સુરતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

સુરતનું ટીએએએલ ગ્રુપ જે સીઆઈઓએફએફના પાર્ટનર છે જે યુનેસ્કોના પણ ઓફિસીયલી પાર્ટનર છે જેઓ પહેલીવાર સાથે મળી ઈન્ટરનેશનલ ડાન્સનો કાર્યક્રમ તા. 9થી 12મી જાન્યુઆરી, 2020માં સુરતમાં કરી રહ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેકો આપવામાં આવેલ, મેગા ફેસ્ટમાં રોમાનિયા, ઇન્ડોનેશિયા, પોલેન્ડ, સ્લોવાકિયા અને ભારત જેવા પાંચ દેશોના કલાકારોએ ભાગ લીધો હતો. આ તહેવારનો ઉદ્દેશ્ય એક પ્લેટફોર્મ પર વિવિધ વિશ્ર્વ સંસ્કૃતિઓને પ્રોત્સાહન અને એકતાનો સંદેશ આપવાનો હતો.
પહેલા દિવસના સમારોહનું ઉદઘાટન સુરતના મેયર ડો. જગદીશ પટેલે કર્યુ એમની સાથે હતા આપણા મલ્ટી ટેલેન્ટેડ મહારૂખ ચીચગર. 12 મી જાન્યુઆરી, 2020 ના રોજ, ડુમસ ખાતે બધા ભાગ લેનારા દેશો સાથે મળીને ગાતા અને નાચતા એક અસાધારણ પરેડનું આયોજન કર્યુ હતું.
પારસી ટાઇમ્સ સાથે વાત કરતાં મહારૂખ ચીચગરે કહ્યું, અનુભવ ખરેખર સુંદર હતો અને તેનાથી મલ્ટી-કલ્ચરલ વાઇબ્રેન્સીનો સાર જીવંત થયો. કલા અને સંસ્કૃતિ એ કોઈપણ સીમાઓનો ભંડોળ નથી. હું માનું છું કે આજના યુવાનોને, આખી જીંદગી જીવવા માટે મોબાઈલ ફોન અથવા અતિશય પૈસા જેવી બધી કમ્ફર્ટની જરૂર નથી – પણ તેમને તેમના મૂળની નજીક આવવા માટે આપણી સંસ્કૃતિને જાણવાની અને સમજવાની જરૂર છે જે તેમને સક્ષમ બનાવશે.

Leave a Reply

*