‘ઉશ મોઈ ઉઝરેશવા અહુરા’ ‘મને અહુરા મઝદાની હાજરીમાં શુદ્ધ થવા દો!’

આપણા જરથોસ્તીઓ માટે લાંબા સમયથી આતશ આપણી ઉપાસનાનું પ્રતીક છે. આપણે આતશનો આદર કરીએ છીએ આપણે તેનો પ્રકાશ અને ઉર્જાનો પાક દાદાર અહુરા મઝદાની ભવ્ય ઉર્જા સાથે તેને જોડીએ છીએ. આપણે આપણા પવિત્ર આતશને આદરપૂર્વક નમન કરીએ છીએ અને પવિત્ર જ્યોતની પૂજા અને પ્રશંસામાં, બોઇ સમારોહ કરીએ છીએ. આતશ આપણા માટે કોઈ ચિહ્ન નથી પરંતુ આપણે તેની પૂજા તેનો આદર કરીએ છીએ.
હું તમને નીચે આપું છું, મારી પુસ્તક ‘ધ જર્ની’ નો એક ટૂંકસાર, જે વાંકાનેરની રાજકુમારીનું જીવનચરિત્ર છે …
તેજસ્વી સૂર્ય, બધાને જીવનનો આપનાર, પૃથ્વી પર ઉત્પન્ન થતી બધી શક્તિનો અંતિમ સ્રોત છે. આતશ એક દેવિક શક્તિ તરીકે છે જે આપણા બધામાં રહે છે. આતશને આપણે બધું પધરાવીયે છીએ અને તે મુજબ તે આપણને આપે છે. આતશ તત્વ જે પૃથ્વીના મૂળમાં રહે છે, અને આતશને આપણે બધા આપણી અંદર રાખીએ છીએ, આપણા શરીરનું તાપમાન જેવું જ છે.
આપણી શારિરીક આગ જે આપણા શરીરને ટકાવી રાખવા ખોરાકને ઉર્જામાં રૂપાંતરિત કરે છે. તે એકમાત્ર એવું તત્વ છે જેમાં કંઈ પણ પધરાવવામાં આવે તે બધું શુધ્ધ કરે છે. પરંતુ જ્યારે આપણે તેને ઝેરી બળતણ ખવડાવીએ છીએ, ત્યારે તે આપણને ઝેરી વાયુઓ અને જીવનના જોખમી પ્રદૂષણના રૂપમાં પાછું આપે છે. એ જ રીતે, જ્યારે આપણે આપણી શારિરીક આગને અકુદરતી કૃત્રિમ પ્રક્રિયાવાળા ખોરાક ખવડાવીએ છીએ, ત્યારે આપણને કેન્સર અને અન્ય અસ્થિર રોગોના રૂપમાં પ્રદૂષણ આપવામાં આવે છે.
આતશ એક ઉર્જા છે આપણે બોલાચાલીના રૂપમાં કાઢી નાખીયે છીએ. પરંતુ આપણે જ્યારે બીમાર હોઇએ છીએ, ત્યારે બોલવાનું પસંદ કરતા નથી, અને વાત કરવા અથવા ચાલવામાં આપણને ખૂબ થાક લાગે છે. ઘર્ષણથી આતશ બને છે, જેમ કે જંગલમાં બે ઝાડોમાં ઘર્ષણ થતાં આગ ઉત્પન્ન થાય છે. તેવીજ રીતે આપણા બોલવાથી પણ ઘર્ષણ થાય છે અને આપણા કુટુંબ, મિત્રો વગેરે વચ્ચે આંદોલન અને તકરાર થાય છે. જો આપણે એક નામાંકિત વૈશ્ર્વિક રાષ્ટ્ર તરીકે, સંશોધન કરવા, આપણા વૈશ્ર્વિક સંતુલનને હલ કરવા અને ફરીથી મેળવવા માટે સાથે મળીને કામ કર્યું છે, તો તે મોટા પ્રમાણમાં માનવજાત માટે એક વિશાળ પગલું હશે. જો આપણે આત્મસાક્ષાત્કારનું જીવન જીવીએ અથવા સ્વયંની સંપૂર્ણ જાગૃતિથી જીવીએ તો આપણે આ બધાંથી વધુનો સામનો કરી શકીશું.
આપણે આપણી અંદરની સુપ્ત દૈવીક ઉર્જા, આપણી પવિત્ર અગ્નિ, ખીલી અને ચમકવા દેવી પડશે. ભવિષ્યમાં આપણને તે માર્ગદર્શન આપે. ચાલો આપણે આતશના રક્ષક બનીએ!

About  ડેઝી પી. નવદાર

Leave a Reply

*