Your Moonsign Janam Rashi This Week –
2nd November – 8th November, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ગુરૂની દિનદશા 25મી ડિસેમ્બર સુધી ચાલશે તેથી તમારા હાથથી ધર્મના કામો સારી રીતે થશે. નાણાકીય મુશ્કેલી ધીરે ધીરે ઓછી થતી જશે.  જે પણ ડીસીઝન લેશો તેમાં ચેન્જ નહીં કરો. તમારા અંગત વ્યક્તિને મદદ કરી શકશો. ધર્મના સ્થળે જઈ શાંતિ મેળવી શકાો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 2, 6, 7, 8 છે.

Jupiter’s rule till 25th December will nudge you towards religious works. Financial difficulties will start to lift. Avoid changing decisions that you have made. You will be able to help a person close to you. You will find peace at your holy place. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 2, 6, 7, 8.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી નવેમ્બર સુધી શનિની દિનદશા અને શનિની નાની પનોતી તમને નાની વાતમાં બેચેન બનાવશે. સીધા કામ પણ સમય પર નહીં થવાથી પરેશાન થઈ જશો. આવક કરતા ખર્ચ વધી જશે. જૂના રોકાણમાં ફાયદાની જગ્યાએ નુકસાન થતું હોય તો 25મી પછી ફાયદો આપશે. ઘરવાળા સાથે મતભેદ થશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

Saturn’s rule till 26th November and its omen could make you feel restless. You could feel annoyed at not being able to complete even easy tasks in time. Your expenses could exceed your income. Old investments which are indicating losses as opposed to profits, will show profits you post the 25th. You could get in squabbles with family members. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 3, 4, 5, 6.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

20મી નવેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. કોઈ પણ કામ કરવામાં કચાસ નહીં રાખો. બુધ્ધિ વાપરી તમારા કામો જલદી પૂરા કરી શકશો. ધન બચાવી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો અને લાંબા સમય માટે રોકાણ કરજો. ઘરમાં નવી વસ્તુ વસાવી શકશો. રોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 2, 5, 7, 8 છે.

Mercury’s rule till 20th November advises you to avoid being negative towards any work. Using your intelligence will help you complete your tasks sooner. Ensure to save money and make long-term investments. You will be able to install new items in the house. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 2, 5, 7, 8.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

બુધની દિનદશા ચાલુ હોવાથી બીજાના સલાહકાર બની ધન સાથે તેનું દિલ પણ જીતી લેશો. જયાંથી ધન મળતું હશે ત્યાં તમારૂ ધ્યાન પહેલા જશે. હીસાબી કામ પર વધુ ધ્યાન આપજો. નવા કામમાં સફળતા મળશે.  કરકસર કરી ધન બચાવી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 2, 5, 7, 8 છે.

Mercury’s ongoing rule will make you the ideal advisor, winning over not just income but also their hearts. You will automatically focus on areas where there is income. Pay attention to your accounts. New ventures will be successful. Ensure to save money and make investments. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 2, 5, 7, 8.


LEO | સિંહ: મ.ટ.

05Leo

24મી નવેમ્બર સુધી મંગળની દિનદશા ચાલુ હોવાથી મગજ નાની બાબતમાં ગરમ થશે. ઘરવાળા સાથે મતભેદ થશે. તમારી સાથે કામ કરનાર તમને ઈરીટેટ કરશે. વાહન સંભાળીને ચલાવજો. કોઈ પણ કામમાં મન નહીં લાગે. અગત્યની ચીજ વસ્તુ સંભાળીને રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 2, 3, 7, 8 છે.

Mars’ rule till 24th November will cause you to get hot-headed over petty matters. Squabbles with family members could take place. Your colleagues could irritate you. You are advised to drive/ride your vehicle carefully. No area of work will be able to hold your interest. Keep any important documents or things safely. Pray the Tir Yasht daily.

Lucky Dates: 2, 3, 7, 8.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

26મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી મુસાફરીનો ચાન્સ મળશે. જેને મળવું હોય તેને 26મી પહેલા મળી લેજો. કોઈને 26મી પહેલાનું પ્રોમીસ આપજો. ચંદ્ર તમારા કામ વીજળીવેગે પૂરા કરાવી આપશે. આનંદ મળે તેવી વ્યક્તિને મળવાના ચાન્સ છે. 101માંથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 3, 5,6, 8 છે.

The Moon’s rule till 26th November indicates opportunity to travel. Ensure you meet those you desire to meet before the 26th and make promises as well before the 26th. The Moon helps you complete your work at lightning speed. You will meet someone who will bring you happiness. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 3, 5,6, 8.


LIBRA | તુલા: ર.ત.

07Libra

છેલ્લા પાંચ દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 7મી સુધી તમને સરકારી કામમાં સફળતા નહીં મળે. ઉતરતી સુર્યની દિનદશા વડીલવર્ગની તબિયત ખરાબ કરાવી નાખશે. તમારા કામમાં કંટાળો આવશે. અપોઝીટ સેકસનો સાથ સહકાર નહીં મળે. 7મીથી પચાસ દિવસ માટે શરૂ થતી ચંદ્રની દિનદશા તમારા મનને શાંત બનાવી દેશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ સાથે 96મુ નામ ‘યા રયોમંદ’ ભણજો.

શુકનવંતી તા. 2, 5, 7, 8 છે.

With the last five days left under the rule of the Sun, you might not be successful in government related works till the 7th November. The descending rule of the Sun could bring down the health of the elderly. You could feel lethargy. The opposite gender might not be supportive. From the 7th of November, the Moon’s rule, for the next 50 days, brings you calmness. Pray the 34th Name, ‘Ya Beshtarna’, along with the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 2, 5, 7, 8.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા તમને સુખ આપશે. અગત્યના કામો વીજળીવેગે પૂરા કરી શકશો. અપોઝીટ સેકસને તરફથી ફાયદાની વાત જાણવા મળો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ધનલાભને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 3, 4, 5, 8 છે.

Venus’ rule till 16th November brings you contentment. You will be able to complete important tasks at lightning speed. You will get to know beneficial information from the opposite gender. Financial stability indicated. You will be able to invest your profits beneficially. Pray to Behram Yazad daily.

Lucky Dates: 3, 4, 5, 8.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ પાછળ ખર્ચ કર્યા પછી પણ નાણાકીય બાબતની ચિંતા નહી થાય. જે કામ કરશો તેમાં સફળતા મળશે. મનગમતી વ્યક્તિને મનની વાત કહી શકશો. ગામ-પરગામ જવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.

Venus’ ongoing rule ensures that even after spending on fun and entertainment, you will not need to have financial concerns. You will find success in all you do. You will be able to speak what’s on your mind to a person you desire. Travel is indicated. Pray to Behram Yazad daily.

Lucky Dates: 6, 7, 8, 9.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

આવતા 4 દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી રાહુની દિનદશા તમારી તબિયતને બગાડી નાખશે. ખાવાપીવામાં ધ્યાન આપજો. અંગત વ્યક્તિને ઉધાર પૈસા આપવાની ભૂલ કરતા નહીં. 6ઠ્ઠીથી શરૂ થતી શુક્રની દિનદશા તમારા તમામ દુ:ખને દૂર કરશે. ધીરે ધીરે સુખના દિવસો આવશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

With Rahu’s rule remaining for the next four days, Rahu’s descending rule could take a toll on your health. Pay attention to your diet. Do not lend money to a close person. Venus’ rule starting 6th November, will melt away all your pain. Slowly but surely, your good days will arrive. Pray to Behram Yazad daily.

Lucky Dates: 2, 3, 4, 5.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે કોઈની વાતમાં આવી પોતાનું નુકસાન કરાવશો. મનમાં ખોટા વિચારો આવશે. મદદ કરનાર વ્યક્તિ તમને નુકસાની આપશે. ઘરવાળા સાથે મતભેદ પડતા જશે. રાહુની ચિંતા ઓછી કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 3, 6, 7, 9 છે.

Rahu’s ongoing rule could have you taken in by another’s words, leading to your loss. Mentally you will have negative thoughts. A person supposed to help you, will cause you harm. Squabbles at home will continue. To placate Rahu, pray the Mahbokhtar Nyaish daily.

Lucky Dates: 3, 6, 7, 9.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 24મી નવેમ્બર સુધી સફળતા મળશે. ધર્મના કામ કરવાથી આનંદમાં રહેશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. અટકેલા કામમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. બીજાના મદદગાર થઈ શકશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

Jupiter’s ongoing rule brings in success till the 24th November. You will feel happy doing religious work. Financial stability indicated. Ensure to make investments. You will receive anonymous help in your stalled works. You will be helpful to others. Ensure to pray Sarosh Yasht daily.

Lucky Dates: 2, 3, 4, 5.

Leave a Reply

*