અમદાવાદની કાઝવીન કાપડિયાએ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્ક એન્ડ લોમાં – એક સાથે તેની બેવડા સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, અસાધારણ શૈક્ષણિક સિદ્ધિની ઐતિહાસિક સ્થાપના કરી. ફિરોઝ અને જેનિફર કાપડિયાની પુત્રી, કાઝવિને સોશિયલ વર્કના પ્રવાહમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરવા બદલ તેણે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો.
કાઝવીન હાલમાં મુંબઇ સ્થિત પૂર્ણ-સેવા કાયદાકીય કંપની – ટ્રાયલિગલ ખાતે કામ કરે છે, જે દાવા પ્રથામાં, ઇન્સોલ્વન્સી કાયદા અને વ્યાપારી વિવાદના નિરાકરણમાં નિષ્ણાત છે.
જ્યારે પારસી ટાઇમ્સે કાઝવીનને પુછયું કે તેણીનું ડબલ બેચલર ડિગ્રી મેળવવાનું કારણ શું હતું જ્યારે મોટાભાગના લોકો માટે તે ખૂબ મુશ્કેલીભર્યુ હોય છે. ત્યારે તેણીએ કહ્યું કે, ‘એ ટીપીકલ બાવી હોવાને લીધે સમુદાયના ઘણા વકીલો સાથે સંપર્ક હતો અને કારકિર્દી માટે મારી પાસે લોનો હમેશનો વિકલ્પ હતો કારણ કે હું એક બહિર્મુખ છું. નેશનલ લો યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવેલ ડ્યુઅલ બેચલર્સ પ્રોગ્રામ, આકર્ષક લાગ્યો, કેમ કે હું છ વર્ષના ગ્રેજ્યુએશનને બદલે, પાંચ વર્ષમાં ડ્યુઅલ સ્નાતક પ્રાપ્ત કરીશ, અને પછી લો સ્કૂલ. હું મારા વર્ગ 12 બોર્ડ પછી રાષ્ટ્રીય સામાન્ય કાયદો પ્રવેશ પરીક્ષા આપીશ અને દેશની પાંચમી ક્રમાંકની ગુજરાત રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ખૂબ જ આભારી છું.
કાઝવિને 5 વર્ષમાં 60 વિષયોનો અભ્યાસ કર્યો અને તેમાંથી 8 મહત્તમ – ખરેખર એક મુશ્કેલીભર્યુ કાર્ય! ‘મને ચાલુ રાખતી અસંખ્ય અસાધારણ પ્રવૃત્તિઓ જેણે મને સક્રિય રાખી છે અને અલબત્ત – મારૂં કુટુંબ અને મિત્રો, મને સતત પ્રોત્સાહિત કરે છે. પુસ્તકાલયમાં વાંચવાના કલાકો, કોફીના કપ અને ઓછા ઓછી ઉંઘ’ તેણે હસતા હસતા જણાવ્યું.
ભવિષ્ય માટે તે તેના વિચારો જણાવતા કહે છે કે ‘હું આશા રાખું છું કે કોઈ દિવસ, આપણા સમુદાયના કાનુની દિગ્ગજ સાથે મારું નામ આગળ વધે!
છેલ્લે કાઝવીનને હૃદયપૂર્વક અભિનંદન!
- સુરતમાં પારસી ટેલેન્ટ પરેડ - 14 September2024
- સુરતમાં ગૌરવપૂર્ણ આઈ-ડેની પારસી રેલી - 14 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી - 14 September2024