Your Moonsign Janam Rashi This Week –
14th December – 20th December, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી ડિસેમ્બર સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં સફળતા મળશે. શારિરીક બાબતમાં સારા સારી રહેશે. ધર્મના કામો કરવાથી આનંદમાં રહેશો. મુશ્કેલીમાંથી બહાર આવવામાં સફળ રહેશો. ચાલુ કામમાંથી ધન મેળવશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 14, 17, 18, 19 છે.

Jupiter’s rule till 25th December will help you succeed in all your work. Health will be good. Doing charitable work will bring happiness. You will succeed in overcoming your obstacles. You will receive wealth from your ongoing work. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 14, 17, 18, 19.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

22મી જાન્યુઆરી સુધી તમને ગુરૂની દિનદશા ચાલશે તેથી ધનલાભ મળતા રહેશે. નોકરી કરતા હશો ત્યાં માન ઈજ્જત મળશે. પ્રમોશન મળવાના ચાન્સ છે. ધનની બાબતમાં સારાસારી રહેશે. ફેમિલી મેમ્બરનો સાથ મળવાથી  મુશ્કેલીભર્યા કામ સહેલા બનશે. ઘરમાં નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. અગત્યના કામ શરૂ કરતા પહેલા ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 15, 16, 18, 20 છે.

Jupiter’s rule till 22nd January will help you gain financially. You will receive respect at your work place. Promotion is expected. Financially you will be stable. You will be able to overcome challenges with support from family members. A new visitor could be expected at home. Before starting any important work, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 15, 16, 18, 20.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

26મી ડિસેમ્બર સુધી શનિની દિનદશા તમને હેરાન પરેશાન કરી નાખશે. પડવા આખડવાથી પરેશાન થશો. કોઈપણ ડિસીઝન ઉતાવળમાં લેતા નહીં. નાની વાતમાં ડીપ્રેશનમાં આવશો. શેરના કામોથી દૂર રહેજો. પૈસાની બાબતમાં ખૂબ ખેચતાણ રહેશે. તમને મદદ કરનાર તમારાથી દૂર ભાગશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 14, 17, 18, 19 છે.

Saturn’s rule will trouble you till 25th December. You could encounter accidents. Do not make hasty decisions. You will feel depressed over minor things. Avoid work related to shares. Financially, you might feel the strain. Helpers might end up staying away from you. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 14, 17, 18, 19.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

આવતા છ દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 19મી પહેલા લેતીદેતીના કામ પૂરા કરજો. 20મી પહેલા તમે ઉધાર આપેલા નાણા મેળવી શકશો. મિત્રો સાથે સારા સારી રાખજો ખરાબ સમયમાં તેજ તમારા કામમાં આવશે. ચાલુ કામમાં સફળતા મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 14, 16, 17, 20 છે.

With the last 6 days under Mercury’ rule, ensure to complete all transactions related to lending and borrowing before 19th. You would be able retrieve your money before 20th. Keep good relations with friends as they will help you in your difficult times. You will succeed in your ongoing work. Pray Meher Niyash daily.

Lucky Dates: 14, 16, 17, 20.


LEO | સિંહ: મ.ટ.

05Leo

18મી જાન્યુઆરી સુધી બુધની દિનદશા ચાલશે. તમારા કામમાં બુધ્ધિ વાપરી ફત્તેહના ડંકા વગાડશો. મીઠી જબાન વાપરી પારકાને પોતાના બનાવી લેશો. નાણાકીય બાબતમાં ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. કોઈ મિત્રને સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. બુધની વધુ કૃપા મેળવવા માટે ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 14, 16, 17, 20 છે.

Mercury’ rule till 18th January brings you success in all you do. You will win over strangers with your sweet and polite talks. Ensure to make financial investments. You will win over a friend by giving them sincere advice. Pray the Mehar Nyaish to gain the blessings of Mercury.

Lucky Dates: 14, 16, 17, 20.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

24મી ડિસેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે તેથી સ્વભાવે ચીડીયા થઈ જશો. નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. ભાઈ બહેનમાં મતભેદ પડશે. વાહન સંભાળીને ચલાવજો. ખાવાપીવામાં ધ્યાન નહીં આપો તો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. મંગળને દુ:ખને ઓછું કરવા માટે ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 14, 15, 16, 20 છે.

Mars’ rule till 24th December will get you feeling irritable. You will get angry over petty issues. Squabbles between siblings indicated. Ensure to drive/ride your vehicles carefully. If you don’t take care of your diet, it could lead to illness. To pacify Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 14, 15, 16, 20.


LIBRA | તુલા: ર.ત.

07Libra

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ફેમિલી મેમ્બર સાથે વધુ સમય પસાર કરી બધાને આનંદમાં રાખશો. ધણી-ધણીયાણીમાં મતભેદ દૂર થઈ જશે. ઓપોજીટ સેકસને મનાવી કામમાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. દરરોજ 101નામમાંથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 14, 17, 18, 19 છે.

The Moon’s ongoing rule will help you keep your family members happy. Difference between spouses will dissolve. You will succeed in your work by winning over the opposite gender. Financial gain indicated. Pray the 34th name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 14, 17, 18, 19.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી જાન્યુઆરી સુધી ચંદ્રની દિનદશા તમને ભરપુર સુખ આપશે.તમારા કામમાં સફળતા મળશે. નાની મુસાફરી કરી શકશો. બીજાનું મન જીતી લેશો. જે પણ ડીસીઝન લેશો તેમાં ચેન્જ નહીં કરો. તમારી સાથે અંગત વ્યક્તિ વાત કરી મનનો ભાર ઓછો કરશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

The Moon’s rule till 24th January will bring you immense happiness. You will succeed in your work. Short travel is possible. You will win over another. Avoid changing your decisions. A close person will help lessen your tensions by speaking with you. Pray 34th name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 14, 15, 16, 17.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

આજનો અને કાલનો દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઓપોઝીટ સેકસ સાથે સારા સારી રાખશો તો તમારા ખરાબ સમયમાં કામ આવશે. 16મીથી શરૂ થતી સુર્યની દિનદશા 20 દિવસમાં તમને હેરાન કરશે. સરકારી કામમાં સફળતા નહીં મળે. નોકરી કરતા હશો ત્યાં પણ તમારા દુશ્મન વધી જશે. આજથી ‘બહેરામ યઝદ’ની આરાધના સાથે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 14, 15, 18, 19 છે.

With today and tomorrow as the last two days under Venus’ rule, ensure to keep good relations with the opposite gender so they help you in difficult times. The Sun’s rule starting from 16th will trouble you over the next 20 days. You will not be successful in Govt-related work. Your detractors will increase at the workplace. Starting today, pray to Behram Yazad along with repeating the 96th name, ‘Ya Rayomand’, 101 times daily.

Lucky Dates: 14, 15, 18, 19.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

શુક્રની દિનદશા ચાલુ હોવાથી ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. મોજશોખ પાછ ખર્ચ કરતા પણ ધનની કમી નહીં આવે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. જ્યાં પણ જશો ત્યાં માન-ઈજ્જત મેળવશો. ઘરવાળાનું દિલ જીતી લેશો. વધુ સુખી થવા માટે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

Venus’ ongoing rule indicates the possibility of travel. Despite spending money on fun and entertainment, you will be not be strained, financially. Financial stability is indicated. You will receive respect everywhere you go. You will win over the hearts of family members. Pray to Behram Yazad daily.

Lucky Dates: 17, 18, 19, 20.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને રોજ બરોજના કામમાં આનંદ મળશે. જીવનમાં નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. લગ્ન કરનાર વ્યક્તિને મનપંસદ જીવનસાથી મળી જશે. મિત્ર-મંડળમાં વધારો થશે. 14મી ફેબ્રુઆરી સુધી સારા સમાચાર મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 14, 15, 16, 19 છે.

 Venus’ ongoing rule, you will find peace in your daily work. A new person could come into your life. Those who wish to marry could find their suitable match. Your friend circle will increase. Good news is expected till 14th Feb. Financial gain is indicated. Pray to Behram Yazad daily.

Lucky Dates: 14, 15, 16, 19.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

5મી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા ધારેલા કામ નહીં થાય. તમારી નાની ભૂલ તમને આફતમાં મૂકી દેશે. તબિયત અચાનક બગડવાના ચાન્સ છે. ખોટા તથા નેગેટિવ વિચારોથી પરેશાન થશો. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 14, 17, 18, 20 છે.

Rahu’s ongoing rule till 5th January, could end up disrupting your plans. Your smallest mistake could lead you into a huge problem. Health could worsen suddenly. Negative thoughts could worry you. A loved one could get upset over a petty issue. Pray the Mah Boktar Nyaish daily.

Lucky Dates: 14, 17, 18, 20.

Leave a Reply

*