અસ્પે સિયાહી અને યથા અહુ વરીયો

કયાનીયન રાજા વિસ્તાસ્પના દરબારમાં, જરથુસ્ત્રને એક ઉચ્ચ પદ આપવામાં આવ્યું હતું. તેમને રાજાના બાજુની જગા પર એક ખાસ ગાદી પર તેમના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આથી વિસ્તાસ્પના દરબારના અન્ય દરબારીઓમાં ઈર્ષ્યા જન્મી. તેઓએ એક કાવતરૂં રચ્યું, જેમાં તેઓએ જરથુસ્ત્રને એક દુષ્ટ જાદુગર તરીકે સાબિત કર્યા, જે કાળા જાદુ કરતા હતા. રાજાએ તેને કેદ કરી લીધો હતો.
જરથુસ્ત્રે જેલમાં પોતાની જાતને પ્રાર્થનામાં લીન કરી લીધા અને પાક દાદાર અહુરા મઝદા પ્રત્યેની તેમની ભક્તિ ચાલુ રાખી. એક દિવસ, તેમણે સાંભળ્યું કે રાજા વિસ્તાસ્પનો સૌથી પ્રિય ઘોડો, અસ્પે સિયાહી, એક રહસ્યમય બિમારીનો શિકાર બન્યો હતો. ઘોડાના ચાર પગ તેના પેટમાં જડાઈ ગયા હતા અને પ્રાણીને ભારે પીડા થઈ રહી હતી. તે ઉભો પણ રહી શકતો નહોતો. રાજા હતાશ થઈ ગયો હતો તેણે દરેક ઉપાય કરી જોયા હતા પરંતુ ગરીબ પ્રાણી માટે કઈ પણ કામ કરતું નહોતું.
પછી, જરથુસ્ત્રએ રાજા વિસ્તાસ્પને સંદેશ મોકલ્યો કે તે અસ્પે સિયાહીનો ઉપચાર કરી શકે છે. ઘોડાને દરબારમાં લાવવામાં આવ્યો અને બધાની હાજરીમાં, જરથુસ્ત્રએ યથાનો પાઠ કર્યો અને રાજા વિસ્તાસ્પને પૂછયું કે શું તે બધા નકલી દેવતાઓની પ્રાર્થના છોડી માઝદયસ્ની દીનનું પાલન કરશે? જ્યારે રાજા વિસ્તાસ્પ સંમત થયા, ત્યારે તે ઘોડાનો એક પગ મુક્ત થયો. જરથુસ્ત્રે ફરીથી યથા સંભળાવી અને તે પછી રાણીને પણ તે જ પ્રશ્ર્ન પૂછયો, તેમણે પણ સંમતિ જણાવી અને બીજો પગ સાજો થઈ ગયો. આગળ તેમણે પ્રધાનો અને તે પછી દરબારીઓ બધા સંમત થયા હતા અને અસ્પે સિયાહી સાજો થઈ ગયો હતો. તે ચારેય પગ પર ઉભો રહ્યો હતો જરથુસ્ત્રએ મંત્ર દ્વારા ચમત્કારિક રૂપે તેને પુર્નજીવિત કર્યો હતો.
આ વાર્તા જૂની અને અને સંભવત આપણે બાળક તરીકે તે સાંભળી છે. જો કે, બાઇબલ એવી કેટલી ઉપમાઓથી ભરેલું છે, તેવી જ રીતે, વિવિધ પ્રાચીન ગ્રંથોમાંથી શીખવા અને અન્ય પવિત્ર કથાઓથી ભરેલી જાતક વાર્તાઓ, આ વાર્તા પણ આપણા માટે એક પાઠ છે. ‘અસ્પે સિયાહી’, આ વાક્યનો શાબ્દિક અનુવાદ, કાળો ઘોડો છે. આપણા બધાની અંદર થોડો અપંગ અક્ષમ કાળો ઘોડો છે. તે આપણું મન છે જે આપણી શંકાઓ, આપણા ડર અને આપણી અસલામતી દ્વારા વારંવાર અસમર્થતા દેખાડે છે. આ કાળા ઘોડાને લીધે આપણને પ્રગતિ કરવી મુશ્કેલ લાગે છે. આ વાર્તામાં વધુ એક વાર જરથુસ્ત્ર મંત્રની શક્તિને પ્રકાશમાં લાવે છે. તે માથ્રવાણીનું પઠન છે અને માત્ર તે જ આપણને આપણા ઉદ્દેશ્ય તથા હેતુને પરિપૂર્ણતા ભરેલા જીવન જીવવા માટે મદદ કરે છે.
આ માત્ર મારૂં અવલોકન જ નથી, પણ મારો અનુભવ પણ છે કે જ્યારે આપણે મુશ્કેલી અને શંકાના શિકાર થઈએ છીએ, ત્યારે આપણા પવિત્ર મંત્રોનું પઠન કરતા તે આપણને મદદ કરી આપણા દુ:ખોને મટાડે છે. એક સરળ યથા જે ઘણું જ શક્તિશાળી છે!
યથા તારી મદદ! સરોશ તારી પનાહ!
અશેમ તારો આસરો!

About  ડેઝી પી. નવદાર

Leave a Reply

*