પનીર સેન્ડવિચ પકોડા

સામગ્રી: પનીર સેન્ડવિચ પકોડા માટે – પનીર 350 ગ્રામ, બ્રેડની સ્લાઈસ, બેસન 150 ગ્રામ, મીઠું જરૂરિયાત મુજબ, ચપટી ખાવાનો સોડા, અને હળદર.
તેલ તળવા માટે. લાલ ચટણી માટે: લાલ મરચું 2 ચમચી, લસણ 7-8 કળી, મીઠું સ્વાદ અનુસાર, જીરુ 1 ચમચી નાખી તેની ચટણી પીસી લો. ફુદીના અને કોથમીરની ચટણી માટે: ફુદીનો 1 કપ, કોથમીર 1 કપ, લીલા મરચા – 2 થી 3, આદુ 1 ચમચી, આમચુર પાવડર 1 ચમચી, મીઠું સ્વાદાનુસાર નાખી તેની ચટણી પીસી લો.
બનાવવાની રીત: હવે પનીર સેન્ડવિચ પકોડા બનાવા માટે સૌ પ્રથમ બેસન, મીઠું, હળદર, અને ખાવાનો સોડા મીક્સ કરી ખીરૂં બનાવી તૈયાર રાખો પછી બ્રેડની સ્લાઈસ લો એક સ્લાઈસ પર લાલ ચટણી લગાવો અને બીજા પર લીલી ચટણી લગાવી પનીરના ટુકડાને વચ્ચે મૂકી સેન્ડવીચ બનાવી તેને બેસનના ખીરામાં ડીપ કરી તેલમાં સોનેરી ગોલ્ડન અને ક્રિસ્પી થતા સુધી ફ્રાય કરો.

Leave a Reply

*