તલની ચિકકી

સામગ્રી: 100, ગ્રામ તલ, 100 ગ્રામ કાચા શીંગદાણા, 200 ગ્રામ ગોળ, 2-3 ચમચી ઘી, અર્ધી ચમચી એલચીનો પાવડર.
રીત: પેનમાં તલને સારી રીતે શેકી લો. તેવીજ રીતે શીંગદાણાને પણ સરખી રીતે શેકી તેના છોતરા કાઢી અધકચરા વાટી લો. હવે એક પેનમાં ઘી નાખી તેમાં ગોળ નાખી તેને હલાવો ગોળ થોડો ઘટ્ટ થવા આવે કે તેમાં તલ, શીંગનો ભુકો અને વાટેલી એલચીનો પાવડર નાખી મીકસ કરી લો. હવે તમે ચાહો તો તેના લાડુ બનાવો અને લાડુ ન બનાવવા હોય તો એક થાળીમાં ઘી ચોપડી ઉપર બનાવેલું મીશ્રણ નાખી વાટકી વડે સપાટ કરી લેવું અને એના ટુકડા પાડી લેવા. તમારી તલની ચિકકી તૈયાર છે.

Leave a Reply

*