Your Moonsign Janam Rashi This Week –
18th January – 24th January, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમને કરેલા તમારા કામ નહીં ગમે. નાના કામ પણ પૂરા નહીં કરી શકો. ખાવાપિવા પર ધ્યાન આપજો નહીં તો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. પ્રેમી-પ્રેમીકા વચ્ચે મતભેદ પડવાના ચાન્સ છે. રાહુ તમને ચારેબાજુથી પરેશાન કરી મુકશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 18, 22, 23, 24 છે.

Rahu’s rule till 3rd February could make you dislike or feel dissatisfied about your work. You might not be able to complete even small chores in time. Pay attention to your diet as your health could get compromised. Differences between couples could crop up. Rahu could trouble you across all areas. Pray the Mahabokhtar Nayaish daily.

Lucky Dates: 18, 22, 23, 24.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લા 4 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તમારી ફેમિલીની જવાબદારી પહેલા પૂરી કરજો. અંગત વ્યક્તિને 22મી પહેલા મળી લેજો. રાહુની દિનદશા તમને 42 દિવસ માટે આળસુ બનાવી દેશે. નાના કામોમાં અટવાઈ જશો. જે પણ પ્લાન કરેલા હશે તેની પર પાણી ફરી વળશે. નાણાકીય મુશ્કેલી વધતી જશે. આજથી ‘સરોશ યશ્ત’ સાથે ‘મહાબોખ્તાર નીઆએશ’ પણ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

With the last four days left under Jupiter’s rule, try to fulfill your obligations towards your family first. Meet those important to you before the 22nd. Rahu’s rule could get you feeling lethargy for the next 42 days. You could end up getting caught in simple matters. Your plans might not materialize. Financial challenges could increase. Starting today, with the Sarosh Yasht, also pray the Mahabokhtar Nayaish daily.

Lucky Dates: 18, 19, 20, 21.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

21મી ફેબ્રુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી પૈસાની બાબતમાં સારા સારી રહેશે. અચાનક ધનલાભ થશે. ધનલાભને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. ધર્મ-ચેરીટીના કામ કરી બીજાને મદદગાર થશો. જ્યાં કામ કરતા હશો ત્યાં માન મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.

Jupiter’s rule till 21st February will hold you in good stead financially. You will receive unexpected wealth, which you will be able to invest profitably. Your religious and charitable endeavours will prove helpful to others. You will receive appreciation at your work-place. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 19, 20, 23, 24.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. વડીલવર્ગની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવતા નહીં. રાતની ઉંઘમાં પરેશાની આવશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. કોઈ પાસે પૈસા ઉધાર લેવાનો સમય આવશે. શનિને શાંત કરવા ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 21, 22, 23 છે.

With the last week under Saturn’s rule, there are chances of the elderly falling ill. Avoid making purchases for the house. You might get difficulty getting sleep at night. Practice caution if you drive/ride vehicles. You could end up borrowing money from others. To pacify Saturn, pray the Moti Haptan Yasht.

Lucky Dates: 18, 21, 22, 23.


LEO | સિંહ: મ.ટ.

05Leo

આજથી શનિની દિનદશા શરૂ થયેલી છે. આવતા 36 દિવસમાં તમે કરેલી લેતી-દેતીમાં નુકસાની આવશે. નાણાકીય મુશ્કેલી આવશે. તમારા કામમાં મુશ્કેલી આવશે. નોકરી કરનાર વ્યક્તિને સાથે કામ કરનારનો સાથ નહીં મળે. ખોટા ખર્ચાઓ થશે. તબિયની સંભાળ લેજો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.

With Shani’s rule starting today, you could face losses in your transactions for the next 36 days. Financially, things could get difficult. You could face challenges at your work-place. The employed might not get the support from colleagues. You might make unnecessary expenses. Take care of your health. Pray the Moti Haptan daily.

Lucky Dates: 19, 20, 23, 24.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

બુધ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામમાં ખુબ કાળજી રાખી પૂરા કરશો. તેજે પણ કમશો તેમાથી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. તમારી મીઠી જબાન વાપરી બીજાના દિલ જીતી લેશો. બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવશો. વડીલવર્ગની દુવા મેળવશો. ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભરજો.

શુકનવંતી તા. 18, 21, 22, 23 છે.

Mercury’s ongoing rule will help you complete your work with great attention and care. You will be able to invest a part of your earnings. You will win over the hearts of others with you sweet words. With your intelligence, you will be able to resolve challenges. You will receive blessings from the elderly. Ensure to pray the Meher Nyaish daily.

Lucky Dates: 18, 21, 22, 23.


LIBRA | તુલા: ર.ત.

07Libra

પહેલા 4 દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી મંગળની દિનદશા તમને માંદા પાડી દેશે. 22મીથી બુધની દિનદશા તમારી સ્થિતિને બદલી નાખશે. કામમાં સફળતા મલો. બીજાના મદદગાર થશો. નાણાકીય બાબતમાં ભાગદોડ કરતા ફાયદો થશે. દરરોજ ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 22, 24 છે.

With first four days to go under Mars’ rule, its descending influence could cause you to fall ill. Mercury’s rule starting from 22nd will change the situation. You will achieve success at work. You will be helpful to another. Efforts put in for financial gains will prove fruitful. Pray the Tir Yasht with the Meher Nyaish daily.

Lucky Dates: 18, 19, 22, 24.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી જાન્યુઆરી સુધી તમારા અગત્યના કામ પૂરા કરી લેજો. જે પણ કામ કરવા માંગતા હશો તેમાં સફળતા મળશે. ઉતરતી ચંદ્રની દિનદશાને લીધે ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. ઘરવાળાનો સાથ મળવાથી કામમાં સફળતા મળશે. આ અઠવાડિયામાં જરૂરી કામ પહેલા પૂરા કરી લેજો. આવતા અઠવાડિયાથી મુશ્કેલીમાં આવશોે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

Try and complete all your important tasks till the 24th of January. You will be successful in all you endeavor to do. The descending influence of the Moon will help you cater to the wants of your family. The support of your family will bring you success at work. You will be able to complete important work this week. Next week could be challenging. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.

Lucky Dates: 20, 21, 22, 23.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. પહેલા પ્લાન બનાવી પછી ડીસીઝન લેજો. નાણાકીય બાબતની અંદર સારાસારી થતી જશે. મનગમતી વસ્તુ વસાવી શકશો. મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. ચંદ્રની કૃપાથી તબિયતમાં પણ સારા સારી થતી જશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 17, 18, 23, 24 છે.

The start of Moon’s rule brings you travel opportunities. Ensure that you plan well before taking decisions. Financial gains are indicated. You will be able to purchase a desired item. You will be able to share your thoughts with the person you want to share with. The Moon’s graces helps you to regain your health. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.

Lucky Dates: 17, 18, 23, 24.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

3જી ફેબ્રુઆરી સુધી સુર્યની દિનદશા ચાલશે સરકારી કામમાં સફળતા નહીં મળે. સફળ થવાની જગ્યાએ મુશ્કેલીઓ વધી જશે. વડીલવર્ગની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. ધણી ધણીયાણીમાં મતભેદ થશે. કામકાજમાં શાંતિ મેળવવા માટે 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

The Sun’s rule till 3rd February could hinder your success in any government related work. You will encounter challenges instead of success. The health of the elderly could deteriorate. Squabbles between couples is indicated. To get peace in your professional area, pray the 96th Name, ‘Ya Rayomand, 101 times.

Lucky Dates: 19, 20, 21, 22.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

14મી ફેબ્રુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા અગત્યના કામો સારી રીતે કરી શકશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી જશો. ખર્ચ વધી જશે. પણ ધનની કમી નહીં આવે. મિત્રોથી ફાયદો થશે. ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 18, 22, 23, 24 છે.

Venus’ rule till 14th February will help you carry out important tasks efficiently. You will get out off from financial difficulties. Your expenses will increase but you will not face scarcity of finances. Friends will prove beneficial. Ensure to pray to Behram Yazad daily.

Lucky Dates: 18, 22, 23, 24.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી પસંદગીની ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. જો તમે પ્રેમમાં હશો તો  સામેવાળા તરફથી સારા સમાચાર મળી શકશે. નવા કામ મળશે. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. નાના ધનલાભ મળતા રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 19, 20, 21, 24 છે.

Venus’ ongoing rule helps you procure your favorite item. Those in love will receive good news from their partners. You will get new projects/work. Affection between couples will increase. You will continue getting financial benefits. Pray daily to Behram Yazad.

Lucky Dates: 19, 20, 21, 24.

Leave a Reply

*