સામગ્રી: 250 ગ્રામ મટન ખીમો, 4 ઇંડા બાફેલા, 200 ગ્રામ તાજા વટાણા અને જરૂરત મુજબ તેલ. 1/2 કપ કાંદાની પેસ્ટ, 1/2 કપ ટમેટા પ્યૂરી, 2 બટેટા, 1 ચમચી આદુ-લસણ પેસ્ટ, 2 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણાજીરૂ પાઉડર, 1/2 ચમચી હળદર પાવડર, 2 તજના ટુકડા, 1 તેજપત્તુ, 2 એલચી, મીઠું સ્વાદપ્રમાણે.
રીત: એક કૂકરમાં તેલ નાખો અને તેને ગરમ કરો, તેમાં તજ, એલચી અને તેજપત્તુ નાખી કાંદાની પેસ્ટ નાખો અને ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરો. તેમાં ટમેટો પ્યુરી અને આદુલસણ પેસ્ટ નાખી સાતડો ત્યારપછી તેમાં હળદર, મરચુ, ધાણાજીરૂ, ગરમ મસાલો ઉમેરો. હવે એમાં ખીમો નાખી તેજ તાપ પર 5 મિનિટ રાંધવું, જ્યારે મસાલો તેલ છૂટૂ થાય તો વટાણા અને બટેટા નાખો, થોડું પાણી ઉમેરી અને ધીમા તાપે 30 મીનીટ થવા દો. ખીમો ચડી જાય પછી તેમાં બાફેલા ઈંડા ઉમેરો. ખીમા એગ કરીને ભાત સાથે સર્વ કરો.
Latest posts by PT Reporter (see all)
- સુરતમાં પારસી ટેલેન્ટ પરેડ - 14 September2024
- સુરતમાં ગૌરવપૂર્ણ આઈ-ડેની પારસી રેલી - 14 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી - 14 September2024