7, 8, 9.


LIBRA | તુલા: ર.ત.

07Libra

17મી ઓકટોબર સુધી શુક્રની દિનદશા ચાલુ હોવાથી અગત્યના કામો પહેલા પૂરા કરશો. ઓપોઝીટ સેકસ સાથે સારા સારી રહેશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. પણ ખર્ચ વધી જશે. બીજાને મદદ કરી શકશો. ઘરવાળાને ખુશ રાખી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 5, 9, 10, 11 છે.

Venus’ rule till 17th October suggests that you prioritize important tasks to complete first. You will have good relations with the opposite gender. Financial stability indicated, despite an increase in your expenses. You will be able to help others. Your family members will be happy with you. Continue to pray to Behram Yazad daily.

Lucky Dates: 5, 9, 10, 11.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

મોજીલા ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખમાં રહેશો. ઘરવાળાને પણ ખુશ રાખી શકશો. જીવનસાથી શોધવામાં શુક્ર મદદગાર બનશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. કામ સાથે પીકનીક માટે પણ ગામ-પરગામની મુસાફરી કરી શકશો. રોકાયેલા નાણા પાછા મેળવવા થોડીઘણી ભાગદોડ કરવી પડશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 5, 7, 8, 10 છે.

Venus’ rule continues to push you towards fun and entertainment. You will be able to keep your family happy. Venus helps you in your search for a companion. Financial stability indicated. Travel will bring you opportunities for work and pleasure. To retrieve stalled income, you will need to put in some effort. Daily, pray to Behram Yazad.

Lucky Dates: 5, 7, 8, 10.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

આજનો દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી ઘરવાળા સાથે ખોટી બોલાચાલીમાં પડતા નહીં. આવતી કાલથી શરૂ થતી શુક્રની દિનદશા આવતા 70 દિવસ માટે તમારા તમામ દુ:ખને સુખમાં બદલી નાખશે. નાણાકીય બાબતમાં સારા સારી થવાથી મનને આનંદ મળો. આજે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો. આવતી કાલથી ‘બહેરામ યઝદ’ની આરાધના ભણજો.

શુકનવંતી તા. 6, 9, 10, 11 છે.

With today as the last day under the Rahu’s rule, avoid getting into wrong arguments with family members. Venus’ rule, starting tomorrow for the next 70 days, will turn all the pains you have endured into happiness. Financial benefits will bring you happiness. Pray the ‘Mahabokhtar Nyaish’ today and starting tomorrow, pray daily to Behram Yazad.

Lucky Dates: 6, 9, 10, 11.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી જે કામ કરશો તેનું પરિણામ ઉલટુ આવશે. બેદરકાર રહેવાથી તબિયત ખરાબ થવાના ચાન્સ છે. શારિરીક નિદાન નહીં થાય. ડોકટરનો ખર્ચ વધી જશે. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. ઘરવાળા સાથે મતભેદ થવાના ચાન્સ છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 5, 7, 8, 10 છે.

Rahu’s rule till 6th November could end up spoiling things for you with opposite results than that which you expected. Your carelessness towards your health could cost you. A proper physical diagnosis might not be possible. Medical expenses could rise. Financial constraints could crop up. Arguments with family members is predicted. Pray the ‘Mahabokhtar Nyaish’ daily.

Lucky Dates: 5, 7, 8, 10.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

25મી ઓકટોબર સુધી ગુરૂની દિનદશા ચાલુ હોવાથી સોશીયલ કામો સારી રીતે કરી શકશો. બીજાના મદદગાર બની શકશો. નકામા ખચર્ર્ પર કાપ મૂકી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઘરનું વાતાવરણ સારૂં રહેશે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 5, 6, 10, 11 છે.

Jupiter’s rule till 25th October enables social works. You will be helpful to others. Try to hold down unnecessary expenses and ensure to make investments. Financial stability indicated. The atmosphere at home will be cordial. Short travel is indicated. Ensure to pray the ‘Sarosh Yasht’ daily.

Lucky Dates: 5, 6, 10, 11.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલુ હોવાથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. મનપસંદ જીવનસાથી મળી જશે. પ્રેમી કે પ્રેમીકાને તમારા મનની વાત કહી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.

Jupiter’s ongoing rule will bring you good news. You could meet your ideal life partner. You will be able to speak your mind with your beloved. Financial stability indicated. You will be able to cater to the wishes of your family. Pray the ‘Sarosh Yasht’ daily.

Lucky Dates: 5, 6, 7, 8 .

Leave a Reply

*