એરવદ વરઝાવંદ દાદાચાનજીએ મરતાબની ક્રિયા પૂર્ણ કરી

બા2 વર્ષની ઉંમરના એરવદ વરઝાવંદ હોરમઝ દાદાચાનજીએ તા. 6ઠ્ઠી નવેમ્બર 2019ને દિને હ્યુજીસ રોડની વાચ્છા ગાંધી અગિયારીમાં મરતાબની ક્રિયા પૂર્ણ કરી. મરહુમ એરવદ રૂસ્તમજી કાવસજી દાદાચાનજી (ગ્રેટ ગ્રાન્ડ ફાધર)ના આશિર્વાદ અને પંથકી એરવદ અસ્પંદીયાર આર. દાદાચાનજી અને એરવદ દારાયસ પી. બજાંના નેતૃત્વ હેઠળ ક્રીયા પાર પાડવામાં આવી હતી.
એરવદ વરઝાવંદે દાદર અથોરનાન ઈન્સ્ટિટયુટના પ્રિન્સીપાલ એરવદ રામિયાર કરંજીયા અને ભણતર ટીચરર્સ, એરવદ કેરસી કરંજીયા અને એરવદ સરોશ બહેરામકામદીનના માર્ગદર્શન હેઠળ તાલીમ પ્રાપ્ત કરી હતી.
એરવદ વરઝાવંદ જે એરવદ હોરમઝ અને નવાઝ દાદાચાનજીના દીકરા અને એરવદ અસ્પંદીયાર અને ધનમાય દાદાચાનજી અને એરવદ પરવેઝ અને બેપ્સી બજાંના પૌત્ર (ગ્રેન્ડ સન)છે અને દાદર પારસી યુથ એસેમ્બલી સ્કુલમાં ભણે છે. આપણે એરવદ વરઝાવંદ દાદાચાનજીએ યુવાનીમાં હાંસલ કરેલી સિદ્ધિની પ્રશંસા કરીએ છીએ! દાદર અહુરા મઝદા તેમની સેવામાં તેમને હંમેશા આશીર્વાદ મળે અને ભવિષ્યમાં ધાર્મિક ક્રિયાના તેજસ્વી પ્રકાશ હેઠળ આપણાં સમુદાયનું નેતૃત્વ કરે!

Leave a Reply

*