ડૂંગરવાડીની જાળવણી માટે બીપીપીની પ્રતિબદ્ધતા

બોમ્બે પારસી પંચાયત (બીપીપી) ના પ્રયત્નો તથા માણેકબાઈ પી.બી. જીજીભોય ટ્રસ્ટ ફંડ અને સમુદાયના સભ્યો દ્વારા આપવામાં આવેલા ભંડોળ દ્વારા ડુંગરવાડીમાં ઉત્તમ રીતે રિનોવેટ કરેલા વિસ્તારોના ઉદઘાટન વિશે જાણીને સમુદાયના સભ્યો ખુશ થશે. ડુંગરવાડી ખાતે ઉત્કૃષ્ટ રીતે નવીનીકૃત ‘નાહણ’ વિસ્તાર અને ‘ટોઇલેટ બ્લોક’નું ઉદઘાટન 14 મી જાન્યુઆરી, 2020 ના રોજ બીપીપી ચેરમેન યઝદી દેસાઈ, બીપીપી ટ્રસ્ટીઓ આરમઈતી તિરંદાઝ, કેરસી રાંદેરિયા, ઝર્કસીસ દસ્તુર અને વિરાફ મહેતા, બીપી ડેપ્યુટી સીઈઓ શેહનાઝ ખંબાતા, ફાઉન્ડર અને ડાયરેકટર, સીઈઆરઈ- ડો. રશ્ને પારડીવાલા, સીઈઆરઈ ટ્રસ્ટીઓ કેટાયુન રૂસ્તમ, ડો. ફિરોઝ પાંડે અને નોશીર પારડીવાલા અને બાઈ માણેકબાઈ પી.બી. જીજીભોય ટ્રસ્ટ ફંડના પર્સીસ વાચ્છાની હાજરીમાં કરવામાં આવ્યું.
આરમઈતી તિરંદાઝે દીવો પ્રગટાવ્યો અને યઝદી દેસાઈએ નહાણ વિસ્તારનું ઉદઘાટન કર્યુ જેનો ઉપયોગ ખાંધિયાઓ દોખમામાંથી આવ્યા પછી ધાર્મિક સ્નાન માટે કરતા હતા. નહાણ વિસ્તારની જાળવણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, બીપીપીએ પચ્ચીસ દાતાઓની સહાયથી રૂા. 6 લાખ જેટલા એકત્રિત કર્યા હતા. બીપીપી દ્વારા બાકીની રકમ મૂકવામાં આવી છે. નાહન વિસ્તારને સંપૂર્ણ રીતે નવા બાથરૂમ, ચેન્જીંગ રૂમ્સ, પ્લમ્બિંગ અને ટાઇલિંગ અને નવા ગિઝર્સ, શાવર્સ વગેરે સહિતના ફિટિંગ્સ દ્વારા સંપૂર્ણપણે સુધારવામાં આવ્યો છે, સમુદાયના યોગદાનને સ્વીકારવા માટે એક તકતી પણ મૂકવામાં આવી છે.
‘ટોઇલેટ બ્લોક’, કે જે જાહેર ક્ષેત્રમાં મુલાકાતીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે, તે ખૂબ જ જર્જરિત અને લગભગ બિનઉપયોગી સ્થિતિમાં હતા. બીપીપી તેના નવીનીકરણ તરફના પ્રયત્નોને પ્રોત્સાહિત કરતા, સીઈઆરઈ સ્થાપક – ડો. રશ્ને પારડીવાલા, બાઈ માણેકબાઈ પીબી જીજીભોય ટ્રસ્ટ ફંડમાંથી નાણાં પૂરા પાડવામાં મદદ કરી, જેનું ઉદઘાટન જીજીભોય ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટ્રી પર્સિસ વાચ્છા દ્વારા કરવામાં આવ્યું.
બીપીપીના ટ્રસ્ટી કેરસી રાંદેરિયાએ ચાલતા કાર્ય અને ડુંગરવાડીની દેખરેખ અને જાળવણી માટે સમર્પિત પ્રયાસો અંગે પ્રકાશ પાડ્યો હતો. તેમણે ડુંગરવાડી ખાતેના અન્ય ચાલુ નવીનીકરણ વિશે – ભાભા બંગલીની નવીનીકરણ જે હાલમાં ચાલી રહ્યું છે, દાતાઓની ઉદારતા દ્વારા – શ્રી અને શ્રીમતી ગોટલા, જેમણે તેના સંપૂર્ણ નવીનીકરણ માટે ફાળો આપ્યો છે તેના માટે બીપીપી ખૂબ આભારી છે.

Leave a Reply

*