Your Moonsign Janam Rashi This Week –
16th November – 22nd November, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી જે પણ કામ અટકેલા હશે તે ચાલુ કરવામાં સફળ થશો. નાણાકીય ફાયદો મેળવી શકશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મિત્રોની મદદ મળી જશે. કોઈની સાથે વાત કરવાથી તેનું દુ:ખ ઓછું કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 20, 21 છે.

Under Jupiter’s rule, you will be able to restart all your stalled projects. You will receive financial gains. Ensure to make investments. Friends will be helpful. You will be able to lessen another’s pain by speaking with them. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 16, 17, 20, 21.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં હેરાન થશો. અગત્યના કામ બાજુમાં રાકી નકામા કામની પાછળ સમય ખરાબ કરશો. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં તમારાથી નારાજ થશે. ખોટીં ચિંતા રહેશે. તબિયતની સંભાળ રાખજો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 21, 22 છે.

The start of Saturn’s rule could bring in problems in petty matters. You could end up wasting time by prioritizing unimportant tasks and ignoring the significant ones. Financially, things will not be stable. A desired individual will get upset with you over a small matter. Unnecessary worries will fill your mind. Take care of your health. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 18, 19, 21, 22 .


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

છેલ્લા પાંચ દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી લેતી-દેતીના કામ પહેલા પૂરા કરી લેજો. જે વ્યક્તિને ધન આપવાનું હશે તે તમને પરેશાન કરી મૂકશે. શનિથી બચવા તેની પાસે 40 દિવસની મુદત માગી લેજો. જ્યાં કામ કરતા હશો ત્યાંના લોકો પણ તમને ઈરીટેટ કરશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 19, 20 છે.

With the last five days remaining under the rule of Mercury, you are advised to complete any transactions related to lending or borrowing. Your creditors could harass you. To escape the wrath of Saturn, ask the divine for forty days of time. Your colleagues could irritate. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 16, 17, 19, 20.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

બુધની દિનદશા ચાલુ હોવાથી લાંબા સમય માટે ઈનવેસ્ટમેન્ટ કરજો. બુધ્ધિ વાપરી કામ કરવાથી ડબલ ફાયદામાં રહેશો. જે પણ કામ કરશો તેમાં નાણાકીય ફાયદો થશે. નવા કામ કરવા માટે હાલનો સમય ખૂબ સારો છે. મિત્રોની મદદ મળશે. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 21, 22 છે.

Mercury’s rule suggests that you invest for the long term. Using your intelligence at work will double your benefits. You will get financial gains in all works undertaken by you. This is a great time for starting new ventures. Friends will be helpful. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 18, 19, 21, 22.


LEO | સિંહ: મ.ટ.

05Leo

24મી નવેમ્બર સુધી તબિયતની ખાસ સંભાળ લેજો મંગળની દિનદશા ચાલુ હોવાથી વાહન સંભાળીને ચલાવજો એકિસડન્ટ થવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં ખેંચતાણ વધી જશે. નાની બાબતમાં ગુસ્સે થશો. પ્રેશર વધવાના ચાન્સ છે. જમીન-જાયદાદના કામમાં સફળતા નહીં મળે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 20, 21 છે.

 You will need to take extra care of your health till the 24th of November. Mars’ rule suggests that you drive/ride your vehicle with caution as there are chances of an accident. Financially, you will feel the strain. You could get angry over small issues. Your BP could rise. You will not be successful in matters pertaining to property or jewelry. Pray the Tir Yasht daily.

Lucky Dates: 16, 17, 20, 21.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

26મી નવેમ્બર પહેલા અગત્યના કામો પૂરા કરવામાં સફળતા મળશે. તમારા કામનું વળતર પહેલા લઈ લેજો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરવાળાનો સાથ મળી રહેશે. નવા મિત્રો મળવાથી આગળ જતા ફાયદામાં રહેશો. નાની મુસાફરીનો ચાન્સ છે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 18, 19, 20, 22 છે.

You will be able to successfully complete all your important works before the 26th of November. Ensure that you get your work’s worth first. Ensure to make investments. Your family will be supportive. New friends will prove beneficial in the future. Short travel is on the cards. Pray the 34th name, ‘Ya Beshtarna’, 101 times.

Lucky Dates: 18, 19, 20, 22.


LIBRA | તુલા: ર.ત.

07Libra

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. રોજના કામો શાંતિથી પૂરા કરી શકશો. દેશ-વિદેશથી સારા સમાચાર મળી શકશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવા એકસ્ટ્રા કામ મેળવી શકશો. પહેલાના મતભેદ પૂરા થઈ જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 16, 17, 20, 21 છે.

The Moon’s rule will provide ample travel opportunities. You will be able to calmly complete your daily chores. You will get good news from abroad. You will be able to take on extra work to cater to the wants of your family. Earlier resentments will come to an end. Financial stability indicated. Pray the 34th name, ‘Ya Beshtarna’, 101 times.

Lucky Dates: 16, 17, 20, 21.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

આજથી સુર્યની દિનદશા શરૂ થયેલી છે. 6ઠ્ઠી ડિસેમ્બર સુધી સરકારી કામોમાં સફળતા નહીં મળે. ઘરમાં વડીલવર્ગ હશે તો તેની તબિયત અચાનક ખરાબ થઈ જશે. ધણી-ધણીયાણીમાં મતભેદ પડશે. અંગત ચીજ વસ્તુ ખોવાઈ જવાના ચાન્સ છે. કોઈની વાતો સાંભળવી પડશે. સુર્યના તાપને ઓછો કરવા ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 16, 18, 19, 20 છે.

Starting today till the 6th December, the Sun’s rule could pose impediments in being successful in legal/Government-related works. The elderly at home could fall ill. Spouses could quarrel. You could lose an important document. You could end up getting an ear-full, from another. To placate the heat of the Sun, recite the name – ‘Ya Rayomand’, 101 times.

Lucky Dates: 16, 18, 19, 20.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખમાં વધારો થશે. ખાવાપીવામાં વધારે ખર્ચ કરશો. આવકમાં વધારો થશે. નવા મિત્રો મળશે. ધણી-ધણીયાણીમાં સંબંધો સુધરી જશે. ઘરમાં કોઈ નવા મહેમાન આવવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 16, 18, 19, 22 છે.

Venus’ rule will get you more inclined towards fun and entertainment. You will spend more on feasting. Income will increase. You will make new friends. Spousal relationships will improve. You could expect a new guest to come home. Pray to Behram Yazad daily.

Lucky Dates: 16, 18, 19, 22.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

શુક્રની દિનદશા ચાલુ હોવાથી માનઈજ્જત મળતા રહેશે. તમારી વાત બીજાને સમજાવી શકશો. નાણાકીય મુશ્કેલી દૂર કરવાનો રસ્તો મળી જશે. પ્રેમી-પ્રેમીકા તરફથી સારા સમાચાર મેળવી શકશો. મુસાફરી કરી શકશો. ખર્ચ કર્યા પછી પણ પૈસાની તકલીફ નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 17, 19, 20, 21 છે.

Venus’ ongoing rule continues to bring you fame and respect from all quarters. You will be able to communicate your point with others clearly. You will find a way to resolve any financial issues. Those in love will receive good news. Travel is on the cards. Despite making expenses, you will not feel financially constrained. Pray to Behram Yazad daily.

Lucky Dates: 17, 19, 20, 21.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે જ્યાં કામ કરતા હો ત્યાં કોઈના પર વિશ્ર્વાસ મુકતા નહીં. તમારા દુશ્મનો તમને ફસાવી દેશે. કોઈને મદદ કરવાથી તમે મુશ્કેલીમાં આવશો. 6ઠ્ઠી ડિસેમ્બર સુધી અચાનક તબિયત ખરાબ થવાના ચાન્સ છે. ડોકટરની સલાહ અવશ્ય લેજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 18, 22 છે.

Rahu’s ongoing rule advises you to not trust your colleagues blindly. Your detractors could put you in a difficult situation. You will end up facing a problem if you try to help others. Take care of your health especially up to the 6th of December. Ensure to consult a doctor for health issues. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 16, 17, 18, 22.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પૂરી કરજો. કોઈની ભલાઈનું કામ તમારા હાથે થશે. ધનલાભ પહેલા લઈ લેજો. તમારા ફાસયેલા નાણા 24મી પહેલા મળી જશે. જે પણ બચત કરેલ હશે તે 24મી પછી તમારા કામમાં આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

Jupiter’s rule till the 24th of November suggests that you first cater to the needs of family members. You will be able to help out someone in need. Ensure to cash in on your income or gains. You will be able to retrieve your stuck finances. Your savings will come to use post the 24th. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 19, 20, 21, 22.

Leave a Reply

*