અહમદનગરની પારસી દરેમહેરની મુલાકાત

શેઠ જમશેદજી પેસ્તનજી પલાન્ટીન દરેમહેર-આદરિયાન જે અહમદનગરની અગિયારી તરીકે પ્રખ્યાત છે. પુના શહેરની મધ્યમાં આવેલ આ અગિયારી લગભગ જરથોસ્તીઓ દ્વારા ભૂલી જવામાં આવેલ છે કારણકે પારસી વસ્તી પણ 2200માંથી ઘટીને 2020માં 22 જેટલી રહી ગઈ છે.
ધર્મપ્રેમી 70 વર્ષીય દસ્તુરજી એરવદ ફ્રેડી રાંદેલિયા 173 વર્ષીય જૂની આદરિયાનનો ખ્યાલ છેલ્લા 20 વર્ષથી રાખી રહ્યા છે. દસ્તુરજી આદરિયાનની દેખભાળ ઘણીજ સ્વચ્છ અને સુંદર રીતે કરે છે. ધર્મશાળા માટે 2 રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. દસ્તુરજી પોતે પહેલા માળે રહે છે. ગંભાર અને બીજા કાર્યક્રમ માટે ક્મયુનીટી હોલ છે જેમાં 150 લોકોનો સમાવેશ થઈ શકે છે. મોટા બેકયાર્ડ સાથે સુરક્ષા માટે બે કુતરાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અહીંનું ખાસ આકર્ષણ છે 100થી વધુ વર્ષ જૂનું લીંબુનું ઝાડ જેના લીંબુની સાઈઝ સંતરા જેટલી હોય છે અને આ લીંબુ વગર ધાનશાક અધુરૂ છે. એમ દસ્તુરજી દ્વારા જણાવવામાં આવ્યું. ખોરશેદ રાંદેરિયા એક મુલાકાતી જે મુંબઈથી 5 કલાક સફર ફકત અગિયારીની મુલાકાત લેવા માટે કરી. હજારો પારસીઓ મહેરબાબાના શ્રાઈન પર જાય છે પરંતુ 15મીનીટના અંતરે આવેલ આ આદરિયાનમાં આતશ પાદશાદના દર્શન માટે કોઈ આવતું નથી.
હું ભવિષ્યમાં મહેર બાબાના મંદિરે દર્શન કરવા આવતા અમારા તમામ પારસી મુલાકાતીઓને વિનંતી કરું છું કે, આ સુંદર આદરિયાનની પણ મુલાકાત અવશ્ય લો, તમે ડ્રાઈવ કરી ફકત 15મીનીટમાં પહોંચી શકો છો. અને આપણા પ્રિય પંથકી સાહેબની ઇચ્છા પૂરી થાય. આ એક એવો સફર હશે જેનાથી તમને આનંદ થશે, કેમ કે તેની શાંતિ અને સકારાત્મક ઉર્જા તમને શાંતિથી ભરી દેશે અને તમને અહીં વધુ વખત મુલાકાત લેવાની ઇચ્છા કરશો!

Leave a Reply

*