Your Moonsign Janam Rashi This Week –
01st February – 07th February, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

આજ અને કાલનો દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઉતરતી રાહુની દિનદશા તબિયતમાં બગાડો આપી શકે છે. 3જી ફેબ્રુઆરીથી 70 દિવસ માટે શરૂ થતી શુક્રની દિનદશા સુખના દિવસો બતાવશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી જશો. છેલ્લા 46 દિવસમાં રાહુએ તમને પરેશાન કરી દીધા હશે તે માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 3, 5, 6, 7 છે.

With today and tomorrow as the last two days left under Rahu’s rule, Rahu’s descending influence could raise health issues. Venus’s rule, starting from 3rd February for the next 70 days, will bring you contentment. You will get out of financial difficulties. To pacify the instability caused by Rahu over the past 45 days, pray the Mah Bokhtar Nyaish along with praying to Behram Yazad daily.

Lucky Dates: 3, 5, 6, 7.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

4થી માર્ચથી રાહુની દિનદશા ચાલશે. તમારા અંગત સગાઓ તમારાથી નારાજ થઈ જશે. તમારા કહ્યાનું ઉલટુ કરશે. નાણાકીય બાબતમાં મુશ્કેલીઓ આવશે. તમારા કામના પૈસા પણ તમને નહીં મળે. રાહુ તમારા હાથે ખોટો ખર્ચ કરાવશે. રાહુના નિવારણ માટે દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 1, 4, 5, 6 છે.

Rahu’s rule starting 4th March could cause a situation where close relatives might get upset with you, and do the opposite of what you say. Financial challenges are indicated. Your will not get your work’s worth. Rahu could lead you to unnecessary expenditures. To pacify Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 1, 4, 5, 6.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

21મી ફેબ્રુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા હાથેથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. માથા પરનો કરજદારીનો બાજો ઓછો થશે. જે કમાશો તે લેણદારને આપી શકશો. ફેમિલી મેમ્બર તમારાથી વિરૂધ્ધ નહીં જાય. જે પણ કામ કરશો તેમાં જશ અને ધન બન્ને મળશે. આજથી દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 1, 3, 6, 7 છે.

Jupiter’s ongoing rule till 21st February will enable you to do good to others. You will be able to get relief from your debts. You will be able to give your earned money to your creditors. Family members will be supportive. You will receive success and wealth in all your work. Starting today, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 1, 3, 6, 7.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમે ગયા અઠવાડિયાથી ગુરૂની દિનદશા શરૂ થયેલી છે તમે લીધેલા ડીસીઝનમાં ચેન્જીસ કરતા નહીં. જ્યાં જશો ત્યાં માન મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તમારા વિચારો પોઝીટીવ રહેશે. સાથે કામ કરનારનો સાથ મળવાથી કામ સીધા બનાવી શકશો. આજથી દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

With Jupiter’s rule taking over from last week, you are advised to not make any changes in your decisions. You will get respect wherever you go. Financial situation will improve. Ensure to make investments. Keep your thoughts positive. You will be able to complete your work with the help of your colleagues. Starting today, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 2, 3, 4, 5.


LEO | સિંહ: મ.ટ.

05Leo

શનિની દિનદશા ચાલુ હોવાથી તમને નાના કામમાં પણ સફળતા નહીં મળે. અંગત વ્યક્તિ સાથે મતભેદ થશે. ખર્ચનો ખાડો ઉંડો થશે. જયાં કામ કરતા હશો ત્યાં ઈરીટેટ થશો. ખોટા વિચારોથી રાતના ઉંઘ નહીં આવે. શનિને કારણે વધુ અશાંત રહેશો. ભુુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 1, 2, 3, 7 છે.

Saturn’s ongoing rule disallows you from being successful in even small matters. Squabbles with close people is indicated. Your expenses will increase. You could feel irritable at your work place. Negative thoughts might take away your sleep. Saturn’s rule will keep you disturbed. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 1, 2, 3, 7.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

17મી ફેબ્રુઆરી સુધી બુધની દિનદશા ચાલશે તેથી હિસાબી કામ પહેલા પૂરા કરશો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. બુધની કૃપાથી કામ સહેલાઈથી પૂરા કરશો. મિત્ર વર્ગ તરફથી માન મળે તેવા કામ કરશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.

Mercury’s ongoing rule till 17th February advises you complete your account related work first. Travel is on the cards. By the grace of Mercury, you will be able to complete your work easily. Your work will be appreciated by your friends. You will overcome your financial difficulties. Pray the Maher Nyaish daily.

Lucky Dates: 4, 5, 6, 7.


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા સ્વભાવમાં ઘણા ચેન્જીસ આવશે. તમારી સાથે કામ કરનારને ફાયદો અપાવશો. બુધની કૃપાથી સારા સમાચાર જાણવા મળશે. જે પણ કમાશો તે ધનને સારી જગ્યાએ વાપરી શકશો. કરકસર કરી ધન બચાવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 1, 2, 6, 7 છે.

Mercury’s ongoing rule will bring changes in your behavior. Your colleagues could benefit through you. Good news is expected by the grace of Mercury. You will be able to put your earnings to good use. You will be able to save money with some effort. Pray the Maher Nyaish daily.

Lucky Dates: 1, 2, 6, 7.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

21મી ફેબ્રુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમારા ગુસ્સા પર કાબુ નહીં રાકી શકો. ભાઈ બહેન વચ્ચે મતભેદ પડશે. વાહન સંભાળીને ચલાવજો. બહારગામ જવાના પ્લાન બનાવતા નહીં. ઘરમાં કોઈ ફેરફાર કરતા નાણાકીય મુશ્કેલી વધી જશે. મંગળના દુ:ખને ઓછું કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

Lucky Dates: 2, 3, 4, 5.
Mars’s rule till 21st February will cause you to lose control over your temper. Squabbles between siblings are indicated. Drive/ride your vehicle carefully. Avoid making any international travel plans. Changes made at home could result in additional financial difficulties. To pacify Mars, pray the Tir Yasht daily.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

23મી ફેબ્રુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે. મનને ખુબ શાંતિ મળશે. વિચાર કર્યા બાદ કામ શરૂ કરશો. તમારા કામમાં કોઈ ભુલ નહીં શોધી શકે. નાણાકીય ફાયદો મળતો રહેશે. ઘરમાં ધણી-ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી જશે. મુસાફરી કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 1, 2, 6, 7 છે.

The Moon’s ongoing rule till 23rd February will bring much peace to you mentally. You will put in much thought before starting new projects. Your work will be flawless. Financial gains indicated. Spouses will share smooth, unspoken communication. Travel is on the cards. Pray the 34th name, ‘Ya Beshtarna’, 101 times.

Lucky Dates: 1, 2, 6, 7.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

આજ અને કાલનો દિવસ જ સુર્યની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. બે દિવસમાં સરકારી કામો કરતા નહીં. ઘરમાં કોઈ પણ કામ 3જી ફેબ્રુઆરી પછી કરાવજો. જે વ્યક્તિ તમારાથી નારાજ હશે તે જ વ્યક્તિ તમારી સાથે મિત્રતા કરતા આવશે. ‘યા રયોમંદ’ની સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

With today and tomorrow left to go under the Sun’s rule, you are advised to avoid doing any Government related work. You should begin any home-related work only after 3rd February. Those who are upset with you will seek your friendship. Along with ‘Ya Rayomand’, also recite ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 3, 4, 5, 6.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

13મી ફેબ્રુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા અગત્યના કામો જલ્દીથી પૂરા કરી લેજો. કામ પૂરા કરવા સામેવાળાનો સાથ મળી જશે. જ્યાં કામ કરતા હતો ત્યાંના લોકોને ખુશ રાખી શકશો. મનગમતી વ્યક્તિને મળવા જતા ફાયદો થશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. રોજના કામ પર વધુ ધ્યાન આપજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 1, 2, 6, 7 છે.

Venus’s ongoing rule till 13th February advises you to complete all your work soon. Your neighbouring colleagues will support you in completing your work. You will be able to please your colleagues. A meeting with a favorite person will be fruitful. Financial stability is indicated. Concentrate on your daily work. Pray to Behram Yazad daily.

Lucky Dates: 1, 2, 6, 7.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઓપોઝીટ સેકસનો સાથ મળી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવવાનો સીધો રસ્તો મળી જશે. તબિયતમાં પણ સારા સારી રહેશે. તમારા બધાજ કામો સરળતાથી કરી શકશો. નવી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 3, 4, 5, 7 છે.

Venus’s ongoing rule brings you support from the opposite gender. Financially you will do well. You will find a straight road to emerge from a financial difficulty. Good health is indicated. You will be able to complete your work easily. You will be able to make new purchases. Pray to Behram to Yazad daily.

Lucky Dates: 3, 4, 5, 7.

Leave a Reply

*