જે પ્રમાણે તમને તમારા મુલકમાં માન મરતબો આપવામાં આવે છે તેવોજ માન અમે મરતબો તમને મળશે.’ ‘બલવંત સુલતાન!’ તે શાહજાદાએ પુછયું કે ‘શું તમે ધારો છો કે તમારી રાજધાની હ્યાંથી નજદીક છે? સુલતાને કહ્યું કે ‘અલબત્તે હું ધારૂં છું કે મારી રાજધાની તરફ જઈ પહોંચતા વધુમાં વધુ પાંચ કલાક લાગશે.’ તે શાહજાદાએ કહ્યું કે ‘મારા શહેર ઉપર જાદુની જે અસર લગાડવામાં આવી હતી તેથી એક વર્ષની મુસાફરી કરતાં એ પુગી શકાય નહીં ત્યાં તમો પાંચ કલાકમાં આવી લાગ્યા છો. જ્યારથી તે સજીવન થયું છે ત્યાંરથી તે સઘળું બદલાઈ ગયું છે. પણ તેથી કાંઈ તમારી સાથે તમારે મુલક આવવાને હું નારાજી નથી, બલકે જમનીનને બીજે નાકે તમારે ખાતર જવું પડે તો હું ‘ના’ કહેનાર નથી. મારો છુટક કરનાર તમે છો અને મારા ઉપકારની સઘળી સાબેતી આપવા માટે હું તમારી સાથે ખુલ્લા દિલથી તમારે મુલક આવવા માંગુ છું અને કાંઈપણ રીતની દિલગીરી વગર મારો મુલક છોડી દઉ છું.
જ્યારે સુલતાને જોયું કે તેના મુલકથી આ કાળા ટાપુનો મુલક એટલી લાંબી મંજલ છે ત્યારે તે ઘણોજ અજબ થયો અને એ રીતે કેમ બન્યું તેનો ભેદ સમજી શકયો નહીં. કાળા ટાપુના જવાન શાહજાદાએ તે વિશે પુરતો ખુલાસો કીધાથી તેની ખાતરી થઈ અને તે બાબતમાં તેના મનમાં કાંઈ પણ સંદેહ રહ્યો નહીં. સુલતાને કહ્યું કે ‘મારા દેશ તરફ પાછું ફરતા ઘણા દિવસ લાગશે તેની ચિંતા નહીં પણ તેનો બદલો બીજી ખુશાલી હાંસલ થયાની મને મળશે તે એ કે તમો મારી સાથે આવ્યાથી હું એમ જાણીશ મારી સાથે મારો દીકરો આવ્યો અને એમ ગણીને હું તમને મારો વારસ ઠેરવી જઈશ કારણ કે પેટે કાંઈ પણ ફરજંદ નથી.’ સુલતાન તથા કાળા ટાપુના શાહ વચ્ચેની મુલાકાતનું છેવટ આવી ખુશાલી સાથ આવ્યા પછી તેઓએ એક બીજા સાથ બગલગરી કીધી અને તે જવાન શાહજાદાએ મુસાફરીએ જવાની તૈયારી કીધી. તેના દેશના લોકો તથા દરબારીઓ તેની જુદાઈથી દિલગીર થયા સબબ કે તેમનો તે ઘણો વ્હાલો પાદશાહ હતો. તેને પોતાના સગાઓમાંથી જે શખ્સને શાહ તરીકે પસંદ કીધો તે શખસને તેઓએ કબુલ રાખ્યો. અંતે સુલતાન તથા શાહજાદો મુસાફરી કરવા નીકળ્યા અને પોતાની સાથે સો ઉંટ ભરી અમૂલ્ય ચીજો તથા ખજાનો લીધો હતો જે સર્વે તે જવાન શાહના ખજાનામાંથી ચુંટી કાઢ્યું હતું તથા તેઓની સાથે પચાસ ચુનંદા ઉંચી કિંમતના લેબાશ પહેરેલા તથા તેવી ઉંચી કિંમતના અરબી ઘોડા પર સવાર થયેલા અમીરજાદાઓ આવ્યા હતા. તેઓની સફર ખુશનુમા નિવડી. સુલતાનને પોતાના મુલક તરફ જતાં જે ઢીલ થઈ હતી તેનો સબબ જણાવવા માટે તથા સહેજ દિવસમાં તે પોતાને શહેર આવી લાગશે તેની ખબર આગમચથી પહોંચાડવાને માટે તેણે કાસદો મોકલ્યા હતા તેથી જ્યારે તે પોતાને મુલક જઈ પહોંચ્યો ત્યારે મોટી પદવી ધરાવનાર તેના અમલદારો તેને એકતેકબાલ લેવા આવ્યા અને તેઓએ તેને ખાતરીથી જણાવ્યું કે જો કે સુલતાન સાહેબને પોતાના મુલકમાં પાછું ફરતા વિલંબ લાગ્યો છે છતાં તેની ગેરહાજરીમાં કાંઈપણ ફેરફાર તેના મુલકમાં કરવામાં આવ્યો નથી.’ તે દેશની તમામ રૈયત એકઠી થઈ તેને મળવા આવી અને ખુશી ખુશાલીના અવાજથી તેને આવકાર આપ્યો અને તે ખુશાલી કાયમ રાખવા માટે કેટલાક દિવસ સુધી સુલતાનના મુલકમાં ઉપરાસાપરી જયાફતો તથા નાચરંગ કરવામાં આવ્યો.
(ક્રમશ)
- શુભ તીર મહિનો અને તિર્ગનનો તહેવાર - 7 December2024
- ઝેડસીએફ દ્વારા ડો. સાયરસ મહેતાનું સન્માન કરવામાં આવ્યું - 7 December2024
- એક સમોસાવાળો…. - 7 December2024