Your Moonsign Janam Rashi This Week –
07th December – 13th December, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા મનમાં ચેરીટી કે કોઈને મદદ કરવાનું મન થતું હશે. મિત્રોમાં કોઈને મદદ કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઘરની અંગત વ્યક્તિને દરેક બાબતમાં ખુશ રાખી શકશો. જયાં જશો ત્યા માન-પાન મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10, 12 છે.  

Jupiter’s rule will get you inclined towards charity and helping others. You will be helpful to your friends. Financial stability indicated. You will able to keep a close family member happy. You will receive respect everywhere you go. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 8, 9, 10, 12.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા ચાલુ કામકાજમાં મહેનતનું ફળ મળી રહેશે. તબિયતમાં સારા સારી રહેશે. નવા કામમાં સફળતા મળશે. પ્રમોશન મળવાના ચાન્સ છે. ગામ-પરગામથી સારા સમાચાર મળો. પ્રેમી-પ્રેમીકામાં પ્રેમની ભાવના સારી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભરજો.

શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.

Jupiter’s ongoing rule ensures that you earn the fruits of your labour. Health will be good. You will be successful in getting new projects. A promotion could be on its way! You could expect good news from abroad. Affection between couples will be good. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 9, 10, 11, 12.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

શનિની દિનદશા ચાલુ હોવાથી નાની બાબતમાં પરેશાની આવશે. કોઈનું ભલુ કરવા જતા તમારૂં ખરાબ થઈ જશે. રોજના કામ સમય પર પુરા કરવામાં મુાકેલીઓ આવશે. તમારા પૈસા તમનેજ નહીં મળે. અચાનક તબિયત બગડી જશે. માથાના કે જોઈન્ટ પેઈનથી પરેશાન થાો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 7, 8, 11, 13 છે.

Saturn’s rule could pose challenges even in petty matters. You might end up in trouble by trying to help others. You will find it challenging to complete your daily chores in time. You might not be able to retrieve your money. You could spoil your health, with headaches or joint pains. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 7, 8, 11, 13.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા બધા કામ પ્લાનીંગ બનાવીને કરી શકશો. લાંબા સમય પર ફાયદો થાય તેવું ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મિત્રોનો સાથ મળવાથી મુશ્કેલીભર્યા કામ પણ સહેલાઈથી કરી શકશો. નાણાકીય ફાયદા મળવાથી બીજાને મદદ કરી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10, 12 છે.

Mercury’s rule will enable you to get your work done as to plan. You will be able to gain from long-term investments. You will be able to get difficult tasks sorted with the help of friends. You will be able to help others with your financial gains. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 8, 9, 10, 12.


LEO | સિંહ: મ.ટ.

05Leo

બુધની દિનદશા ચાલુ હોવાથી કામકાજ વધારવા ગામ-પરગામ જવાનો ચાન્સ મળશે. હીસાબી કામથી વધુ ફાયદો મેળવશો. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મિત્રો તરફથી ફાયદો મેળવી શકશો. બીજાને સમજાવી તમારા કામ કરાવી શકશો. ધનલાભ થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 7, 10, 11, 13 છે.

Mercury’s ongoing rule brings you the opportunity to travel abroad for business expansions. Accounting-related work will bring in profits. You will be able to make investments from your earnings. Friends will bring you profitable opportunities. You will be able to get your work done by convincing others. Profits are indicated. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 7, 10, 11, 13.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારી ગણતરી ઉલટી પડી જશે. તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. ભાઈ-બહેન સાથે નાની બાબતમાં મતભેદ પડશે. મુસાફરીનો પ્લાન બનાવતા નહીં. પ્રેશર અચાનક વધી જવાના ચાન્સ છે. મંગળને શાંત કરવા માટે દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 12, 13 છે.

Mars’ ongoing rule will end up overturning all your calculations! You may not be able to control your temper. Squabbles between siblings indicated. Avoid making any travel plans. Your BP could increase. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 8, 9, 12, 13.


LIBRA | તુલા: ર.ત.

07Libra

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની મુરાદ પૂરી થશે. મુસાફરીનો ચાન્સ છે. મહેમાનોની અવરજવર વધી જશે. બીજાની ભલાઈનું કામ થઈ જશે. ઘરવાળાને ખુશ કરવા ખર્ચ કરી શકશો. તમારી સાથે કામ કરનારને ફાયદો કરાવી આપશો. નાણાકીય બાબતમાં ફાયદો થશે. 101નામમાંથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 7, 9, 10, 11 છે.

The ongoing Moon’s rule will bring to fruition your desires. Travel is on the cards. There will be an increase of guests coming over. You will be able to help others. You will be able to spend to please family members. You could prove beneficial to your colleagues. Financial gains indicated. Pray the 34th Name, ‘Ya Bestarna’, 101 times.

Lucky Dates: 7, 9, 10, 11.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

શીતળ ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે તેથી તમારા અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો.24મી જાન્યુઆરી સુધી ઘરવાળાને ખુશીમાં રાખી શકશો. તમારા મનને શાંત રાખી કામમાં સફળતા મેળવશો. સરકારી કામ કરવા સાચા સલાહકાર મળી જશે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. આજથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 7, 8, 11, 12 છે.

The start of the Moon’s rule will help you to restart your stalled projects. By 24th January, you will be able to keep all your family members happy. You will find success at work if you maintain calm. You will find genuine advisors to help you in government related work. You will taste success in all you do. Today onwards, pray the 34th Name, ‘Ya Bestarna’, 101 times.

Lucky Dates: 7, 8, 11, 12.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

છેલ્લા 9 દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઓપોઝીટ સેકસની સાથે અગત્યના કામો પહેલા કરી લેજો. શુક્રની કૃપાથી તમો તન-મન-ધન ત્રણેથી સુખી રહેશો. ખર્ચ કર્યા બાદ ધનની કમી નહીં આવે. મોજશોખ પાછળ ખર્ચ વધુ થશે. મિત્રો સાથે ગેટ ટુ ગેધર કરીને જૂની યાદો તાજી કરશો. ચાલુ કામથી ફાયદામાં રહેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 9, 10, 12, 13 છે.

With the last nine days remaining under Venus’ rule, ensure to complete all important tasks with the opposite gender. With Venus’ blessings, you will be blessed with the best condition of mind, body and wealth. Despite your spendings, you will not face a dearth of money. You will spend more on fun and entertainment. You will reminisce with friends. Your ongoing work will yield profits. Pray to Behram Yazad daily.

Lucky Dates: 9, 10, 12, 13.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમને મિત્રો કે વડીલવર્ગ તમરફથી ફાયદાની વાત જાણવા મળશે. જ્યાં કામ કરતા હશો ત્યાં માન-ઈજ્જત વધી જશે. તમારા કરેલકામમાં બીજાઓ ભુલ નહીં શોધી શકે. ધન કમાઈને સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરજો. નાની મુસાફરી કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 7, 8, 10, 11 છે.

Venus’ rule till 14th January will bring you profitable news from friends and the elderly. You will gain great respect at your workplace. Your work will be faultless. Ensure to earn and invest your money wisely. Short travel is on the cards. Pray to Behram Yazad daily.

Lucky Dates: 7, 8, 10, 11.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

આજથી શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા સેલ્ફકોન્ફિડન્સથી કામ કરતા સફળ થશો. ઘરમાં ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થશે. બન્નેમાં પ્રેમ વધતો જશે. નાણાકીય બાબતમાં સારા સારી થશે. માથાનો બોજો ઓછો થશે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. નવા કામ કરવામાં સફળ થશો. ધનની કમી નહીં આવે. આજથી ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 9, 10, 12, 13 છે.

Starting today, Venus’ rule brings you great self confidence and success in your work. At home, there will be a respite in spousal quarrels and affections will increase. Financial stability is indicated. Your worries will reduce. You could meet a favourite person. New ventures will be successful. There will be no dearth of money. Today onwards, pray to Behram Yazad daily.

Lucky Dates: 9, 10, 12, 13.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

રાહુની દિનદશા ચાલુ હોવાથી 5મી જાન્યુઆરી સુધી તમને તમારા કરેલ કામ પસંદ નહીં આવે. ખર્ચ કર્યા બાદ સંતોષ નહીં મળે. નેગેટીવ વિચારો કરીને રાતની ઉંઘ બગડી જશે. કોઈ અંગત વ્યક્તિ મીઠી વાતો કરીને તમારી સાથે ચીટીંગ કરી નાખશે. નાણાકીય લેતી દેતી કરતા પહેલા દસ વાર વિચાર કરજો. કોઈને ઉધાર આપતા નહીં.  આજથી ‘મહોબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 7, 10, 11, 12 છે.

Rahu’s ongoing rule till 5th January, will leave you feeling dissatisfied in your work. You will not feel happy even after spending money. Negative thoughts could deprive you of your nightly sleep. Someone close to you could end up deceiving you with sweet talk. Think ten times before lending or borrowing money. Avoid lending money. Today onwards, pray the Mahabokhtar Nyaish daily.

Lucky Dates: 7, 10, 11, 12.

Leave a Reply

*