Your Moonsign Janam Rashi This Week –
9th November – 15th November, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ગુરૂની દિનદશા 25મી ડિસેમ્બર સુધી ચાલશે. મિત્રો તરફથી અચાનક મદદ મળી જશે. તમારી સલાહથી કોઈ મિત્રને નુકસાનીમાંથી બચાવી લેશો. તમારા અટકેલા કામો ફરી શરૂ કરી શકશો. નાણાકીય બાબતમાં મદદ લેવાની જગ્યાએ મદદગાર બની જશો. ઘરમાં શાંતિ રાખવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 12, 15 છે.

Jupiter’s rule till 25th December will bring you unexpected help from friends. Your advice will save a friend from harm. You will be able to restart stalled projects. Financially, you will be a helpful lender as opposed to a beneficiary. To ensure a calm atmosphere at home, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 9, 10, 12, 15.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી સુધી શનિની દિનદશા ચાલશે તેથી નાના કામમાં પણ મુશ્કેલીઓ આવશે. તબિયતનું ધ્યાન રાખજો સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. આવકની જગ્યાએ જાવક વધી જશે. તમારા કામની કદર નહીં થાય તેનું દુ:ખ લાગશે. તમારા હાથ નીચે કામ કરનાર તમને ઈરીટેટ કરી મુકશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.

Saturn’s rule till the 26th could create challenges in executing even small chores. Take care of your health. You could be troubled with joint pains. Expenses could get more than income. The lack of appreciation for your work could cause you sadness. Your junior colleagues could irritate you. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 10, 11, 12, 13.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

બુધની દિનદશા ચાલુ હોવાથી મુશ્કેલીભર્યા કામ સહેલા બનાવી દેશો. નાણાકીય બાબતમાં ફાયદો થશે. પ્લાનીંગ કર્યા વગર કોઈ કામ કરતા નહીં. નાની મુસાફરી કરી શકશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 24, 25 છે.

Mercury’s rule will help sort out any challenging tasks you have been dealing with. Financial gains indicated. Avoid doing any work without proper planning. Small travels will be possible. Ensure to make investments. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 10, 13, 14, 15.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

19મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. નવા વિચારો આવશે. આગળ વધી શકશો. તમારા કરેલ કામમાં નાણાકીય ફાયદો થઈ જશે. કોઈ વ્યક્તિના સાચા સલાહકાર બની મદદગાર બની જશો. ગામ-પરગામ જવાના ચાન્સ છે. ધનનો બચાવ કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 12, 14 છે.

Upto 18th December, Mercury’s rule will induce new thoughts in your mind and you will make progress. Your work will yield financial profits. Your honest advice will render you helpful to someone. Travel abroad is indicated. Ensure to invest your savings. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 9, 10, 12, 14.


LEO | સિંહ: મ.ટ.

05Leo

શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા સ્વભાવમાં ચેન્જીસ આવી જશે. તમે ચીડીયા બની જશો. નાની બાબત યાદ રાખવામાં મુશ્કેલી આવશે. બીજાનું ભલુ કરવા જતા તમારૂં ખરાબ થશે. નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં આવશો. ખર્ચનું પ્રમાણ વધવાથી માનસિક સ્થિતિ સારી નહીં રહે. સાંધાના દુખાવા તથા માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 13, 15 છે.

Saturn’s rule brings changes in your behavior, making you irritable. You will get forgetful with regard to small matters. Your intentions to help others will end up being harmful to you. Financial constraints indicated. Your increasing expenses will cause mental disturbance. You could suffer from joint pains and headaches. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 11, 12, 13, 15.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામો 26મી પહેલા પૂરા કરી લેજો. સેલ્ફકોન્ફિડન્સ સારો રહેશે. જે કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. તમારાથી રિસાયેલા વ્યક્તિને મનાવી શકશો. ઘરવાળાનો સાથ મળવાથી કામ સરળ બની જશે. દરરોજ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 9, 10, 12, 14 છે.

The Moon’s ongoing influence suggest that you complete all your important tasks before the 26th. You will feel confident. You will be able to make investments off your earnings. You will be able to win over an annoyed person. Support from your family will help ease your work. Recite the 34th name – ‘Ya Beshtarna’ 101 times, daily.

Lucky Dates: 9, 10, 12, 14.


LIBRA | તુલા: ર.ત.

07Libra

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 26મી ડિસેમ્બર સુધી તમારા મનની નેક મુરાદ પૂરી થશે. અધુરા રહેલા કામ જેની મદદથી પૂરા કરવા માંગશો તેની મદદ મળી જઈ કામ પૂરા કરી શકશો. કોન્ફિડન્સ પાછો આવી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. બગડેલી તબિયતમાં સુધારો આવશે. નવા મિત્રો મળશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

The Moon’s ongoing influence suggest that you will be able to achieve a noble desire by the 26th. A friend who could help complete your pending/incomplete works, will consent and help you do the same. You will regain your confidence. Financial stability indicated. There will be improvement in your health. You will make new friends. Recite the 34th name – ‘Ya Beshtarna’ 101 times, daily.

Lucky Dates: 11, 12, 13, 14.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લુ અઠવાડિયું શાંતિમાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી શુક્રની દિનદશા તમારા મોજશોખને વધારી દેશે. દુશ્મનને પણ પોતાના કરી શકશો. સરકારી કામો પહેલા પૂરા કરી લેજો. ઓપાઝિટ સેકસ સાથે સંબંધમાં સુધારો આવશે. કોઈબી વ્યક્તિને પ્રોમીશ આપતા નહીં. ખર્ચ કર્યા છતાં આ અઠવાડિયામાં ધનની મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.

શુકનવંતી તા. 9, 10, 12, 15 છે.

With the last week remaining to live out calmly, the descending rule of Venus will increase your inclination towards fun and entertainment. You will win over even your enemies. Ensure to first get all your legal/govt-related works completed. Relationships with the opposite gender will get better. Avoid making promises to anyone. Despite making expenses in this week, you will not face financial constraint. Pray daily to Behram Yazad.

Lucky Dates: 9, 10, 12, 15.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

16મી ડિસેમ્બર સુધી શુક્ર જેવા વૈભવશાળી ગ્રહની દિનદશા ચાલશે. મોજશોખ પાછળ વધુ ખર્ચ કરશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. મુસાફરીમાં જવાથી ધનલાભ સાથે આનંદ પણ મળશે. અપોઝિટ સેકસ તરફથી ભરપુર સુખ મળશે. દરરોજ ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.

શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

Venus’ rule till 16th December could have you spending more towards fun and entertainment. Financially you will be stable. Unexpected financial gains are indicated. Travel will benefit you financially as well as happiness. The opposite gender will delight you greatly. Pray daily to Behram Yazad.

Lucky Dates: 11, 12, 13, 14.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

શુક્રની દિનદશા ચાલુ હોવાથી 14મી જાન્યુઆરી સુધી જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. કામકાજમાં સારા સારી થતી જશે.  કામમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. નવા કામ શરૂ કરી શકશો.  મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. મુસાફરી કરી શકશો. તબિયતમાં પણ સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 9, 10, 13, 15 છે.

Under Venus’ rule, all endeavors that you attempt before 14th January will bring you success. Work will prosper. The employed could expect a promotion. You will be able to start new projects. You could stumble into a desirable person. Travel is on the cards. Health will be good. Pray daily to Behram Yazad.

Lucky Dates: 9, 10, 13, 15.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે સીધા કામ ઉલટા થઈ જશે.તમારા અંગત વ્યક્તિ તમારી સાથે દગો ફટકો કરી નાખશે. નાણાકીય લેતી-દેતી કરવામાં ધ્યાન આપજો. જ્યાં કામ કરતા હશો ત્યાંનો ઉપરી વર્ગ તમારા પર નારાજ થઈ જશે. ખોટા વિચારોથી પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 10, 11, 12, 14 છે.

Rahu’s rule till 6th December could turn things topsy-turvy. Those you consider close could deceive you. Pay good attention to all financial transactions. Your senior colleagues could get angry with you at the workplace. Negative thoughts could trouble you. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 10, 11, 12, 14.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી નવેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી ચેરીટીના કામ કરી શકશો. બીજાના મદદગાર થવાથી તમને ફાયદો થશે. તમારી મનપસંદ વ્યક્તિને મળી શકશો. નવી વ્યક્તિ સાથે ઓળખાણ થવાના ચાન્સ છે. જ્યાં જશો ત્યાં માન મળશે. કામમાં સફળતા મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 13, 15 છે.

Jupiter’s rule till 24th November will push you towards doing charity. Helping others will prove beneficial to you. You could meet a favourite person. You could meet someone new. You will receive respect wherever you go. You will be successful at work. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 9, 10, 13, 15.

Latest posts by PT Reporter (see all)

Leave a Reply

*