જમશેદી નવરોઝ – ઉત્સવનું અનુસરણ અને ધાર્મિક વિધિઓ

આપણામાંના મોટાભાગના વર્ષો પછી આપણી જૂની રીતે જમશેદી નવરોઝની ઉજવણી કરે છે – આપણે પ્રાર્થના કરવા વહેલા ઉઠીએ છીએ અને આપણામાંના કેટલાક પવિત્ર ‘હફ્ત-શિન’ ટેબલની સજાવટ કરે છે. અગીયારીમાં પગે પડવા જાય છે. બપોરના ખાસ નવરોઝમાં તૈયાર થતી પારસી વાનગીઓ બનાવીયે છીએ અને બીજા મનોરંજન કાર્યક્રમ માટે આગળ નીકળીએ છે. પરંતુ જમશેદી નવરોઝની મૂળ ધાર્મિક વિધિઓ અને તેની પાછળની વાસ્તવિકતા જાણવા વધુ ગમશે.

જમશેદી નવરોઝની શરૂઆત:

ભારતમાં, 18મી સદીના અંતમાં, સુરતમાં પારસી સમુદાયે જમશેદી નવરોઝની ઉજવણીની શરૂઆત કરી. વીસમી સદીમાં, ખુરશેદજી રૂસ્તમજી કામાએ મુંબઈમાં આ ઉત્સવને લોકપ્રિય બનાવ્યો અને તેને ધાર્મિક પ્રભાવ આપ્યો. આજે ભારતમાં પારસી જરથોસ્તીઓ ઐતિહાસિક તહેવાર તરીકે જમશેદી નવરોઝને ઉજવે છે. પેશદાદીઅન વંશના પહેલા પાદશાહ  જમશેદ જેઓના નામ પરથી ઈરાન અને ભારતમાં જમશેદી નવરોઝની ઉજવણી થાય છે. તે પાદશાહે ઋતુ પ્રમાણે કેલેન્ડર તૈયાર કર્યુ હતું તેને આપણે ફસલી કેલેન્ડર તરીકે ઓળખીયે છીએ. આ પાદશાહ જ્યારે રાજગાદી પર હતા ત્યારે તેમની પાસે એક જાદુઈ જામ હતી જે જામે જમશેદી તરીકે ઓળખાતી હતી અને પાદશાહ જમશેદ આખુ વર્ષ કેવું પસાર થશે પ્રજાની મુશ્કેલીઓ કોઈ આફત દુકાળ જે બધું જામમાં જોઈ લેતા અને પ્રજાના સુખ માટે બંદોબસ્ત કરતા.

અકામેનિયન સમયમાં (559-330 બીસીઇ), નવરોઝ ખૂબ મહત્વનો દિવસ હતો. જ્યાં પર્સિયન સામ્રાજ્ય હેઠળ વિવિધ દેશોના રાજાઓ સમ્રાટ માટે ભેટો લાવતા હતા. પર્સીપોલિસમાં તેમના ભવ્ય મહેલ ખાતે દારાયસ અને ઝર્ક્સીસ જેવા રાજાઓ દ્વારા આ ઉજવણી મોટા પાયે કરવામાં આવતી હતી. સસાનીયન રાજાઓ પણ તેને વર્ષના સૌથી મહત્વપૂર્ણ તહેવાર તરીકે ઉજવતા હતા.

ઈરાનીઓ પણ આ તહેવારની ઉજવણી કરવાની ખાસ રીત હતી. તેઓ ઘરના દરેક ઓરડાની સાફ સફાઈ કરતા તથા નવરોઝની ઉજવણી માટે નવા કપડા પણ ખરીદતા હતા.

ઉજવણીના વિશેષ ભાગ રૂપે, પારસી જરથોસ્તીઓ સવારે ત્રણ વખત ખોરશેદ અને મેહેર નીઆએશનો પાઠ કરતા કારણ કે આ પ્રાર્થનાઓ સૂર્ય અને સૂર્યપ્રકાશને સમર્પિત છે. કેટલાકો દિવસના ત્રણે ગેહ હાવન, રપિથવન અને ઉજીરેન ગેહમાં આ પ્રાર્થનાઓ કરે છે.

નવરોઝના આગળના દિવસે, ઘરમાં ‘હફ્ત-શિન ટેબલ’ સજાવવામાં આવે છે. અને સાત વસ્તુઓ જેની શરૂઆત ‘શીન’ અથવા ‘સીન’જેવા શબ્દોથી થતી હોય તેવી વસ્તુઓ ગોઠવી ટેલબ સજાવવામાં આવે છે.

* સબજેહ લીલા અંકુરિત કઠોળ અથવા શાકભાજી (આરોગ્ય અને ઉત્પાદકતાનું પ્રતિનિધિત્વ કરે છે.) * સાકર જીવનમાં મધુરતા માટે, * સરકો જે વય અને ધૈર્ય દર્શાવે, * સીબ એટલે સફરજન સારા આરોગ્ય અને સુંદરતાનું પ્રતીક છે, * શીર એટલે લસણ જે ઉપચાર અને દવા સૂચવે છે, * સોમાઘ એટલે સુમાક જે ગરમાટો અને મસાલા જેવી ઓષધી છે. * શમા એટલે મીણબત્તી પ્રકાશનું પ્રતિક, * શીશો-ગ્લાસ,  આત્મનિરીક્ષણ, * શીર-દૂધ માતૃત્વનો પ્રેમ દર્શાવે છે. આ ઉપરાંત આપણા અશો જરથુસ્ત્રનો ફોટો, દિવો, અરીસો, ખોરદેહ અવસ્તા, ચાંદીના સિકકા, અને પાણીમાં તરતી ગોલ્ડ માછલી પ્રવૃત્તિ અને ગતિવિધિઓથી ભરેલા જીવનને સૂચિત કરે છે.

ઉપરોક્ત બધી વસ્તુઓ છ થી તેર દિવસ સુધી ટેબલ પર સ્પર્શ કરવા વગર રાખવામાં આવે છે. નવરોઝ પછી તેરમા દિવસે સીઝદાહ બે-દાર જેનો અર્થ છે તેર દુષ્ટતાને સાફ કરવી. આનો અર્થ છે ટેબલ સાફ કરવી અને તહેવારની સમાપ્તિ અને દરેક જણ ખુશી સાથે મોસમના અંતમાં રજાઓ પૂરી કરે છે.

તહેવારોના અંતે કરવામાં આવેલી એક વિધિ

એ છે કે સબજેહને હફ્ટ-શિન ટેબલમાંથી કાઢી નાખવામાં આવે છે, એક ધાર્મિક કાર્ય જે નવા વર્ષ માટે સારા નસીબ અને સમૃદ્ધિ લાવવાનો હેતુ છે. સામાન્ય રીતે યુવા સિંગલ મહિલા સબજેહના પાંદડા પર ગાંઠ બાંધી દે છે, જે આગામી નવરોઝ પહેલાં લગ્નની ગાંઠમાં તે બંધાઈ જાય તેવી તેમની ઇચ્છાનું પ્રતીક છે.

જમશેદી નવરોઝ એ આશા, જીવન અને રંગનો તહેવાર છે. તે નવીકરણ, કાયાકલ્પ, આશા, આનંદ, પ્રકાશ, જીવન, સમાનતા અને અનિષ્ટ ઉપર સારાની જીતનો સંદેશ લાવે છે. તે આપણને આપણા ભવ્ય ભૂતકાળ અને પ્રકૃતિ સાથે સંપર્કમાં રહેવાની યાદ અપાવે છે. આ જમશેદી નવરોઝ આપણા સમુદાય અને સમગ્ર માનવતા માટે ખુશખુશાલ સાબિત થાય!

Leave a Reply

*