નેમાઝ-ઓ-અશો ફરોહર (મુકતાદનો નમસ્કાર)

આ ટૂંકી પ્રાર્થના આપણાથી દૂર ગયેલા આપણા વહાલા ફ્રવશીઓ માટેની આ પ્રાર્થના છે જે મુકતાદ નજીક આવતા પહેલા ભણવી જોઈએ:

Muktad No Namaskar:
As hama gunah
patet pashemanum;
Ashaunam vanguhish
surao spentao
Fravashayo yazamaide!
Ashaone Ashem Vohu
(Recite thrice)
Ahmai Raescha, Hazanghrem,
Jasa me avanghe
Mazda, Kerfeh Mozd.

કિશ્ર્ચિયનો લોકો ‘સોલ ડે’ અને હિન્દુઓ શ્રાધ્ધની ક્રિયા કરે છે તેમ આપણે મુકતાદ કરીએ છીએ. મુકતાદ એ આપણા બધા જરથોસ્તીઓનો વર્ષનો સૌથી મહત્વનો આધ્યાત્મિક સમયગાળો છે. આ સમય દરમિયાન, આપણે આપણા વહાલાઓ માટે પ્રાર્થના મોકલીએ છીએ અને આગામી નવા વર્ષ માટે તેમના આશીર્વાદ માંગીએ છીએ. અગિયારીમાં ઝગઝગતા વાઝ, ગુલાબ, ડેફોડિલ્સ, લીલીઓ અને ગુલછડીના સુગંધથી અગિયારીનું વાતાવરણ પ્રફુલ્લિત થઈ જાય છે ચંદન આતશ સાથે ભળી જતા વાતાવરણને આદરથી ભરી દે છે.
આપણા સૌથી કૃપાળુ મોબેદો વર્ષના આ સમયે તેમની અમૂલ્ય સેવા પ્રભાત થતાની સાથેજ પ્રદાન કરે છે. આ બધુ તેમના અમુલ્ય મંત્ર અને શાસ્ત્રો વગર અધુરૂં હોય છે. ખરેખર, તેઓ એક વાહક છે જેના દ્વારા આપણે આપણા નજીકના અને પ્રિયજનોની પવિત્ર આત્માઓ સુધી પહોંચી શકીએ છીએ. આ સમય દરમ્યાન અગિયારીમાં યુવાનો સ્વૈછિક સેવા આપતા હોવાથી અગિયારીમાં ઘણીજ હલચલ જોવા મળે છે. ત્યાં સમર્પિત કામદારોનું જાણે એક સૈન્ય જોવા મળે છે જે પૃષ્ઠભૂમિમાં કાર્ય કરે છે, તેઓ વાઝ સાફ કરે છે, ફૂલો અને ફળોને ચોખ્ખા પાણીથી ધોઈ નાખે છે, મલીદો બનાવે છે. અગિયારીને ચોખ્ખી કરે છે. અને ખાતરી કરે છે કે ચાસની ભરવા થેલીઓની કમી નહીં થાય! આપણે ખરેખર આપણા ચાસનીવાલાઓના ઋણી છીએ.
કૃપા પ્રાપ્ત કરવા અને પ્રાર્થના કરવાની સાથે, આપણે આપણા જોડાણની ભાવના પણ જોઈએ છીએ. સમુદાયની લાગણી જે થોડા સમય માટે પણ સવારના સમયે આપણે બધાને સાથે લાવે છે. હું આપણા સમુદાયના યુવાનોને નમ્રતાપૂર્વક વિનંતી કરૂં છું કે તેઓ તેમની નજીકની કોઈપણ અગિયારીમાંતેમની સ્વૈચ્છિક સેવા આપે. આપણે પણ, સૌથી વધુ ચોક્કસપણે મુક્તાદના બધા દિવસોમાં અગિયારીની મુલાકાત લેવી જોઈએ. મારાી અંત:કરણની પ્રાર્થના છે કે આ પૃથ્વી પરના તમામ માણસોને વોહુ મનો – સારા મન – પ્રાપ્ત થાય, અને હું આ વરદાન આપવા માટે આપણા પવિત્ર આત્માઓનો આશીર્વાદ માંગું છું.

About ડેઝી પી. નવદાર

Leave a Reply

*