Your Moonsign Janam Rashi This Week –
08th February – 14th February, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

શુક્રની દિનદશા લાંબો સમય ચાલવાની છે. તમારા મોજશોક પૂરા કરી શકશો. અધુરા કામો પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. થોડા સમયબાદ ઈનવેસ્ટમેન્ટ કરવાના ચાન્સ છે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 10, 11, 12, 14 છે.

Venus’ good graces are here to stay for a long time, so you will be able to cater to all your indulgences. You will be able to complete unfinished projects. Financial situation will keep improving. Squabbles between couples will reduce. You could make new friends. You could make investments after some time. Daily pray to Behram Yazad.

Lucky Dates: 10, 11, 12, 14.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા વિચારો સ્થિર નહીં રહે. બચત કરવાની કોશિશ કરશો પણ નહીં કરી શકો. ખોટા વિચારોથી પરેશાન થશો. ધન કમાવા કરતા વધારે ગુમાવશો. તમારા કરેલા કામમાં મુશ્કેલીઓ આવતી રહેશે. શારિરીક બાબતમાં પણ સારા સારી નહીં રહે. બેચેની ઓછી કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 12, 13 છે.

Rahu’s ongoing rule will not allow your thoughts to remain collected or focused. Your efforts to save money will go in vain. Negative thoughts could trouble you. You could lose more money than you make. You could end up facing hindrances in your work. Physically too, you may need to be cautious. To reduce restlessness, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 8, 9, 12, 13.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથે ચેરીટીના કામો થઈ જશે. ઘરવાળાને સારી રીતે રાખી શકશો. ધનલાભ મળવાથી ઘરવાળાઓને મદદ કરી શકશો. ફેમિલી મેમ્બરની જરૂરત પૂરી કરી શકશો. ચાલુ કામમાં અગત્યની વ્યક્તિની મદદ મળવાથી કામમાં સફળતા મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.

શુકનવંતી તા. 10, 11, 12, 14 છે.

Jupiter’s ongoing rule inclines you towards doing charity. You will keep family members happy. You will be able to help family member with your profits. The help of an important person in your ongoing work project will lead you to success. Pray the Sarosh Yasht daily for mental peace.

Lucky Dates: 10, 11, 12, 14.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

ગુરૂની દિનદશા 23મી માર્ચ સુધી ચાલશે. ઘરવાળાના કામો તમે સારી રીતે પૂરા કરી આપશો. ચેરીટીના કામ કરી બીજાને મદદ કરવાથી તેમની ભલી દુવાઓ મેળવી શકશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. તમારા દુશ્મનો પણ તમારા વખાણ કરશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભરજો.

શુકનવંતી તા. 10, 11, 12, 14 છે.

Jupiter’s rule till 23rd March helps you effectively execute chores of family members. Your works of charity which support others will grant you their blessings. You will overcome financial challenges. Even your detractors will be full of praise for you. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 10, 11, 12, 14.


LEO | સિંહ: મ.ટ.

05Leo

શનિની દિનદશા ચાલુ હોવાથી નાના કામો પણ સમય પર પૂરા નહીં કરી શકો. આપેલા પ્રોમીસ પૂરા નહીં કરી શકો. મનની બેચેની વધવાથી તબિયત પર અસર પડશે. જોઈન્ટ પેન કે બેક પેનથી પરેશાન થશો. કામ કરવામાં તમારૂં મન નહીં લાગે. કોઈને પૈસાની મદદ કરતા નહીં. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 11, 14 છે.

Saturn’s ongoing rule deters you from completing even petty jobs in time. You might not be able to live up to your promises. Your restlessness could affect your health. You could experience joint pains or backaches. You will not be able to focus on work. Avoid lending money. Pray Moti Haptan Yasht daily.

Lucky Dates: 9, 10, 11, 14.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

17મી ફેબ્રુઆરી સુધી બુધની દિનદશા ચાલશે તેથી હીસાબી કામ કરવામાં ફાયદો થશે. ભુલ્યા વગર ઈનવેસ્ટમેન્ટ કરજો. મિત્રો તરફથી ફાયદો મળશે. રોજના કામ કરતા એકસ્ટ્રા કામ કરવાથી ધનલાભ મળશે. ગામ-પરગામથી સારા સમાચાર મળશે. નવા કામ કરતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 8, 11, 12, 13 છે.

Mercury’s rule till 17th February suggests that you will profit from accounts related work. Ensure to make investments. Friends will prove beneficial. By working more than your daily amount of work, you will gain added benefits. You will get good news from abroad. Avoid taking on new projects. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 8, 11, 12, 13.


LIBRA | તુલા: ર.ત.

07Libra

18મી માર્ચ સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા વિચારોમાં ખુબ ચેન્જીસ આવશે. પ્લાનીંગ કરીને કામ કરવામાં સફળ થશો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. મીઠી જબાન વાપરી પારકાને પોતાના બનાવી લેશો. જ્યાંથી ધનલાભ મળતો હશે તે કામ પહેલા કરશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 11, 14 છે.

Mercury’s rule till 18th March could bring about changes in your thought process. You will succeed if you plan your work. A favorite person will visit you. You will be able to win over strangers with your sweet words. Prioritize your focus on areas which yield profits. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 9, 10, 11, 14.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

21મી ફેબ્રુઆરી સુધી શનિની દિનદશા ચાલશે. માથાના દુખાવાથી પરેશાન થશો. નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. ઘરવાળા સાથે નાની બાબતમાં મતભેદ પડશે. તમારૂં સાચુ બોલવું કોઈને નહીં ગમે. સાથે કામ કરનાર તમને મદદ નહીં કરે. ખર્ચ ઓછો થવાની જગ્યએ વધી જશે. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 12, 13 છે.

Saturn’s rule till 21st February could cause headaches. You could lose your temper over petty issues. You could end up having arguments with family members over small matters. Your speaking the truth will not gain favour with others. Your colleagues might not be supportive. Your expenses will increase instead of decreasing. To pacify Saturn, pray the Tir Yasht.

Lucky Dates: 8, 9, 12, 13.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

23મી ફેબ્રુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં સફળતા મળો. અગત્યના કામો પૂરા કરવા માટે સારો સમય છે. કોઈની મદદ લઈને પણ કામ પૂરા કરજો. તબિયતમાં સારા સારી રહેશે. કરકસર કરીને ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. તમારા મનની વાત જેને કહેવી હોય તે આ અઠવાડિયામાં કહી દેજો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 9, 10, 11, 14 છે.

The Moon’s rule till 23rd February will bring you success in your work. This is a good time to take on important projects. Ensure to complete your work, even with help from others. Health will be good. With efforts, you will be able to make investments. Speak out what’s on your mind, in this week. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.

Lucky Dates: 9, 10, 11, 14.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમે શીતળ ચંદ્રની છાયામાં આવી ગયા છો. 23મી માર્ચ સુધી તમને મુસાફરીનો ચાન્સ મળશે. જે પણ પ્લાન બનાવશો તેમાં સફળતા મળશે. ઘરવાળાને પોતાના મનની વાત કરી શકશો. મિત્રો કે સગાસંબંધીઓ સાથે સંબંધ સુધરી જશે. બીજાના મદદગાર થશે. આજથી 101નામ ભણી લીધા પછી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 8, 10, 12, 13 છે.

The Moon’s calming influence rules you. You will get a chance to travel till the 23rd of March. All your plans will be successful. You will be able to share your thoughts with your family members. Your relationship with friends and relatives will improve. You will be helpful to others. Today, after praying 101 Names, prya the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.

Lucky Dates: 8, 10, 12, 13.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

છેલ્લા છ દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઓપોઝિટ સેકસ સાથે સંબંધ સારા રાખી તમારા કામો પૂરા કરજો. ધણી-ધણીયાણીમાં 13મીથી મતભેદ પડવાના ચાલુ થશે. 13મીથી શરૂ થતી સુર્યની દિનદશા તમારા મગજનો બોજો વધારી દેશે. માથાના દુખાવાથી કે પ્રેશરથી પરેશાન થશો. અજાણી વ્યક્તિ તમને ઈરીટેટ કરશે. આજથી ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ સાથે ‘યા રયોમંદ’ ભણજો.

શુકનવંતી તા. 9, 11, 13, 14 છે.

With the last 6 days remaining under Venus’ rule, cordial relations with the opposite gender helps you complete your pending works. From the 13th onwards, there could be squabbles between couples. The Sun’s rule, starting on the 13th, will increase tensions. You could experience headaches or Blood Pressure issues. A strange could annoy you. Starting today, ensure to pray ‘Ya Rayomand’ along with Behram Yazad.

Lucky Dates: 9, 11, 13, 14.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

14મી માર્ચ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી મોજશોખ વધતા જશે. ણિની જગ્યાએ ત્રીસનો ખર્ચ કરશો. તમારી સાથે બીજાને આનંદ મળે તેવા કામમાં સફળ થશો. રોજબરોજના કામો બીજા કરતા પહેલા પૂરા કરી લેશો. ગામ પરગામ જઈ શકશો. મુસાફરીમાં કોઈ મુશ્કેલી નહીં આવે. નવા મિત્રો મળશ. ભુલ્યા વગર દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 8, 9, 12, 13 છે.

Venus’ rule till 14th March could increase your inclinations towards fun and indulgences. You might end up making thirty times the expenses. You will succeed in doing work which will bring happiness to others as well as to you. You will be able to complete your daily chores before others. Travel is indicated. There will be no challenges in your journeys. You will meet new friends. Pray to Behram Yazad daily.

Lucky Dates: 8, 9, 12, 13.

Leave a Reply

*