આપણું ઘર!!

રોહિન્ટન મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરી રહ્યો છે, તેનો પગાર ખૂબ જ સારો છે. થોડા સમય પહેલા તેને એક ફ્લેટ વસાવ્યો હતો જેની લોનના હપ્તા હજુબાકી છે. પરંતુ રોહિન્ટન આ ભરવા માટે પૂરતો સક્ષમ છે કારણ કે હમણાં જ તેનું કંપનીમાં પ્રમોશન થવાથી પગાર અને પોસ્ટ બંને સારા મળી ગયા છે.

રોહિન્ટનનો પરિવાર પોતાના ઘરમાં આનંદથી રહે છે, પરંતુ એક દિવસે સાસુ-વહુ વચ્ચે એક વાતચીત થાય છે, જે વાતચીત નીચે પ્રમાણે છે

લાવ રોશની, હું ભાજી કાપી આપુ  તુ હમણાં જ ઓફિસેથી થાકી ને આવી છે અને આવીને તરત જ લાગી ગઈ કામે! હું તો કહું છુ કે તું નોકરી છોડી દે. ખોરશેદે પોતાની વહુ રોશનીના હાથમાંથી ભાજી લેતા કહ્યુ.

ના, મમ્મી, જ્યાં સુધી ફ્લેટ ના હપ્તા પુરા નહીં થાય, ત્યાં સુધી હું નોકરી છોડવાની નથી.

‘પરંતુ બેટા, હવે તો રોહિન્ટનની પણ સારી નોકરી લાગી ગઈ છે અને પગાર પણ સારો છે.’ ખોરશેદે ભાજી સમારતા સમારતા કહ્યું.

‘નહીં મમ્મી હું નોકરી નહીં છોડું, કારણ કે, મે તમને પેલા દિવસે પડદા પાછળ રડતા જોયા હતા.’

‘જ્યારે પપ્પાએ નાનકડી વાતમાં તમને કહી દીધું હતું કે નીકળી જા મારા ઘરેથી’ રોશની એ કહ્યું.

આ સાંભળી ખોરશેદ તો અવાક થઈ ગયા ને વહુ ને જોવા લાગ્યા ત્યારે રોશની એ કહ્યું ‘મમ્મી, આ તમારી સાથે જ નહીં પરંતુ દરેક પરિણીત સ્ત્રીઓ ને ઘણી વખત સાંભળવા મળે છે. ઘણી વખત પતિ ગુસ્સામાં કહી દે છે કે તારા ઘરે ચાલી જા આ મારું ઘર છે. અને એવી જ રીતે પિયરમાં માં-બાપ ભાઈ અને બહેન બધા લોકો એમ કહે છે કે હવે સાસરૂ એ જ તારું ઘર છે આ નહીં.’

‘તો આખરે સ્ત્રીઓનું તેનું પોતાનું ઘર છે ક્યુ?’

‘મમ્મી સાચું તો એ છે કે આપણા સિવાય કોઈ ઘર ઘર નથી બનતું ફકત આપણે જ તેને ઘર બનાવીયે છીએ. અને બધું કર્યા પછી શું સાંભળવા મળે છે?’

‘એટલા માટે જ મમ્મી હું નોકરી કરીને અડધો હપ્તો ભરૂં છું, એટલા માટે નહીં કે મારો હક છે પરંતુ મને એ સાંભળવા મળે કે આ આપણું ઘર છે, આ આપણા બધાનું ઘર છે. આટલું કહીને રોશની ખારશેદના ગળે ભેટી પડી.

ખોરશેદને પણ વહુની આવી વાત સાંભળીને મનમાં અંદરોઅંદર તેના વખાણ કરવા લાગી, અને તેની પણ આંખો ભીની થઈ ગઈ હતી.

હકીકતમાં દરેક દીકરીને પોતાને આત્મનિર્ભર બની ને પોતાના પતિની સાથે કદમથી કદમ મેળવીને સાથ આપવો જરૂરી છે.

અને ત્યારે જ બનશે આપણું ઘર…

Leave a Reply

*